શોધખોળ કરો
Advertisement
પ્રધાનમંત્રી મોદીને જાનથી મારી નાખવાની ધમકી ભર્યો મેઈલ આવ્યો, સુરક્ષા એજન્સીઓ એલર્ટ
પીએમ મોદીને જાનથી મારી નાખવાની ધમકી આપવાનો એક વિચિત્ર કિસ્સો સામે આવ્યો છે. ઈન્ટેલિજન્સ સૂત્રોના જણાવ્યા અનુસાર નેશનલ ઈન્વેસ્ટિગેશન એજન્સીને ધમકીભર્યો ઈ-મેલ મળ્યો છે.
પીએમ મોદીને જાનથી મારી નાખવાની ધમકી આપવાનો એક વિચિત્ર કિસ્સો સામે આવ્યો છે. ઈન્ટેલિજન્સ સૂત્રોના જણાવ્યા અનુસાર નેશનલ ઈન્વેસ્ટિગેશન એજન્સીને ધમકીભર્યો ઈ-મેલ મળ્યો છે. ઈ-મેઈલ કરનારે કહ્યું કે તે આત્મહત્યા કરી રહ્યો છે, જેથી આ ષડયંત્રનો પર્દાફાશ ન થઈ શકે.
મેઈલ દ્વારા એવું પણ કહેવામાં આવ્યું છે કે પીએમ મોદીને મારવા માટે 20 સ્લીપર સેલ તૈયાર છે. મેઈલ મુજબ હુમલાની યોજના તૈયાર કરવામાં આવી છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે આ ઈમેલ લખનાર વ્યક્તિના ઘણા આતંકવાદીઓ સાથે પણ સંબંધ છે.
નેશનલ ઈન્વેસ્ટિગેશન એજન્સીને જે ઈ-મેલ આવ્યો છે તેની સઘન તપાસ શરૂ કરવામાં આવી છે. હત્યાના કાવતરામાં સંડોવાયેલા લોકો પાસે 20 કિલો આરડીએક્સ હોવાનું કહેવાય છે. આ ઈ-મેલ નેશનલ ઈન્વેસ્ટિગેશન એજન્સીની મુંબઈ શાખાને મોકલવામાં આવ્યો છે. એબીપી ન્યૂઝ પાસે આ ગુપ્તચર એલર્ટની નકલ પણ છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
દેશ
દેશ
બિઝનેસ
Advertisement