ઉદ્ધવ-રાજ ઠાકરેની સંયુક્ત રેલી પર શિંદે જૂથની પ્રથમ પ્રતિક્રિયા, 'મરાઠીના મુદ્દે માત્ર....’
સાંસદ નરેશ મ્હસ્કેએ ઉદ્ધવ ઠાકરે પર કર્યો આકરો આરોપ, કહ્યું - ભાષણમાં મરાઠીનો ઉલ્લેખ નથી; સંજય રાઉતનું કાવતરું ગણાવ્યું.

Naresh Mhaske on Uddhav and Raj Thackeray: મહારાષ્ટ્રના રાજકારણમાં તાજેતરમાં ઉદ્ધવ ઠાકરે અને રાજ ઠાકરે ની સંયુક્ત રેલીથી ગરમાવો આવ્યો છે. જોકે, આ રેલી પર શિવસેના (શિંદે જૂથ) ના સાંસદ નરેશ મ્હસ્કે એ આકરા પ્રહારો કર્યા છે. તેમણે સ્પષ્ટપણે કહ્યું છે કે આ ગઠબંધન ફક્ત ચૂંટણીલક્ષી હિત માટે બનાવવામાં આવ્યું છે, કોઈ વૈચારિક એકતા કે મરાઠી ઓળખ માટે નહીં. મ્હસ્કેએ રાજ ઠાકરે અને ઉદ્ધવ ઠાકરેની આ એકતાને 'ફક્ત મરાઠી મુદ્દો' નહીં, પરંતુ રાજકીય રણનીતિનો એક ભાગ ગણાવી છે.
શિંદે જૂથનો આક્ષેપ: 'ચૂંટણીલક્ષી ગઠબંધન
નરેશ મ્હસ્કેએ સ્પષ્ટતા કરી હતી કે રાજ્ય સરકારે હિન્દી લાદવાનો કોઈ નિર્ણય લીધો નથી અને મહારાષ્ટ્રમાં મરાઠી વિરુદ્ધ કોઈ કંઈ કહી શકે નહીં. તેમણે ભારપૂર્વક કહ્યું કે મરાઠી અમારી ઓળખ છે અને અમે તેની સાથે મજબૂત રીતે ઊભા છીએ.
મ્હસ્કેએ ઉદ્ધવ ઠાકરે ના ભાષણ પર સવાલ ઉઠાવ્યા અને કહ્યું કે રાજ ઠાકરે એ તેમના ભાષણમાં મરાઠી ભાષાનો મુદ્દો ઉઠાવ્યો હતો, પરંતુ ઉદ્ધવે તેના પર કોઈ ધ્યાન આપ્યું ન હતું. તેમણે કટાક્ષમાં કહ્યું કે, ઉદ્ધવના ભાષણમાં તેમની હારનું દુઃખ સ્પષ્ટપણે દેખાઈ રહ્યું હતું અને તેમણે સ્વીકાર્યું છે કે આ ગઠબંધન ફક્ત ચૂંટણી લાભ માટે છે, મરાઠી ઓળખ માટે નહીં.
#WATCH | Thane, Maharashtra: On the joint rally of Shiv Sena (UBT) and Maharashtra Navnirman Sena (MNS), Shiv Sena MP Naresh Mhaske says, "The state government has not taken any decision to impose Hindi. In this joint rally, only Raj Thackeray's speech had a mention of the… pic.twitter.com/gZZD2i5LGg
— ANI (@ANI) July 5, 2025
સંજય રાઉત પર નિશાન
મ્હાસ્કેએ શિવસેના-મનસેની સંયુક્ત રેલીને આગામી મુંબઈ અને મહારાષ્ટ્ર ચૂંટણી માટે એક રણનીતિ ગણાવી. તેમણે કહ્યું કે, ઉદ્ધવ ઠાકરે તેમના પક્ષમાં વિભાજનથી ડરે છે, કારણ કે તેમના જિલ્લા વડા, ધારાસભ્યો અને સાંસદો તેમને છોડી રહ્યા છે. તેથી જ તેમણે રાજ ઠાકરે ની મદદ લીધી. આ રેલી ફક્ત એ બતાવવા માટે હતી કે રાજ ઠાકરે તેમની સાથે છે.
મ્હાસ્કેએ શિવસેનાના નેતા સંજય રાઉત પર પણ નિશાન સાધ્યું અને આ રેલીને સંજય રાઉતનું કાવતરું ગણાવ્યું. તેમણે દાવો કર્યો કે ઉદ્ધવ ઠાકરે આ રેલી દ્વારા તેમની પાર્ટીને એક રાખવાનો પ્રયાસ કરી રહ્યા હતા, પરંતુ આ પ્રયાસ ફક્ત ચૂંટણી યુક્તિ છે. મ્હાસ્કેએ ફરીથી ભારપૂર્વક કહ્યું કે મહારાષ્ટ્રમાં કોઈ પણ મરાઠી ભાષા અને સંસ્કૃતિ વિરુદ્ધ બોલી શકે નહીં, અને ઉદ્ધવ ઠાકરે પર માત્ર ચૂંટણી લાભ માટે મરાઠી મુદ્દાનો ઉપયોગ કરવાનો આરોપ લગાવ્યો.





















