શોધખોળ કરો

NIA Cargesheet: દાઉદના રસ્તે લૉરેન્સ બિશ્નોઈ,700 શૂટર્સ,6 દેશોમાં અપરાધનું સામ્રાજ્ય

Lawrence Bishnoi and Goldie Brar: NIAએ કુખ્યાત ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈ, ગોલ્ડી બ્રાર અને અન્ય ઘણા કુખ્યાત ગેંગસ્ટરો સામે ગેંગસ્ટર ટેરર ​​કેસમાં ચાર્જશીટ દાખલ કરી હતી. NIAએ આમાં ઘણા મોટા ખુલાસા કર્યા છે.

Lawrence Bishnoi and Goldie Brar: નેશનલ ઈન્વેસ્ટિગેશન એજન્સી (NIA) ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈ અને ગોલ્ડી બ્રારની ગેંગ સામે સતત કાર્યવાહી કરી રહી છે. આ યાન NIAએ ગેંગસ્ટર ટેરર ​​કેસમાં કુખ્યાત ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈ, ગોલ્ડી બ્રાર સહિત અનેક નામચીન ગેંગસ્ટરો સામે ચાર્જશીટ દાખલ કરી હતી. NIAએ આમાં ઘણા મોટા ખુલાસા કર્યા છે.

લોરેન્સ બિશ્નોઈ દાઉદ ઈબ્રાહિમના રસ્તે

NIAએ તેની ચાર્જશીટમાં કહ્યું છે કે લોરેન્સ બિશ્નોઈ અને તેની આતંકી સિન્ડિકેટ અભૂતપૂર્વ રીતે ફેલાઈ છે. દાઉદ ઈબ્રાહિમે જે રીતે 90ના દાયકામાં નાના-નાના ગુના કરીને પોતાનું નેટવર્ક સ્થાપ્યું હતું તે રીતે તેણે પણ પોતાનું નેટવર્ક સ્થાપ્યું છે. દાઉદ ઈબ્રાહિમે ડ્રગ્સ સ્મગલિંગ, ટાર્ગેટ કિલિંગ, ખંડણી રેકેટ દ્વારા પોતાનું સામ્રાજ્ય બનાવ્યું અને પછી તેણે ડી કંપની બનાવી. પછી તેણે પાકિસ્તાની આતંકવાદીઓ સાથે ગઠબંધન કર્યું અને પોતાનું નેટવર્ક વિસ્તાર્યું. જ્યારે દાઉદ ઈબ્રાહિમ અને ડી કંપનીની જેમ બિશ્નોઈ ગેંગે પણ નાના ગુનાઓથી શરૂઆત કરી હતી. પછી તેણે પોતાની ગેંગ બનાવી. હવે બિશ્નોઈ ગેંગે ઉત્તર ભારત પર કબજો જમાવી લીધો છે.

લોરેન્સ બિશ્નોઈની ગેંગમાં 700 થી વધુ શૂટર્સ

કેનેડિયન પોલીસ અને ભારતીય એજન્સી દ્વારા વોન્ટેડ સતવિંદર સિંહ ઉર્ફે ગોલ્ડી બ્રાર બિશ્નોઈ ગેંગને ઓપરેટ કરી રહ્યો છે. NIAએ જણાવ્યું છે કે બિશ્નોઈ ગેંગમાં 700 થી વધુ શૂટર્સ છે, જેમાંથી 300 પંજાબ સાથે સંકળાયેલા છે. બિશ્નોઈ અને ગોલ્ડી બ્રારને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ, ફેસબુક, ઈન્સ્ટાગ્રામ, યુટ્યુબ દ્વારા પ્રમોટ કરવામાં આવ્યા હતા. બિશ્નોઈ ગેંગે વર્ષ 2020-21 સુધી ખંડણીમાંથી કરોડો રૂપિયાની કમાણી કરી હતી અને તે પૈસા હવાલા દ્વારા વિદેશ મોકલવામાં આવ્યા હતા.

અપરાધનું સામ્રાજ્ય ભારતના 11 રાજ્યો અને 6 દેશોમાં ફેલાયેલું છે.

