શોધખોળ કરો
પંજાબ: નિરંકારી ભવન ગ્રેનેડ હુમલાનું ષડયંત્ર લાહોરમાં રચાયું, એકની ધરપકડ: CM અમરિંદર સિંહ
![પંજાબ: નિરંકારી ભવન ગ્રેનેડ હુમલાનું ષડયંત્ર લાહોરમાં રચાયું, એકની ધરપકડ: CM અમરિંદર સિંહ nirankarai bhavan granade attacks was planned in lahore one arrested પંજાબ: નિરંકારી ભવન ગ્રેનેડ હુમલાનું ષડયંત્ર લાહોરમાં રચાયું, એકની ધરપકડ: CM અમરિંદર સિંહ](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2018/11/21190105/index.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
અમૃતસર: નિરંકારી ભવન ગ્રેનેડ હુમલામાં પંજાબ પોલીસને મોટી સફળતા હાથ લાગી છે. પંજાબના મુખ્યમંત્રી અમરિંદર સિંહે પત્રકાર પરિષદમાં જણાવ્યું કે નિરંકારી ભવન ગ્રેનેડ હુમલા પાછળ વિદેશી કટ્ટરપંથિઓનું ષડયંત્ર છે. આ ષડયંત્ર પહેલા પાકિસ્તાના લાહોરમાં રચવામાં આવ્યું અને ઘટનાને અંજામ આપવા લોકલ યુવકોનો ઉપયોગ કરવામાં આવ્યો. પંજાબ પોલીસે એક આરોપીની ધરપકડ કરી લીધી છે.
સીએમ અમરિંદર સિંહે કહ્યું કે આ ઘટના પાછળ કોઈ સાંપ્રદાયિક એન્ગલ નથી અને આ સંપૂર્ણ રીતે આંતકવાદી મામલો છે. નિરંકારી ભવન નિશાન બનાવવું સરળ હતું તેથી તેને નિશાન બનાવ્યું. અગાઉ પણ આ સંસ્થાને નિશાન બનાવી હોવાની જાણકારી મળી હતી જેના બાદ અમે સાવચેતીના પગલા લીધાં હતા.
અમરિંદર સિંહે કહ્યું કે આ ઘટનામાં સામેલ બેમાંથી એક શખ્સની ધરપકડ કરવામાં આવી છે. 26 વર્ષની વિક્રમજીત સિંહની ધરપકડ કરવામાં આવી છે અને બીજા શખ્સની પણ જલ્દી જ ધરપકડ કરવામાં આવશે, જેનું નામ અવતાર સિંહ છે.
ઉલ્લેખનીય છે કે, અમૃતસરના રાજાસાંસીમાં 18 નવેમ્બરે મોટી આતંકી ઘટના બની હતી જેમાં નિરંકારી ભવન ડેરામાં બે બાઈક સવારોએ ગ્રેનેડથી હુમલો કર્યો હતો. જેમાં ત્રણ લોકોના મોત નીપજ્યા હતા અને 20 જેટલા લોકો ઘાયલ થઈ ગયા હતા. જે સમયે હુમલો થયો હતો ત્યારે નિરંકારી પંથમાં ધાર્મિક કાર્યક્રમ ચાલી રહ્યો હતો અને તેમાં 200 થી વધુ શ્રદ્ધાળુઓ હતા. સીએમ અમરિંદર સિંહે મૃતકોના પરિવારને પાંચ લાખ વળતર અને ઇજાગ્રસ્તોને મફત સારવારની જાહેરાત કરી હતી.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
રાજકોટ
બિઝનેસ
દુનિયા
દેશ
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)