શોધખોળ કરો
જેટ એરવેઝનાં કયા ટોચના અધિકારીએ અને તેમનાં પત્નીએ બોર્ડમાંથી રાજીનામું આપી દીધું, જાણો વિગત
![જેટ એરવેઝનાં કયા ટોચના અધિકારીએ અને તેમનાં પત્નીએ બોર્ડમાંથી રાજીનામું આપી દીધું, જાણો વિગત Naresh Goyal and wife exit Jet Airway's board જેટ એરવેઝનાં કયા ટોચના અધિકારીએ અને તેમનાં પત્નીએ બોર્ડમાંથી રાજીનામું આપી દીધું, જાણો વિગત](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2019/03/26104131/Piyush-GOyal3.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
નવી દિલ્હી: કરોડોનાં દેવામાં ડૂબેલી અને નાદારીનાં આરે આવીને ઊભેલી એરલાઈન્સ કંપની જેટ એરવેઝનાં સ્થાપક અને ચેરમેન નરેશ ગોયલ તેમજ તેમનાં પત્ની અનિતા ગોયલે સોમવારે કંપનીનાં બોર્ડમાંથી તેમજ અન્ય હોદા પરથી રાજીનામાં આપી દીધાં હતાં. નરેશ ગોયલ જેટ એરવેઝનાં મુખ્ય સ્થાપકો પૈકીનાં એક હતા. 25 વર્ષ પહેલાં 1993માં તેમણે કંપનીની સ્થાપના કરી હતી.
નરેશ ગોયલનાં રાજીનામા પછી સ્ટેટ બેન્કનાં વડપણ હેઠળ બેન્કોનાં કોર્ન્સોશિયમ દ્વારા કંપનીને તત્કાળ રૂપિયા 1500 કરોડ ફાળવવામાં આવ્યા હતા જેથી તેના રોજબરોજનાં વ્યવહારો જાળવી શકાય. જેટ એરવેઝનાં માથે 26 બેન્કોનું રૂપિયા 8200 કરોડથી વધુ રકમનું દેવું ચૂકવવાનું બાકી છે તેણે માર્ચનાં અંત સુધીમાં રૂ. 1700 કરોડ ચૂકવવાનાં છે.
કંપની દ્વારા બેન્કો, સપ્લાયર્સ, પાઈલટ્સ તેમજ વિમાન લીઝ આપનારાઓનાં રૂ. 8000 કરોડ ચૂકવવાનાં બાકી હતા. જેના કારણે કંપનીને 54 વિમાન ગ્રાઉન્ડેડ કરવાની ફરજ પડી હતી.
જેટ એરવેઝે જે કંપનીઓ પાસેથી વિમાનો લીઝ પર લીધા છે તેનાં ભાડાં અને કંપનીનાં સ્ટાફનો પગાર ચૂકવવાનો બાકી છે. નરેશ ગોયલની વિદાય બાદ જેટનાં લેણદારોની સિન્ડિકેટનાં સભ્યો દ્વારા એરલાઈન્સને ખરીદવા માટે કોઈ નવા પાર્ટનરની શોધ ચલાવવામાં આવશે.
![જેટ એરવેઝનાં કયા ટોચના અધિકારીએ અને તેમનાં પત્નીએ બોર્ડમાંથી રાજીનામું આપી દીધું, જાણો વિગત](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2019/03/26104026/Piyush-GOyal-300x225.jpg)
![જેટ એરવેઝનાં કયા ટોચના અધિકારીએ અને તેમનાં પત્નીએ બોર્ડમાંથી રાજીનામું આપી દીધું, જાણો વિગત](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2019/03/26104032/Piyush-GOyal1-300x225.jpg)
![જેટ એરવેઝનાં કયા ટોચના અધિકારીએ અને તેમનાં પત્નીએ બોર્ડમાંથી રાજીનામું આપી દીધું, જાણો વિગત](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2019/03/26104038/Piyush-GOyal2-300x225.jpg)
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
ગુજરાત
ગુજરાત
ગુજરાત
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)