NIA અનુસાર, બિશ્નોઈની ગેંગ એક સમયે માત્ર પંજાબ સુધી જ સીમિત હતી. પરંતુ ક્રાઈમમાં પોતાના પાવરપુલ માઈન્ડ અને નજીકના સહયોગી ગોલ્ડી બ્રારે હરિયાણા, દિલ્હી અને રાજસ્થાનની ગેંગ સાથે ગઠબંધન કરી એક મોટી ગેંગ બનાવી. બિશ્નોઈ ગેંગ હવે ઉત્તર ભારત, પંજાબ, ઉત્તર પ્રદેશ, હરિયાણા, મહારાષ્ટ્ર, દિલ્હી, રાજસ્થાન અને ઝારખંડમાં ફેલાયેલી છે. સોશિયલ મીડિયા અને અન્ય વિવિધ પદ્ધતિઓ દ્વારા યુવાનોને ગેંગમાં ભરતી કરવામાં આવે છે. આ ગેંગ યુએસએ,અઝરબૈજાન, પોર્ટુગલ, યુએઈ અને રશિયામાં ફેલાઈ ગઈ છે.

યુવાનોને વિદેશ મોકલવાની લાલચ આપે છે

યુવાનોને કેનેડા અથવા તેમની પસંદગીના દેશમાં શિફ્ટ કરાવવાની લાલચ આપીને તેમની ગેંગમાં ભરતી કરવામાં આવે છે. NIA અનુસાર, પાકિસ્તાનમાં રહેતો ખાલિસ્તાની આતંકવાદી હરવિંદર સિંહ રિંડા પંજાબમાં ટાર્ગેટ કિલિંગ અને ગુનાહિત ગતિવિધિઓ કરવા માટે બિશ્નોઈ ગેંગના શૂટર્સનો ઉપયોગ કરે છે. થોડા દિવસો પહેલા NIAએ લોરેન્સ બિશ્નોઈ, ગોલ્ડી બ્રાર સહિત કુલ 16 ગેંગસ્ટરો વિરુદ્ધ UAPA હેઠળ કોર્ટમાં ચાર્જશીટ દાખલ કરી હતી.

ગેંગને કોણ ઓપરેટ કરે છે?

ગોલ્ડી બ્રાર કેનેડા, પંજાબ અને દિલ્હીમાં ગેંગને સંભાળે છે. રોહિત ગોદારા રાજસ્થાન, મધ્યપ્રદેશ અને યુએસએમાં ગેંગ પર દેખરેખ રાખે છે. અનમોલ બિશ્નોઈ પોર્ટુગલ, યુએસએ, દિલ્હી એનસીઆર, મહારાષ્ટ્ર, બિહાર અને પશ્ચિમ બંગાળની કમાન સંભાળે છે. તે જ સમયે, કાલા જઠેડી હરિયાણા અને ઉત્તરાખંડમાં ગેંગને સંભાળે છે.

આ પણ વાંચો...

Baba Siddiqui: બાબા સિદ્દીકી હત્યા કેસમાં મોટો ખુલાસો, આ ગેંગે જેલમાં બનાવી હતી યોજના, શૂટરોને આપ્યા હતા 2.5 લાખ રુપિયા

