શોધખોળ કરો
Advertisement
ફાંસીનો દીવસ નજીક! નિર્ભયાના દોષિતોને તિહાર જેલ પ્રશાસને પૂછી અંતિમ ઈચ્છા
ચાર દોષિતો પૈકી એકે પોતાની જિંદગી ખતમ થવાના ડરથી ખાવાનું છોડી દીધું છે, જ્યારે બીજાએ પણ ખાવાનું ઓછું કરી દીધું છે.
નવી દિલ્હીઃ નિર્ભયા ગેંગરેપ કેસના ચારેય દોષિતોને ફાંસીની તૈયારી શરૂ થઈ ગઈ છે. તિહાર જેડલમાં પ્રશાસને ગુનેગારોને નોટિસ જારી કરીને તેની અંતિમ ઇચ્છા વિશે પૂછ્યું છે. જેલ પ્રશાસને ગુનેગારોને અનેક સવાલ પૂછ્યા છે. જેલ મેન્યુઅલ અનુસાર, ફાંસીની સજા મેળવનાર કેદીઓને ફાંસી પહેલા તેની અંતિમ ઈચ્છા વિશે પૂછવામાં આવે છે અને તેની ઈચ્છા પૂરી કરવામાં આવે છે.
ગુનેગારોને જેલ પ્રશાસને પૂછ્યું કે 1 ફેબ્રુઆરીના રોજ તેમની ફાંસી પહેલા તે પોતાની અંતિમ મુલાકાત કોની સાથે કરવા માગે છે? તેમના નામે જો કોઈ પ્રોપર્ટી અથવા બેંક ખાતામાં જમા કોઈ રકમ હોય તો કોના નામે ટ્રાન્સફર કરવા માગે છે? અથવા કોઈ નોમિની બનાવવા અથવા કોઈ વારસદાર બનાવવા કે કોઈના નામે કરવા માગે છે? કોઈ વસીયત બનાવવા માગે છે? કોઈ ધાર્મિક કે મનપસંદ પુસ્તક વાંચવા માગે છે?
મીડિયા અહેવાલ અનુસાર, ચાર દોષિતો પૈકી એકે પોતાની જિંદગી ખતમ થવાના ડરથી ખાવાનું છોડી દીધું છે, જ્યારે બીજાએ પણ ખાવાનું ઓછું કરી દીધું છે. જેલ સૂત્રોએ જણાવ્યું કે ચારેયમાંથી એક વિનયે બે દિવસો સુધી ખાવાનું નહોતું ખાધું પરંતુ બુધવારે તેને ખાવા માટે વારંવાર કહેવામાં આવયું તો થોડું ભોજન લીધું. બીજી તરફ, દોષી પવન જેલમાં રહીને ખાવાનું બહુ ઓછું કરી દીધું છે. મુકેશ અને અક્ષય પર હાલ ઓછું ખાવાનું કે ખાવાનું છોડી દેવા જેવી કોઈ અસર જોવા નથી મળી. મુકેશની પાસે ફાંસીને ટાળવા માટે પોતાના બચાવમાં જેટલા પણ કાયદાકિય રસ્તા હતા તે તમામ અજમાવી ચૂક્યો છે. તેની દયા અરજીને પણ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ ફગાવી ચૂક્યા છે.
જેલ સૂત્રોએ કહ્યું કે ચારેય કાતિલોને તિહાડની જેલ નંબર-3માં અલગ-અલગ સેલમાં રખાયા છે. દરેક દોષિતના સેલની બહાર બે સિક્યોરિટી ગાર્ડ તૈનાત રહ્યા છે. તેમાંથી એક હિન્દી અને ઇંગ્લિશનું જ્ઞાન ના ધરાવતા તામિલનાડુ સ્પેશ્યલ પોલીસના જવાન અને એક તિહાડ જેલ પ્રશાસનનો હોય છે. દર બે કલાકે એક ગાર્ડને આરામ અપાય છે. શિફ્ટ બદલવા પર બીજો ગાર્ડ તૈનાત રહે છે. દરેક કેદી માટે 24 કલાક માટે આઠ-આઠ સિક્યોરિટી ગાર્ડ લગાવામાં આવે છે. એટલે કે ચાર કેદીઓ માટે કુલ 32 સિક્યોરિટી ગાર્ડ. ચારેયને ફાંસી પર લટકાવાની નવી તારીખ 1 ફેબ્રુઆરી સવારે 6 વાગ્યે નક્કી કરાઇ છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
ગુજરાત
ગુજરાત
બિઝનેસ
Advertisement