શોધખોળ કરો
Advertisement
બિહારઃ નીતિશ કુમાર આજે ચૂંટાશે એનડીએના નેતા, બીજેપી ધારાસભ્ય દળની પણ થશે બેઠક
પહેલી બેઠક સવારે 10.30 વાગે બીજેપી ઓફિલસમાં થશે જેમાં પાર્ટીના નવા ધારાસભ્ય પોતાના નેતા ચૂંટશે, આ પછી 12.30 વાગે મુખ્યમંત્રી આવાસ એક એણે માર્ગ પર એનડીએના નવ નિર્વાચિત ધારાસભ્યની બેઠક બોલાવવામાં આવી છે, જેમાં એનડીએ ધારાસભ્ય દળના નેતા ચૂંટવામાં આવશે
પટનાઃ બિહારમાં આજે એનડીએના ધારાસભ્ય દળની સંયુક્ત બેઠક થશે, આ બેઠકમાં નીતિશ કુમારને ગંઠબંધનના નેતા ચૂંટવામાં આવશે, બેઠક બપોરે 12.30 કલાકે નીતિશ કુમારના ઘરે થશે. આ પહેલા આજે સવારે 10.30 વાગે બીજેપી ઓફિસમાં બીજેપી ધારાસભ્ય દળની બેઠક થશે.
પહેલી બેઠક સવારે 10.30 વાગે બીજેપી ઓફિલસમાં થશે જેમાં પાર્ટીના નવા ધારાસભ્ય પોતાના નેતા ચૂંટશે, આ પછી 12.30 વાગે મુખ્યમંત્રી આવાસ એક એણે માર્ગ પર એનડીએના નવ નિર્વાચિત ધારાસભ્યની બેઠક બોલાવવામાં આવી છે, જેમાં એનડીએ ધારાસભ્ય દળના નેતા ચૂંટવામાં આવશે.
બીજેપીના કોટામાંથી 18 થી 20 મંત્રી બની શકે છે
આ બન્ને બેઠકોમાં રક્ષા મંત્રી રાજનાથ સિંહ અને મહારાષ્ટ્રના પૂર્વ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ પર્યવેક્ષણ તરીકે હાજર રહેશે. માનવામાં આવી રહ્યું છે કે એનડીએની આ બેઠકમાં નીતિશ કુમારના નામ પર મહોર લાગશે. ત્યારબાદ નીતિશ કુમાર રાજ્યપાલની સામે સરકાર બનાવવાનો ઔપચારિક દાવો રજૂ કરશે.
આ વખતે ચૂંટણીમાં બીજેપીએ 74 બેઠકો જીતી છે, જ્યારે જેડીયુની સીટો ઘટીને 43 રહી ગઇ છે. એટલા માટે માનવામાં આવી રહ્યું છે કે મંત્રીમંડળમાં બીજેપીનો જ દબદબો રહશે. સુત્રો બતાવે છે કે જેડીયુ કોટામાંથી 12 મંત્રી બનાવવામાં આવી શકે છે, જોકે બીજેપી કોટામાંથી 18 થી 20 મંત્રી બની શકે છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
મનોરંજન
ગુજરાત
દેશ
ગુજરાત
Advertisement
gujarati.abplive.com
Opinion