શોધખોળ કરો
Advertisement
બોલીવૂડના આ અભિનેતાને મળશે 'એશિયન ફિલ્મ ટેલેન્ટ એવોર્ડ', જાણો
સિંગાપુર ઈન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલનું આયોજન 23 નવેમ્બરે યોજાવાનું છે.
મુંબઈ: બોલીવૂડ અભિનેતા નવાઝુદ્દીન સિદ્દીકી ફિલ્મોની સાથે વેબ સીરીઝમાં પણ કામ કરી ચૂક્યા છે. નવાઝુદ્દીન સિદ્દીકીની વેબ સીરીઝ સેક્રેડ ગેમ્સ લોકોને ખૂબ પસંદ પડી હતી. આ વેબ સીરીઝમાં નવાઝુદ્દીન ગણેશ ગાયતોંડેની ભૂમિકામાં જોવા મળ્યા હતા. નવાઝુદ્દીન સિદ્દીકીને આ ભૂમિકાને લઈને ખૂબ સરાહના મળી હતી.
નવાઝુદ્દીનના ફેન્સ માટે વધુ એક સારા સમાચાર આવ્યા છે. નવાઝુદ્દીન સિદ્દીકીને સેક્રેડ ગેમ્સમાં ગાયતોંડેની ભૂમિકા નિભાવવા માટે એશિયન ફિલ્મ ટેલેન્ટ એવોર્ડ આપવામાં આવશે. નવાઝુદ્દીનને આ અવોર્ડ સિંગાપુર ઈન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ દરમિયાન આપવામાં આવશે. સિંગાપુર ઈન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલનું આયોજન 23 નવેમ્બરે યોજાવાનું છે. આ દરમિયાન નવાઝુદ્દીને સમ્માનિત કરવામાં આવશે.View this post on Instagram
આ પ્રથમ વખત નથી કે નવાઝુદ્દીન સિદ્દીકીને સન્માનિત કરવામાં આવી રહ્યો હોય, આ પહેલા પણ તેને ગોલ્ડન ડ્રેગન એવોર્ડ આપવામાં આવ્યો છે. નવાઝુદ્દીની આગામી ફિલ્મની વાત કરવામાં આવે તો તે મોતીચૂર ચકનાચૂરમાં જોવા મળશે. આ ફિલ્મમાં તેની સાથે સુનિલ શેટ્ટીની દિકરી આથિયા શેટ્ટી જોવા મળશે. આ ફિલ્મ 15 નવેમ્બરે રિલીઝ થશે.View this post on InstagramHappiest Birthday to the Crazy Kudi @athiyashetty May your life be as sweet as Motichoor 😄😄😄
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
બિઝનેસ
દુનિયા
સમાચાર
ગુજરાત
Advertisement