Bihar Election Results 2025: બિહારમાં મહાગઠબંધનના સૂપડા સાફ, NDA નેે 200 થી વધુ બેઠકો પર લીડ
બિહાર વિધાનસભા ચૂંટણી માટે મતગણતરી ચાલી રહી છે. સવારે 8 વાગ્યાથી મતગણતરી શરુ છે. આ દરમિયાન, બિહારમાં NDA ફરી એકવાર સરકાર બનાવવા માટે તૈયાર છે.

Bihar Election Result: બિહાર વિધાનસભા ચૂંટણી માટે મતગણતરી ચાલી રહી છે. સવારે 8 વાગ્યાથી મતગણતરી શરુ છે. આ દરમિયાન, બિહારમાં NDA ફરી એકવાર સરકાર બનાવવા માટે તૈયાર છે. પ્રારંભિક વલણો સૂચવે છે કે NDA એ નોંધપાત્ર લીડ સ્થાપિત કરી છે. અત્યાર સુધીમાં, NDA બહુમતી માટે 122 બેઠકોનો જાદુઈ આંકડો પાર કરી ચૂક્યું છે. NDA હાલમાં 200 થી વધુ બેઠકો પર લીડ મેળવી છે. હાલમાં ગણતરી ચાલુ છે, અને NDA વધુ બેઠકો મેળવી શકે છે. બપોરે ત્રણ વાગ્યાના આંકડા મુજબ ભારતીય જનતા પાર્ટી 95 બેઠકો પર આગળ, જેડીયૂ 84 બેઠકો પર આગળ, એલજેપી (રામવિલાસ પાસવાન) 20 બેઠકો પર, જ્યારે હમ 5 બેઠકો પર આગળ છે, જ્યારે આરએલએમ 4 બેઠકો પર આગળ છે. હાલમાં 208 બેઠકો પર એનડીએ ગઠબંધન આગળ ચાલી રહ્યું છે.
જ્યારે મહાગઠબંધન 28 બેઠકો પર આગળ છે. જેમાં આરજેડી 24 બેઠકો, કૉંગેસ 2, લેફ્ટ 2 અને વીઆઈપી, આઈઆઈપી ખાતું ખોલાવી શકી નથી. બિહાર ચૂંટણીમાં મહાગઠબંધનનું પ્રદર્શન ખૂબ જ ખરાબ રહ્યું છે.
ચિરાગ પાસવાન માટે સારા સમાચાર
ચૂંટણી પંચના અત્યાર સુધીના વલણોમાં ચિરાગ પાસવાન માટે સારા સમાચાર છે. ચિરાગ પાસવાનની લોક જનશક્તિ પાર્ટી (રામ વિલાસ, એલજેપીઆર) 22 બેઠકો પર આગળ છે. ચિરાગ પાસવાનની પાર્ટી 29 બેઠકો પર ચૂંટણી લડી હતી.
"Jeeta hai Bihar ki mahilao ka vishwaas...Jeeta hai NDA, jeeta hai Bihar": JDU after NDA's lead crosses 200 mark
— ANI Digital (@ani_digital) November 14, 2025
Read @ANI Story | https://t.co/aAoN3QEfg5#JDU #NDA #BiharElection2025 #BiharElections #Bihar #BiharAssemblyPolls #BiharAssemblyElectionResults pic.twitter.com/X15uP8jlZl
બિહાર વિધાનસભા ચૂંટણીના પરિણામો આવતાની સાથે જ પ્રશાંત કિશોરની જન સૂરાજ પાર્ટી (JSP) ની આશાઓ પર પાણી ફરી વળ્યું છે. શરૂઆતના વલણો દર્શાવે છે કે જનસુરાજ કોઈ બેઠક જીતી શકી નથી, જ્યારે એક્ઝિટ પોલમાં 0-5 બેઠકો જીતવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી હતી.
બિહારમાં જીતનો જાદુઈ આંકડો
2025 બિહાર વિધાનસભા ચૂંટણી માટે મતગણતરી 14 નવેમ્બર, 2025 ના રોજ સવારે 8 વાગ્યે શરૂ થઈ હતી. ચૂંટણી પરિણામો આજે સાંજ સુધીમાં જાહેર કરવામાં આવશે. હાલમાં મતગણતરી ચાલી રહી છે અને પ્રારંભિક વલણોમાં NDA એ 200 થી વધુ બેઠકો પર લીડ મેળવી છે. પ્રારંભિક વલણો સૂચવે છે કે NDA ફરી એકવાર બિહારમાં જંગી જીત માટે તૈયાર છે, જ્યારે મહાગઠબંધન ખૂબ જ પાછળ દેખાય છે. બિહારમાં સરકાર બનાવવા માટે જરૂરી બહુમતી 122 છે.





















