શોધખોળ કરો
આ રાજ્યમાં 31 જાન્યુઆરી સુધી નાઈટ કર્ફ્યુ વધારવામાં આવ્યું, 5 ડે-વીક કલ્ચર ખત્મ
2 જાન્યુઆરીથી ક્લાસ વનથી લઈને ક્લાસ ફોર સુધીના અધિકારીઓ અને કર્મચારીઓ ઉપરાંત કોન્ટ્રાક્ટ, ડેઈલી વેજર, પાર્ટ ટાઈમ અને આઉટસોર્સ પર કામ કરનારા કર્મચારીઓ વર્ક ફ્રોમ હોમ કરશે.
શિમલાઃ હિમાચલ પ્રદેશ સરાકરે કોરોનાના વધતા પ્રકોપને ધ્યાનમાં રાખતા સરકારી કાર્યાલયો માટે શરૂ કરવામાં આવેલ ફાઈડ ડે વી કલ્ચપને 2 જાન્યુઆરી બાદ ખત્મ કર્યું છે. પર્સોનલ ડીપાર્ટમેન્ટના મુખ્ય સચિવ તરફથી આ મામલે આદેશ બહાર પાડવામાં આવ્યો છે. જ્યારે રાજ્યના ચાર જિલ્લા શિમલા, કાંગડા, મંડી અને કુલ્લુમાં ચાલી રહેલ નાઈટ કર્ફઅયૂને 31 જાન્યુઆરી સુધી વધારવામાં આવ્યું છે. જુની ગાઇડલાઈન અુસાર રાજ્યમાં હજુ પણ બસમાં 50 ટકા સવારીઓ જ બેસાડવામાં આવશે. સ્ટેટ ડીઝાસ્ટર મેનેજમેન્ટ સેલે પણ આ મામલે આદેશ બહાર પાડ્યા છે.
ફાઈવ ડે વીક કલ્ચર ખત્મ
પર્સોનલ વિભાગ તરફથી બહાર પાડવામાં આવેલ આદેશ અનુસાર 2 જાન્યુઆરીથી ક્લાસ વનથી લઈને ક્લાસ ફોર સુધીના અધિકારીઓ અને કર્મચારીઓ ઉપરાંત કોન્ટ્રાક્ટ, ડેઈલી વેજર, પાર્ટ ટાઈમ અને આઉટસોર્સ પર કામ કરનારા કર્મચારીઓ વર્ક ફ્રોમ હોમ કરશે. ત્યાર બાદ આગામી સપ્તાહથી મહિનાના બીજા શનિવારને છોડીને દરેક શનિવારે તમામ અધિકારીઓ-કર્મચારીઓએ કાર્યાલયમાં આવીને કામ કરવાનું રહેશે. જોકે દિવ્યાંગ અને કોઈની મદદથી કાર્યાલય પહોંચનારા મજબૂર કર્મચારીઓને 5 જાન્યુઆરી સુધી હજુ પણ ઓફિસ ન આવવાની છૂટ રહેશે.
કાર્યક્રમમાં 50થી વધારે લોકોને ભેગા થવા પર પ્રતિબંધ
સ્ટેટ ડીઝાસ્ટર મેનેજમેન્ટ સેલની ગાઈડલાઈન અનુસાર કોઈપણ જાહેર અથવા ઘરેલુ કાર્યક્રમમાં વધુમાં વધુ 50 લોકોને ભેગા થવાની મંજૂરી હશે. આયોજનના સમયે ડિસ્પોઝેબલ પ્લેટ અને કટલરીનો ઉપયોગ કરવાનો આદેશ આપવામાં આવ્યો છે. ઉપરાંત કાર્યક્રમોના આયોજન પહેલા જિલ્લા પ્રશાસનની મંજૂરી લેવાની રહેશે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
ગુજરાત
ક્રિકેટ
બોલિવૂડ
Advertisement