શોધખોળ કરો

Galwan ઘાટીમાં ભારતીય સૈનિકો સાથેની અથડામણ દરમિયાન પાણીના પ્રવાહમાં વહી ગયા હતા ચીનના 38 સૈનિકો, રિપોર્ટમાં ખુલાસો

ઓસ્ટ્રેલિયન અખબાર 'ધ ક્લૈક્સન' (The Klaxon) ના એક લેખ અનુસાર, ચીનના ઓછામાં ઓછા 38 સૈનિકો અંધારમાં પુરપાટ વહેતી એક નદીને પાર કરતી વખતે ડુબી ગયા હતા. 

China Hiding Losses of Soldiers: ડ્રેગનના જુઠ્ઠાણાનો ફરી એકવાર ખુલાસો થયો છે, ગલવાન ઘાટી (Galwan Valley)માં ભારત સાથેના સંઘર્ષ દરમિયાન ચીને પોતાના સૈનિકોના નુકસાનને ઓછુ કરીને બતાવ્યુ હતુ. એક ઓસ્ટ્રેલિયન અખબારનો દાવો છે કે ગલવાન ઘાટીમાં અથડામણ દરમિયાન અધિકારીક સંખ્યાથી કેટલીય વધારે ચીની જવાન માર્યા ગયા હતા. નવા રિસર્ચમાં જાણવા મળ્યુ છે કે ચીનની પીપુલ્સ લિબરેશન આર્મી (PLA)એ ગલવાન ઘાટીમાં જંગ દરમિયાન ઓછામાં ઓછા નવ ગણા વધુ સૈનિકોને ગુમાવી દીધા હતા, પરંતુ આ નુકસાનને ખુબ ઓછુ કરીને ચીને બતાવ્યુ હતુ. ઓસ્ટ્રેલિયન અખબાર 'ધ ક્લૈક્સન' (The Klaxon) ના એક લેખ અનુસાર, ચીનના ઓછામાં ઓછા 38 સૈનિકો અંધારમાં પુરપાટ વહેતી એક નદીને પાર કરતી વખતે ડુબી ગયા હતા. 

ગલવાન ઘાટીમાં માર્યા ગયા હતા 9 ગણા વધુ ચીની સૈનિક-
ગલવાન ઘાટી (Galwan Valley Clash)માં ભારત સાથીની અથડામણમાં ચીનના વધારે સૈનિકોના માર્યા ગયાના ખુલાસ બાદ ચીનના જુઠ્ઠાણની પોલ ખુલી ગઇ છે. એક વર્ષની લાંબી તપાસ બાદ સોશ્યલ મીડિયા રિસર્ચર્સના એક ગૃહ તરફથી તૈયાર કરવામાં આવેલા રિપોર્ટનો હવાલો આપવામાં આવ્યો છે. ખોજી અખબારનુ કહેવુ છે કે ચીને જે ચાર સૈનિકોના મોતની પુષ્ટી કરી તેમાંથી માત્ર એક જ જૂનિયર સાર્જન્ટ વાંગ જુઓરાનના ડુબવાની સૂચના છે. રિપોર્ટમાં કહેવામાં આવ્યુ છે કે તે રાત્રે વાંગની સાથે કમ સે કમ 38 પીએલએ સૈનિક ડુબીને માર્યા ગયા હતા. ચીની સૈનિકની વધુ સંખ્યામાં નુકસાન થવાને લઇને રિપોર્ટમાં મુખ્ય ભૂમિ ચીની બ્લૉગર્સની સાથે ચર્ચા, કેટલાક ચીની નાગરિકો પાસેથી મેળવેલી જાણકારીઓ અને મીડિયા રિપોર્ટ સાથે જોડાયેલી એક વર્ષની લાંબી તપાસનો હવાલો આપવામાં આવ્યો છે. 

ગલવાન ઘાટીમાં ભારત અને ચીની સૈનિકો વચ્ચે થઇ હતી અથડામણ-
બન્ને દેશો વચ્ચે થઇ હતી ભયંકર લડાઇ....
ચીન દ્વારા ગલવાન ઘાટીમાં માર્યા ગયેલા સૈનિકોને સદીનો હીરો ખિતાબ આપવાના જાણી શકાય છે કે 15-16 જૂન 2020ની રાત્રે પૂર્વી લદ્દાખ સાથેની એસએસી પર બન્ને દેશોની સેનાઓની વચ્ચે કેટલીય ભયંકર લડાઇ થઇ હતી. જોકે, આ દરમિયાન એકપણ ગોળી ન હતી છુટી. આ ઉપરાંત અન્ય શહીદ સૈનિક ચેન જિયાનગૉન્ગ, જિઓ સિયુઆન અને વાંગ જુઓરનને ફર્સ્ટ ક્લાસ મેરિટ સાઇટેશન આપવામા આવ્યુ છે. ચીનના જવાનોના નેતૃત્વ કરનાર એક કર્નલ, ક્યૂ ફેબાઓ (રેજીમેન્ટ કમાન્ડર) જે હિંસા દરમિયાન ગંભીર રીતે ઘાયલ થઇ ગયો હતો. તેને 'હીરો કર્નલ'ની ઉપાધિથી સન્માનતિ કરવામાં આવ્યો છે. જોકે સીજીટીએને ગલવાનનુ નામ નથી લીધુ, અને કહ્યું કે 'જૂનના મહિનામાં એક સીમા વિવાદ'આ ક્ષતિ થઇ છે, પરંતુ ગ્લૉબલ ટાઇમ્સે સ્પષ્ટ લખ્યું છે કે ગલવાન ઘાટીની હિંસા (15-16 જૂન, 2020)માં હાનિ થઇ હતી.  

