શોધખોળ કરો
Advertisement
નિર્ભયા ગેંગરેપઃ આરોપી વિનય શર્માએ તિહાડ જેલમાં સુસાઇડ કરવાનો કર્યો પ્રયાસ
નવી દિલ્લી: દેશની રાજધાની દિલ્લીમાં વર્ષ 2012માં થયેલા નિર્ભયા ગેંગરેપના એક આરોપી વિનય શર્માએ ગઇકાલે મોડી રાતે તિહાડ જેલમાં આત્મહત્યા કરવાનો પ્રયાસ કર્યો હતો. માહિતી મુજબ વિનયે પહેલા કેટલીક દવાઓ લીધી હતી અને બાદમાં ગળેટૂંપો ખાઇ આત્મહત્યા કરવાનો પ્રયાસ કર્યો હતો.
આરોપી વિનય તિહાડ જેલની 8 નંબરના બેરિકમાં કેદ હતો. હાલ તેની હાલત ગંભીર છે અને તેને દીન દયાલ હોસ્પિટલના વોર્ડ નંબર 9માં દાખલ કરવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે નિર્ભયા કેસમાં અન્ય આરોપી રામ સિંહે પણ તિહાર જેલમાં જ ગળે ફાંસો ખાઇને આત્મહત્યા કરી લીધી હતી.
શું છે નિર્ભયા કેસ
23 વર્ષની ટ્રેઇની ફિજિયોથેરાપિસ્ટ વર્ષ 2012માં 16 ડિસેમ્બરની રાત્રે પોતાના એક મિત્ર સાથે ફિલ્મ જોઇને ઘરે જતી હતી. ત્યારે ઘરે જવા માટે તે અને તેનો મિત્ર એક પ્રાઇવેટ બસમાં બેઠા હતા. બસમાં અગાઉથી સવાર 6 લોકોએ નિર્ભયા અને તેના મિત્ર જોડે મારપીટ કરી હતી અને ચાલતી બસમાં નિર્ભયા પર સામૂહિક બળાત્કાર ગુજાર્યો હતો. આ ઘટના પછી પીડિતાની હાલત ગંભીર થઇ ગઇ હતી અને સારવાર દરમિયાન તેનું દર્દનાક મોત થયું હતું.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
અમદાવાદ
દેશ
બિઝનેસ
Advertisement