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

મહારાષ્ટ્ર ચૂંટણીના એક દિવસ પહેલા BJP નેતા પર પૈસા વહેંચવાનો આરોપ, 9 લાખ રોકડા જપ્ત 
મહારાષ્ટ્ર ચૂંટણીના એક દિવસ પહેલા BJP નેતા પર પૈસા વહેંચવાનો આરોપ, 9 લાખ રોકડા જપ્ત 
Surendranagar: પાટડીમાં જુગારધામ પકડાયું, SMCએ રેડ કરી 6 લાખના મુદ્દામાલ સાથે 30 શકુનીઓને દબોચ્યા
Surendranagar: પાટડીમાં જુગારધામ પકડાયું, SMCએ રેડ કરી 6 લાખના મુદ્દામાલ સાથે 30 શકુનીઓને દબોચ્યા
Ration Card ધારક માટે e-KYC જરુરી, ઝડપથી કરો આ કામ નહી તો નામ કમી થશે 
Ration Card ધારક માટે e-KYC જરુરી, ઝડપથી કરો આ કામ નહી તો નામ કમી થશે 
Accident: ભરૂચના જંબુસર નજીક ભયંકર અકસ્માત, કાર ટ્રકમાં ઘુસી જતાં 6 લોકોનાં કમકમાટીભર્યો મૃત્યુ
Accident: ભરૂચના જંબુસર નજીક ભયંકર અકસ્માત, કાર ટ્રકમાં ઘુસી જતાં 6 લોકોનાં કમકમાટીભર્યો મૃત્યુ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Vadodara Murder Case : વડોદરામાં મૃતક તપન પરમારની નીકળી અંતિમ યાત્રા, ભાજપના નેતાઓ પણ જોડાયાAnil Deshmukh : મહારાષ્ટ્રમાં NCP જૂથના નેતા અનિલ દેશમુખ પર હુમલોBhavnagar News | ભાવનગરમાં સાવકી માતાનો 9 વર્ષીય બાળકી પર અત્યાચાર, જુઓ કેવું કર્યું કૃત્ય?TMKOC News : તારક મહેતાના અસિત મોદી સાથે બોલાચાલી મુદ્દે 'જેઠાલાલે' શું કર્યો મોટો ખુલાસો?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
મહારાષ્ટ્ર ચૂંટણીના એક દિવસ પહેલા BJP નેતા પર પૈસા વહેંચવાનો આરોપ, 9 લાખ રોકડા જપ્ત 
મહારાષ્ટ્ર ચૂંટણીના એક દિવસ પહેલા BJP નેતા પર પૈસા વહેંચવાનો આરોપ, 9 લાખ રોકડા જપ્ત 
Surendranagar: પાટડીમાં જુગારધામ પકડાયું, SMCએ રેડ કરી 6 લાખના મુદ્દામાલ સાથે 30 શકુનીઓને દબોચ્યા
Surendranagar: પાટડીમાં જુગારધામ પકડાયું, SMCએ રેડ કરી 6 લાખના મુદ્દામાલ સાથે 30 શકુનીઓને દબોચ્યા
Ration Card ધારક માટે e-KYC જરુરી, ઝડપથી કરો આ કામ નહી તો નામ કમી થશે 
Ration Card ધારક માટે e-KYC જરુરી, ઝડપથી કરો આ કામ નહી તો નામ કમી થશે 
Accident: ભરૂચના જંબુસર નજીક ભયંકર અકસ્માત, કાર ટ્રકમાં ઘુસી જતાં 6 લોકોનાં કમકમાટીભર્યો મૃત્યુ
Accident: ભરૂચના જંબુસર નજીક ભયંકર અકસ્માત, કાર ટ્રકમાં ઘુસી જતાં 6 લોકોનાં કમકમાટીભર્યો મૃત્યુ
શું તમે પણ બ્લડ પ્રેશરને ઘટાડવા માટે ખાવ છો દવા? આ બીમારીઓનો રહે છે ખતરો
શું તમે પણ બ્લડ પ્રેશરને ઘટાડવા માટે ખાવ છો દવા? આ બીમારીઓનો રહે છે ખતરો
ગાજરનો રસ દરરોજ પીવાથી સ્વાસ્થ્યને થશે આ ગજબના ફાયદાઓ , જાણો તેના વિશે
ગાજરનો રસ દરરોજ પીવાથી સ્વાસ્થ્યને થશે આ ગજબના ફાયદાઓ , જાણો તેના વિશે
PM Modi In Brazil: ઇટાલીના વડાપ્રધાનને મળ્યા PM મોદી, અન્ય હસ્તીઓ સાથે પણ કરી મુલાકાત
PM Modi In Brazil: ઇટાલીના વડાપ્રધાનને મળ્યા PM મોદી, અન્ય હસ્તીઓ સાથે પણ કરી મુલાકાત
શિયાળામાં જરૂર પીવો આ  Immunity Booster Shot, મજબૂત થશે રોગપ્રતિકારક શક્તિ
શિયાળામાં જરૂર પીવો આ Immunity Booster Shot, મજબૂત થશે રોગપ્રતિકારક શક્તિ
Embed widget