ભારતનો દાવો- માર્યા ગયા હતા 45 સૈનિકો..... 
ભારત અને આંતરરાષ્ટ્રીય મીડિયાનુ માનવુ છે કે ચીને ઓછામાં ઓછા 45 સૈનિકોને ગલવાન ઘાટીમાં હિંસમાં ગુમાવ્યા છે, એટલે કે આ હિંસામાં ચીનના 45 સૈનિકો માર્યા ગયા હતા, પરંતુ સીએમસીએ માર્યા ગયેલા કુલ સૈનિકોની સંખ્યા નથી બતાવી, તે સૈનિકોની જાણકારી આપી છે જેને ફક્ત બહાદુરી માટે સન્માનિત કરવામાં આવ્યા છે. ચીનની સેન્ટ્રલ મિલિટ્રી કમિશન (સીએમસી)એ આ સન્માન પીએલએ સૈનિકોને આપ્યુ છે. સીએમસી, ચીનની સૌથી મોટી સૈન્ય સંસ્થા છે, અને ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ આના ચેરમેન છે. 

ગલવાન ઘાટીની હિંસામાં ભારતીય સેનાના કુલ 20 સૈનિકો વીરગતિને પ્રાપ્ત થયા હતા, તેમાંથી છેને વીરતા મેડલથી નવાજવામાં આવ્યા હતા. કર્નલ સંતોષ બાબુને મરણોપરાંત મહાવીર ચક્ર અને પાંચ અન્ય સૈનિકોને (ચાર મરણોપરાંત)ને વીર ચક્ર. ઉલ્લેખનીય છે કે, નવ મહિનાના ટકરાવ બાદ ભારત અને ચીન પૂર્વી લદ્દાખની નજીક આવેલી એલએસી પર ડિએન્ગેજમેન્ટ માટે તૈયાર થયા હતા.

ચેન હૉન્ગજુનને 'સદીનો હીરો'ના ખિતાબ અપાયો હતો.... 
ચીને સરકારી ટીવી, સીજીટીએને જણાવ્યુ કે શુક્રવારે સીએમસીએ માર્યા ગયેલા આ તમામ સૈનિકોને ફર્સ્ટ ક્લાસ મેરિટ સાઇટેશન અને માનદ ઉપાધિથી સન્માનતિ કરવામાં આવ્યા છે. સીજીટીએન અનુસાર, ગલવા ઘાટીમાં ભારતીય સૈનિકો સામે લડતા માર્યા ગયેલા પીએલએ સેનાના જવાન ચેન હૉન્ગજુનને ચીનની કૉમ્યુનિસ્ટ પાર્ટી ઓફ ચાઇના (સીસીપી) દ્વારા જાહેર આ 'સદીનો હીરો'નો ખિતાબ આપવામાં આવ્યો છે. આ લિસ્ટમાં કુલ 29 ચીની નાગરિક છે, જેને છેલ્લા 100 વર્ષોમાં ચીનની સીમાઓની સુરક્ષા, કોરિયન યુદ્ધ, જાપાન સામે યુદ્ધ, પુલિસિંગ, સ્વાસ્થ્ય સેવાઓ વગેરેમાં પોતાનુ મહત્વપૂર્ણ યોગદાન આપ્યુ છે. 

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

ગૌતમ અદાણીને એક જ દિવસમાં લાગ્યો બીજો મોટો આંચકો, કેન્યાના રાષ્ટ્રપતિએ આ મોટી ડીલ રદ કરી
ગૌતમ અદાણીને એક જ દિવસમાં લાગ્યો બીજો મોટો આંચકો, કેન્યાના રાષ્ટ્રપતિએ આ મોટી ડીલ રદ કરી
મહિલા શિક્ષિકાએ સગીર વિદ્યાર્થી સાથે કાર અને ઘરમાં 20 વખત શારીરિક સંબંધ બાંધ્યા, 30 વર્ષની જેલની સજા થઈ
સગીર વિદ્યાર્થીને ગાંજો અને દારૂ પીવડાવ્યો પછી શિક્ષિકાએ 20 વખત શારીરિક સંબંધ બાંધ્યા....
IND vs AUS 1st Test: શું ટીમ ઈન્ડિયા બે વિકેટકીપર સાથે મેદાનમાં ઉતરશે? રોહિત-ગિલ-જાડેજા રહેશે બહાર; જાણો પ્લેઇંગ ઇલેવન
શું ટીમ ઈન્ડિયા બે વિકેટકીપર સાથે મેદાનમાં ઉતરશે? રોહિત-ગિલ-જાડેજા રહેશે બહાર; જાણો પ્લેઇંગ ઇલેવન
Gandhinagar: શાળા સંચાલકો સામે સરકારની લાલ આંખ, શિયાળામાં ચોક્કસ રંગનું સ્વેટર પહેરવા બાળકો પર દબાણ કરશે તો થશે કાર્યવાહી
Gandhinagar: શાળા સંચાલકો સામે સરકારની લાલ આંખ, શિયાળામાં ચોક્કસ રંગનું સ્વેટર પહેરવા બાળકો પર દબાણ કરશે તો થશે કાર્યવાહી
Advertisement
ABP Premium

