(Source: ECI/ABP News/ABP Majha)
દેશના આ રાજ્યમાં કોરોનાના ડેલ્ટા વેરિયન્ટના નવા સ્વરૂપની એન્ટ્રી, વેક્સિનેટ સંક્રમિત થતાં હાહાકાર
દેશમાં કોરોના કેસમાં નિરંતર થતાં ઘટડાથી લોકોએ રાહતનો શ્વાસ લીધો છે પરંતુ બ્રિટનમાં કોરોનાની ચિંતાજનક સ્થિતિ સર્જાય છે.
દેશમાં કોરોના કેસમાં નિરંતર થતાં ઘટડાથી લોકોએ રાહતનો શ્વાસ લીધો છે પરંતુ બ્રિટનમાં કોરોનાની ચિંતાજનક સ્થિતિ સર્જાય છે. બ્રિટનમાં કોરોનાના ડેલ્ટા વેરિયંટનું જ નવું સ્વરૂપ AY.4.2 હવે ભારતમાં જોવા મળ્યુ છે. મધ્યપ્રદેશમાં 6 દર્દીઓમાં આ વેરિયંટથી સંક્રમિત મળી આવ્યા છે. CMHO બીએસ સૈત્યએ જણાવ્યું છે કે આ તમામ દર્દીઓ સંપૂર્ણ વેક્સિનેટેડ હતા. એવામાં સવાલ એ ઉઠે છે તેથી કહી શકાય કે, AY.4.2 વેરિયન્ટ વધુ સંક્રામક હોવાથી વેક્સિનેટ લોકો પણ સંક્રમિત થઇ રહ્યાં છે.
નિષ્ણાતના મત મુજબ AY.4.2 ડેલ્ટા વેરિયંટની સરખામણીમાં વધુ સંક્રામક છે. જો કે આ કોઇ નવો વેરિયન્ટ નથી, ડેલ્ટા વેરિયંટનું જ સબ-લાઈનેઝ છે. જો કે વેક્સિનેટ લોકો સંક્રમિત થતાં આ વેરિયન્ટનું સંક્રામણ ચિંતાજનક ચોક્કસ છે. જો કે AY.4.2થી બ્રેક થ્રુ ઇન્ફેક્શન અથવા રી-ઇન્ફેક્શન કે સંક્રમણ વધી શકે છે.
યુકેના અધિકૃત આરોગ્ય ડેટા જણાવે છે કે કોરોના વાયરસના ડેલ્ટા વેરિઅન્ટનું નવું પરિવર્તન ઈંગ્લેન્ડમાં ફરતું થઈ રહ્યું છે અને તેનું નિરીક્ષણ અને મૂલ્યાંકન કરવામાં આવી રહ્યું છે. દેશની હેલ્થ પ્રોટેક્શન એજન્સીએ તેના નવા ટેકનિકલ માહિતી દસ્તાવેજમાં કહ્યું છે કે, ડેલ્ટાના નવા સ્ટ્રેન પર નિયમિત દેખરેખ રાખવામાં આવી રહી છે.
વિશ્વનો એકમાત્ર દેશ જ્યાં ન પહોંચી શક્યો કોરોના
છેલ્લા બે વર્ષમાં કોરોના (Corona Virus) વાયરસની મહામારીએ વિશ્વના મોટાભાગના દેશોને પોતાની ઝપેટમાં લીધા છે. તે જ સમયે, કોરોના (Corona Virus) વાયરસના ચેપને કારણે લગભગ 50 લાખ લોકોના મોત થયા છે. કોરોના (Corona Virus) વાયરસના કારણે લોકોને લાંબા સમયથી પોતાના ઘરમાં કેદ કરવાની ફરજ પડી છે. જોકે વિશ્વમાં એક એવો દેશ છે, જે અત્યાર સુધી કોરોના (Corona Virus) રોગચાળાથી દૂર રહ્યો છે. nzherald.co.nz અનુસાર, દક્ષિણ એટલાન્ટિક મહાસાગરની મધ્યમાં આવેલા માત્ર 120 ચોરસ કિમીના ટાપુ પર કોરોના (Corona Virus) હજી સુધી પહોંચ્યો નથી. એવું કહેવામાં આવી રહ્યું છે કે સેન્ટ હેલેના નામનો ટાપુ વિશ્વના એવા કેટલાક સ્થળોમાંથી એક છે જ્યાં કોરોના (Corona Virus) વાયરસનો એક પણ કેસ નોંધાયો નથી.
હાલમાં, કોરોના (Corona Virus) રોગચાળા દરમિયાન સેન્ટ હેલેનામાં એક પણ ચેપની ગેરહાજરીને કારણે, હજુ સુધી અહીં માસ્ક પહેરવાની અથવા સામાજિક અંતરની જરૂર નથી. જો કે, અહીંના લોકોને વ્યક્તિગત રીતે સ્વચ્છ રહેવાની સલાહ આપવામાં આવી છે.