![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
કોરોનાના દર્દીમાં જો આ પ્રકારના લક્ષણો દેખાય તો તેમને શ્વસન સંબંધિત સમસ્યા નહી થાય, આ સારા સંકેત છે, શું છે જાણો
જો આપને તાવ, શરદી, સાથે સ્વાદ અને ગંધની શક્તિ પણ જતી રહી હોય તો આપ કોરોના સંક્રમિત હો, તેવું શક્ય બને છે. આ સ્થિતિ આપના માટે સારી છે, કેવી રીતે જાણીએ
![કોરોનાના દર્દીમાં જો આ પ્રકારના લક્ષણો દેખાય તો તેમને શ્વસન સંબંધિત સમસ્યા નહી થાય, આ સારા સંકેત છે, શું છે જાણો National corona symptoms if you cant smell and taste dont worry its good કોરોનાના દર્દીમાં જો આ પ્રકારના લક્ષણો દેખાય તો તેમને શ્વસન સંબંધિત સમસ્યા નહી થાય, આ સારા સંકેત છે, શું છે જાણો](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2021/04/17/a7ed54150faa3a6e4d915dad8d6443ce_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
જો આપને તાવ, શરદી, સાથે સ્વાદ અને ગંધની શક્તિ પણ જતી રહી હોય તો આપ કોરોના સંક્રમિત હો, તેવું શક્ય બને છે. આ સ્થિતિ આપના માટે સારી છે, કેવી રીતે જાણીએ
જો આપને તાવ, શરદી, સાથે સ્વાદ અને ગંધની શક્તિ પણ જતી રહી હોય તો આપ કોરોના સંક્રમિત હો, તેવું શક્ય બને છે. આ સ્થિતિ આપના માટે સારી છે, કારણે કે, આ સ્થિતિમાં ડોક્ટર તરત જ નિદાન કરી શકે છે કે, આપ કોરોના સંક્રમિત છો અને તરત જ ઇલાજ શરૂ થઇ જાય છે તેથી સંક્રમણની ઘાતક અસરથી બચી શકાય છે. ઉપરાંત જે લોકોમાં આ લક્ષણો જોવા મળે છે તેમને શ્વસન સંબંધિત સમસ્યા નથી સર્જાતી.
ગંધ અને સ્વાદનું જતું રહેવું એ કારણે પણ સારા લક્ષણ છે કારણ કે, ડોક્ટરનું માનવું છે કે, જે પેશન્ટમાં આવા લક્ષણો જોવા મળે છે. તેમને મોટા ભાગે માઇલ્ડ જ છે અને તેવા પેશન્ટ ઘરે જ ઝડપથી રિકવર થાય છે. એકસ્પર્ટના મત મુજબ ગંધ અને સ્વાદનું જવું એટલા માટે પણ શુભ છે કે, તેના કારણે કોરોનાની બીજી કોઇ ગંભીર અસર શરીરમાં નથી થતી. પેશન્ટને સ્વાદ અને ગંધ ફરી પાછા આવતા તરજ રિકવરીનો પણ ખ્યાલ પેશન્ટે આપોઆપ આવી જાય છે.
ઉપરાંત પેટમાં દુખાવો અને ડાયરિયા પણ કોરોનાના માઇલ્ડ લક્ષણો છે. વિશ્વમાં અત્યાર સુધીમાં 55 લાખ કોરોના સંક્રમિત થાય છે. તેમાંથી જે પેશન્ટ આવા લક્ષણો ધરાવે છે. તે બહુ ઝડપથી રિકવર થાય છે અને તેમનામાં શ્વસન સંબંધિત સમસ્યા મોટાભાગે નથી સર્જાતી.
કોરોરના વાયરસની બીજી લહેર દેશ માટે ખતરનાક સાબિત થઇ રહી છે. સતત કોરોનાના કેસ વધી રહ્યાં છે. દેશમાં છેલ્લા 35 કલાકમાં 2 લાખથી વધુ પોઝિટિવ કેસ નોંઘાયા છે તો 1,185 લોકોના મોત થઇ ચૂક્યાં છે.
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)