શોધખોળ કરો
Advertisement
નિર્ભયા ગેંગરેપના દોષિતોને આ તારીખે ફાંસી આપવાની શક્યતા, જલ્લાદની શોધ શરૂ
નિર્ભયા ગેંગરેપ મામલામાં 6 દોષિતોમાંથી એકનું જેલમાં જ મોત થઈ ચૂક્યું છે જ્યારે એક સગીર દોષી સજા કાપીને જેલથી બહાર આવી ચૂક્યો છે.
નવી દિલ્હીઃ નિર્ભયા ગેંગરેપના દોષિઓને ટૂંકમાં જ ફાંસી પર લટકાવામાં આવી શકે છે. કહેવાય છે કે, તેના માટે તૈયારીઓ શરૂ કરવામાં આવી છે. આગામી થોડા જ દિવસ કે એક-બે સપ્તાહમાં દોષિઓને ફાંસી આપવામાં આવી શકે છે. સૂત્રો દ્વારા મળેલી જાણકારી અનુસાર 16 ડિસેમ્બરે ફાંસી આપવામાં આવી શકે છે. તિહાડ જેલ તરફથી હવે જલ્લાદ શોધવાની તૈયારી શરૂ થઈ ગઈ છે. તિહાડ જેલનું કહેવું છે કે, અમારી પાસે હાલમાં કોઈ જલ્લાદ નથી, પરંતુ જો જરૂરત પડશે તો બહારના રાજ્યોમાંથી જલ્લાદને બોલાવવામાં આવશે. તેના માટે રાજ્યોનો પણ સંપર્ક કરવામાં આવી રહ્યો છે.
નિર્ભયા ગેંગરેપ મામલામાં 6 દોષિતોમાંથી એકનું જેલમાં જ મોત થઈ ચૂક્યું છે જ્યારે એક સગીર દોષી સજા કાપીને જેલથી બહાર આવી ચૂક્યો છે. બચેલા ચાર દોષિતોમાંથી વિનય શર્મા તરફથી રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદની પાસે દાખલ કરવામાં આવેલી દયાની અરજીને ગૃહમંત્રાલયે ફગાવી દીધી છે.
આશા છે કે ગૃહ મંત્રાલયની ભલામણ બાદ રાષ્ટ્રપતિ ટૂંક સમયમાં દયા અરજી પર નિર્ણય લેશે. એવામાં જો નિર્ભયા કાંડના ગુનેગારીને ફાંસી થાય છે તો માનવામાં આવી રહ્યું છે કે મેરઠના પવન જલ્લાદને જ તેની જવાબદારી સોંપવામાં આવશે. જોકે, હજુ સુધી અધિકૃત રીતે પવન સાથે તેના માટે સંપર્ક કરવામાં આવ્યો નથી.
આ પહેલા જલ્લાદે એક નિવેદન પણ આપ્યું હતું. તેણે નિર્ભયા કાંડના દોષિતોને ફાંસી આપવાની માંગ ઉઠાવી હતી. તેઓએ કહ્યુ હતું કે આવા જધન્ય કાંડના ગુનેગારોને ફાંસી જ આપવી જોઈએ, જેથી બીજા અપરાધી પણ તેને જોઈ ડરી જાય. તેમના મનમાં પણ આવો અપરાધ કરતાં પહેલા ફાંસીનો ડર રહે.
નોંધનીય છે કે હૈદરાબાદની મહિલા ડૉક્ટર સાથે ગેંગરેપ અને પછી બાળીને હત્યા કરવાનો મામલો સામે આવ્યા બાદ નિર્ભયાના દોષિતોને ફાંસી આપવાની માંગ વધુ ઉગ્ર બની છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
શિક્ષણ
બોલિવૂડ
બોલિવૂડ
Advertisement