NCP સુપ્રીમો શરદ પવારે PM સાથે કરી મુલાકાત, શિવસેનાએ કહી આ મોટી વાત
આ મુલાકાત પર શિવસેનાએ કહ્યું કે, શરદ પવાર રાષ્ટ્રપતિ પદ માટે દાવેદારી કરી શકે છે. પીએમ મોદીની સાથેની આ મુલાકાત ભવિષ્યની રણનીતિના હિસાબે હોઇ શકે છે.
નવી દિલ્હીઃ નેશનિસ્ટ કોંગ્રેસ પાર્ટી (એનસીપી)ના પ્રમુખ શરદ પવારે શનિવારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરી હતી. બંને નેતાઓ વચ્ચે આશરે એક કલાક સુધી મુલાકાત થઈ હતી. આ મુલાકાતની કોઈ સત્તાવાર જાણકારી સામે આવી નથી. પરંતુ સૂત્રોનું કહેવું છે કે બંનેએ તાજા રાજકીય મુદ્દા પર ચર્ચા કરી હતી.
આ મુલાકાત પર શિવસેનાએ કહ્યું કે, શરદ પવાર રાષ્ટ્રપતિ પદ માટે દાવેદારી કરી શકે છે. પીએમ મોદીની સાથેની આ મુલાકાત ભવિષ્યની રણનીતિના હિસાબે હોઇ શકે છે. પરંતુ આમ કરીને શરદ પવાર મહારાષ્ટ્રમાં પોતાની તાકાત ગુમાવી દેશે. બીજેપી તેમને સાફ કરી દેશે, બીજેપી અને શિવસેના જ એક સાથે રહીને મહારાષ્ટ્રમાંઆગળ વધી શકે છ. કારણકે બંને હિંદુત્વવાદી સંગઠન છે. જ્યારે એનસીપી પ્રમુખને પણ ખબર છે કે બીજેપી તેમની પ્રાકૃતિક ભાગીદાર ન હોઈ શકે.
શરદ પવાર-પીએમ મોદીની મુલાકાત પર શિવસેનાના સૂત્રોએ કહ્યું કે, મહાવિકાસ અગાડી સરકારમાં બધુ ઠીકઠાક ચાલી રહ્યું નથી. એનસીપીના મંત્રીઓને જેટલી છૂટ આ સરકારમાં મળી છે, તેટલી કોઈ સરકારમાં મળી નથી.
Nationalist Congress Party leader Sharad Pawar calls on Prime Minister Narendra Modi in Delhi pic.twitter.com/NuDCpGQSn8
— ANI (@ANI) July 17, 2021
આ પહેલા રક્ષા મંત્રી રાજનાથ સિંહે શુક્રવારે શરદ પવાર અને એકએ એંટની સાથે મુલાકાત કરી હતી. આ બેઠકમાં જનરલ બિપિન રાવત અને સેના પ્રમુખ જનરલ એમ એમ નરવણે પણ ઉપસ્થિત હતા. આ મુલાકાત એટલા માટે પણ મહત્વપૂર્ણ છે કે 19 જુલાઈથી સંસદનું મોન્સૂન સત્ર શરૂ થઈ રહ્યું છે. રાજનાથ સિંહ લોકસભામાં ગૃહના ઉપનેતા પણ છે.
દેશમાં અંદાજે 15 દિવસથી કોરોનાની સ્થિતિ જેમ છે તેમની છે. દરોજ અંદાજે 40 હજાર નવા કેસ સામે આવી રહ્યા છે અને રોજ 500-1000 દર્દીના મોત થઈ રહ્યા છે. શનિવારે સવારે સ્વાસ્થઅય મંત્રાલય તરફથી બહાર પાડવામાં આવેલ આંકડા અનુસાર, વિતેલા 24 કલાકમાં 38079 નવા કેસ સામે આવ્યા છે અને 560 લોકના મોત થયા છે. આ પહેલા શુક્રવારે 38949 નવા કેસ આવ્યા હતા. જ્યારે છેલ્લા 24 કલાકમાં 43916 લોકો કોરોનાથી ઠીક પણ થયા છે એટલે કે ગઈકાલે 6397 એક્ટિવ કેસ ઘટ્યા છે.