શોધખોળ કરો

મહારાષ્ટ્રના પૂર્વ મંત્રી નવાબ મલિકને સુપ્રીમ કોર્ટમાંથી મળ્યા જામીન 

મહારાષ્ટ્રના પૂર્વ મંત્રી નવાબ મલિકને શુક્રવારે (11 ઓગસ્ટ) સુપ્રીમ કોર્ટે મની લોન્ડરિંગ કેસમાં  બે મહિના માટે જામીન આપ્યા હતા.

Nawab Malik Gets Bail: મહારાષ્ટ્રના પૂર્વ મંત્રી નવાબ મલિકને શુક્રવારે (11 ઓગસ્ટ) સુપ્રીમ કોર્ટે મની લોન્ડરિંગ કેસમાં  બે મહિના માટે જામીન આપ્યા હતા. કોર્ટે મલિકને તેમની તબિયતની સમસ્યાને ધ્યાનમાં રાખીને આ જામીન આપ્યા છે.

લાઈવ લો મુજબ, ઈડીએ રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (NCP)ના નેતા નવાબ મલિકને જામીન આપવાનો વિરોધ કર્યો ન હતો. મલિક મની લોન્ડરિંગ કેસમાં ફેબ્રુઆરી 2022થી જેલમાં છે.  17 મહિના બાદ મહારાષ્ટ્રના પૂર્વ મંત્રી નવાબ મલિકને જામીન મળ્યા છે.  

શું દલીલ કરી ?

નવાબ મલિકનો પક્ષ રાખી રહેલા કપિલ સિબ્બલે કોર્ટમાં કહ્યું કે તેમની વિરુદ્ધ ફરિયાદ દાખલ કરવામાં આવી છે. આવી સ્થિતિમાં મને સમજાતું નથી કે મલિકને અંદર રાખવાની શું જરૂર છે ? સિબ્બલે વધુમાં જણાવ્યું હતું કે મલિક છેલ્લા 16 મહિનાથી કિડનીની બિમારીને લઈ સારવાર ચાલી રહી છે.

EDએ શું કહ્યું ?

ED તરફથી સુપ્રીમ કોર્ટમાં હાજર થયેલા સોલિસિટર જનરલ તુષાર મહેતાએ કહ્યું કે અમને મેડિકલના આધારે નવાબ મલિકને જામીન આપવામાં કોઈ સમસ્યા નથી. તેમને બે મહિના માટે જામીન આપો. 

નવાબ મલિકની સારવાર ચાલી રહી છે

નવાબ મલિક કોર્ટની પરવાનગીથી ગયા વર્ષથી કુર્લાની એક ખાનગી હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા હતા. મલિકની એક કિડની ફેલ થઈ ગઈ છે. આ સિવાય તેઓ અન્ય શારીરિક બિમારીઓથી પણ પીડિત છે. આ જોઈને મલિકને 2 મહિના માટે જામીન આપવામાં આવ્યા છે.

શું છે સમગ્ર કેસ 

રાષ્ટ્રવાદી કોગ્રેસ પાર્ટીના નેતા નવાબ મલિકની દક્ષિણ મુંબઇના બલાર્ડ એસ્ટેટ વિસ્તારમાં ઇડીની ઓફિસમાં કલાકો સુધી પૂછપરછ કરી હતી.ત્યારબાદ તેમની ધરપકડ કરવામાં આવી હતી. ઇડીના અધિકારીઓ મલિકને તેમના નિવાસસ્થાન પરથી લઇ ગયા હતા.

અંડરવર્લ્ડની ગતિવિધિઓ, સંપત્તિની ગેરકાયદેસર રીતે ખરીદી અને વેચાણ અને હવાલા લેવડદેવડના સંબંધમાં ઇડીએ 15 ફેબ્રુઆરી 2022ના રોજ  મુંબઇમાં દરોડા પાડ્યા હતા અને એક નવો કેસ દાખલ કર્યો હતો ત્યારબાદ નવાબ મલિકની ધરપકડ કરી હતી.

એજન્સીએ 10 સ્થળો પર દરોડા પાડ્યા હતા જેમાં 1993માં બોમ્બ વિસ્ફોટના મુખ્ય કાવતરાખોર દાઉદ ઇબ્રાહિમની બહેન હસીના પારકર, ભાઇ ઇકબાલ કાસકર અને છોટા શકીલના સંબંધી સલીમ કુરેશી ઉર્ફ સલીમ  ફ્રૂટના  પરિસર સામેલ  છે. કાસકર અગાઉથી જેલમાં છે. ઇડીએ પારકરના દીકરાની પણ પૂછપરછ કરી હતી.

