શોધખોળ કરો
Advertisement
નેશનલ હાઈવે પર આવતીકાલે 12 વાગ્યા બાદ ટોલટેક્સ વસૂલાશે
નવી દિલ્લી: દેશમાં નોટબંધીને લઈને ટોલ ટેક્ષ પર પડતી મુશ્કેલીને ધ્યાનમાં રાખી માર્ગ પરિવહન મંત્રાલય દ્વારા કૂપન લાવવાની તૈયારીમાં છે. આ કૂપન 5 રૂપિયાથી લઈને 100 રૂપિયા સુધીના હશે. જેનો ઉપયોગ ટેલ ટેક્ષ આપવા માટે છુટ્ટા રૂપિયા આપવા માટે કરવામાં આવશે.
આ નિર્ણય એટલા માટે કરવામાં આવ્યો છે કારણ કે સરકારના આદેશ મુજબ નેશનલ હાઈવે પર ટોલ ટેક્ષમાં છૂટ 2 ડીસેંબરથી આગળ નહી વધારવામાં આવે. સરકારે નોટબંધી બાદ ટોલટેક્ષ પર છૂટ આપી હતી. આ છૂટ 2 ડિસેંબરની રાત્રે બંધ કરવામા આવશે. દેશના તમામ નેશનલ હાઈવે પર 2 ડિસેંબરની મધરાતથી ટોલટેક્ષ લેવામાં આવશે.
નોટબંધી બાદ 9 નવેંબરથી 11 નવેંબર સુધી ટોલટેક્ષ ફ્રી કરી દેવામાં આવ્યા હતા. ત્યારબાદ આ છૂટ 14,18,24 નવેંબર સુધી વધારવામાં આવી હતી.ત્યારબાદ તેમાં 2 ડિસેંબર સુધીનો વધારો કરવામાં આવ્યો હતો.
એક મીડિયા રિપોર્ટસ મુજબ પરિવહન મંત્રાલયે 5,10,50 અને 100 રૂપિયાના કૂપન લાવવા માટેનો પ્રસ્તાવ મુક્યો છે. જેને મુખ્ય ટોલ ટેક્ષ પર ઉપયોગમાં લેવામા આવશે. વાહન ચાલકો આ કૂપની ખરિદી કરી શકે છે અને આશરે દેશના 400 ટોલ ટેક્ષ પર તેનો ઉપયોગ કર શકે છે.
સુરક્ષાના કારણે આ કૂપનમાં બારકોડ, NHAI લોગો સાથે હોલોગ્રામ અને સીરીયલ નંબર જેવા સિક્યૂરિટી ફીચર્સ હશે, જેના કારણે નકલી કૂપનથી બચી શકાય.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
બોલિવૂડ
ગુજરાત
ગુજરાત
દેશ
Advertisement