વિડિઓઝ

Jamnagar News : જામનગરમાં KYC અપડેટ માટે લોકોને ભારે હાલાકી, જુઓ અહેવાલBhavnagar News: રખડતા ઢોરના આતંકનો અંત કેમ નથી આવતો તે મુદ્દે ઢોર નિયંત્રણ અધિકારીએ સ્ફોટક ખુલાસોBotad News: બોટાદમાં બિલ્ડરના ઘર પર પથ્થરમારો, 2 શખ્સ સામે નામજોગ ફરિયાદ નોંધાવીTobacco Farming: ઉત્તર ગુજરાતમાં તમાકુના વાવેતરમાં ધરખમ વધારો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ગૌતમ અદાણીને એક જ દિવસમાં લાગ્યો બીજો મોટો આંચકો, કેન્યાના રાષ્ટ્રપતિએ આ મોટી ડીલ રદ કરી
ગૌતમ અદાણીને એક જ દિવસમાં લાગ્યો બીજો મોટો આંચકો, કેન્યાના રાષ્ટ્રપતિએ આ મોટી ડીલ રદ કરી
મહિલા શિક્ષિકાએ સગીર વિદ્યાર્થી સાથે કાર અને ઘરમાં 20 વખત શારીરિક સંબંધ બાંધ્યા, 30 વર્ષની જેલની સજા થઈ
સગીર વિદ્યાર્થીને ગાંજો અને દારૂ પીવડાવ્યો પછી શિક્ષિકાએ 20 વખત શારીરિક સંબંધ બાંધ્યા....
IND vs AUS 1st Test: શું ટીમ ઈન્ડિયા બે વિકેટકીપર સાથે મેદાનમાં ઉતરશે? રોહિત-ગિલ-જાડેજા રહેશે બહાર; જાણો પ્લેઇંગ ઇલેવન
શું ટીમ ઈન્ડિયા બે વિકેટકીપર સાથે મેદાનમાં ઉતરશે? રોહિત-ગિલ-જાડેજા રહેશે બહાર; જાણો પ્લેઇંગ ઇલેવન
Gandhinagar: શાળા સંચાલકો સામે સરકારની લાલ આંખ, શિયાળામાં ચોક્કસ રંગનું સ્વેટર પહેરવા બાળકો પર દબાણ કરશે તો થશે કાર્યવાહી
Gandhinagar: શાળા સંચાલકો સામે સરકારની લાલ આંખ, શિયાળામાં ચોક્કસ રંગનું સ્વેટર પહેરવા બાળકો પર દબાણ કરશે તો થશે કાર્યવાહી
Health Tips: રોજ ખાલી પેટ પીવો આ ઉકાળો, હાર્ટ બ્લોકેજ થશે દૂર,જાણો તેને બનાવવાની વિધિ
Health Tips: રોજ ખાલી પેટ પીવો આ ઉકાળો, હાર્ટ બ્લોકેજ થશે દૂર,જાણો તેને બનાવવાની વિધિ
મહારાષ્ટ્રના આ એક્ઝિટ પોલે ખળભળાટ મચાવી દીધો! કોને બહુમતી આપી, કોને લાગ્યો આંચકો?
મહારાષ્ટ્રના આ એક્ઝિટ પોલે ખળભળાટ મચાવી દીધો! કોને બહુમતી આપી, કોને લાગ્યો આંચકો?
Gandhinagar: ખેડૂતો આનંદો! રવિ પાક માટે નર્મદાનું પાણી આપવા જાણો સરકારે શું લીધો નિર્ણય?
Gandhinagar: ખેડૂતો આનંદો! રવિ પાક માટે નર્મદાનું પાણી આપવા જાણો સરકારે શું લીધો નિર્ણય?
Terrorist Attack: પાકિસ્તાનમાં આતંકવાદીઓએ પેસેન્જર વાન પર કર્યો ગોળીબાર, હુમલામાં 17 લોકોના મોત
Terrorist Attack: પાકિસ્તાનમાં આતંકવાદીઓએ પેસેન્જર વાન પર કર્યો ગોળીબાર, હુમલામાં 17 લોકોના મોત
Embed widget