Join Our Official Telegram Channel:
https://t.me/abpasmitaofficial

ટોપ સ્ટોરી

Cyclone Arnab Alert: ચક્રવાતી વાવાઝોડું 'અર્નબ' વધુ ખતરનાક બન્યું, આંધ્રપ્રદેશ-ઓડિશામાં હાઈએલર્ટ જાહેર

Tamilnadu: રાતના અંધારામાં તામિલનાડુની થેની જેલમાંથી 17 કેદી ફરાર, સ્ટાફ પર કર્યો હુમલો

ચક્રવાત 'અર્નબ' નું મોટું સંકટ: 140 km ઝડપે ફૂંકાશે પવન! 28 ઓક્ટોબરે ક્યાં ત્રાટકશે વાવાઝોડું?

ગુવાહાટીમાં અંધાધૂંધ ફાયરિંગ: હોટેલ રિસેપ્શન પર જ ગોળીઓનો વરસાદ, 4 લોકોના મોત, જુઓ વિગત

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : વ્યાજ માફિયા
Hun To Bolish : હું તો બોલીશ : ખેડૂતોને કેટલી રાહત ?
BJP Protest Against Mallikarjun Kharge: ખડગેના નિવેદનથી ભાજપમાં આક્રોશ! ગાંધીનગરમાં વિરોધ પ્રદર્શન
Amit Chavda Statement: માત્ર 4 જિલ્લાને દુષ્કાળગ્રસ્ત જાહેર કરાતાં અમિત ચાવડાના સરકાર પર પ્રહાર
CM Bhupendra Patel: વરસાદની ઘટ વચ્ચે CM ભૂપેન્દ્ર પટેલની મોટી જાહેરાત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Tamilnadu: રાતના અંધારામાં તામિલનાડુની થેની જેલમાંથી 17 કેદી ફરાર, સ્ટાફ પર કર્યો હુમલો
Tamilnadu: રાતના અંધારામાં તામિલનાડુની થેની જેલમાંથી 17 કેદી ફરાર, સ્ટાફ પર કર્યો હુમલો
Cyclone Arnab Alert: ચક્રવાતી વાવાઝોડું 'અર્નબ' વધુ ખતરનાક બન્યું, આંધ્રપ્રદેશ-ઓડિશામાં હાઈએલર્ટ જાહેર
Cyclone Arnab Alert: ચક્રવાતી વાવાઝોડું 'અર્નબ' વધુ ખતરનાક બન્યું, આંધ્રપ્રદેશ-ઓડિશામાં હાઈએલર્ટ જાહેર
Gandhinagar: ગાંધીનગર મનપામાં દિવાળી પહેલા નવા શાસકોની વરણી, 3 નવેમ્બરે સામાન્ય સભા બોલાવાઈ
Gandhinagar: ગાંધીનગર મનપામાં દિવાળી પહેલા નવા શાસકોની વરણી, 3 નવેમ્બરે સામાન્ય સભા બોલાવાઈ
ચક્રવાત 'અર્નબ' નું મોટું સંકટ: 140 km ઝડપે ફૂંકાશે પવન! 28 ઓક્ટોબરે ક્યાં ત્રાટકશે વાવાઝોડું?
ચક્રવાત 'અર્નબ' નું મોટું સંકટ: 140 km ઝડપે ફૂંકાશે પવન! 28 ઓક્ટોબરે ક્યાં ત્રાટકશે વાવાઝોડું?
ગુવાહાટીમાં અંધાધૂંધ ફાયરિંગ: હોટેલ રિસેપ્શન પર જ ગોળીઓનો વરસાદ, 4 લોકોના મોત, જુઓ વિગત
ગુવાહાટીમાં અંધાધૂંધ ફાયરિંગ: હોટેલ રિસેપ્શન પર જ ગોળીઓનો વરસાદ, 4 લોકોના મોત, જુઓ વિગત
સુપ્રીમ કોર્ટમાં ચૂંટણી પંચનું મોટું સોગંદનામું: CEC પરના આરોપો ફગાવ્યા, જાણો શું કર્યો ખુલાસો

દુષ્કાળગ્રસ્ત 4 જિલ્લામાં ખેડૂતો અને પશુપાલકોને કેટલી સહાય મળશે? ગુજરાત સરકારે જાહેર કર્યું મોટું પેકેજ

Jio IPO Allotment: શું તમને લાગ્યા Jio ના શેર? અહીં PAN નંબર નાખીને તરત ચેક કરો સ્ટેટસ

Embed widget