'અમારા પૈસા આપી દો...' રાહુલ ગાંંધીની ભારત જોડો યાત્રામાં સામેલ થયેલા વાહનચાલકોને નથી મળ્યા રૂપિયા
તેમણે કહ્યું હતું કે યાત્રા માટે જવાબદાર લોકોને અનેક વિનંતીઓ કરવા છતાં હજુ સુધી અમારા રૂપિયા ચૂકવવામાં આવ્યા નથી
બુલંદશહેર: કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીની તાજેતરમાં પૂર્ણ થયેલી ભારત જોડો ન્યાય યાત્રામાં સામેલ વાહનચાલકોને રૂપિયા ન આપવાનો આરોપ લગાવ્યો હતો.
Bulandshahr, Anupshahr: Drivers of the vehicles used in The Bharat Jodo Nyaya Yatra claim to be not paid, dues worth lakhs of rupees. pic.twitter.com/B2dem3ni4P
— IANS (@ians_india) April 3, 2024
બુલંદશહેરના અનુપશહર કોતવાલી વિસ્તારના રોરા ગામના રહેવાસી મોતી, સતેન્દ્ર, ધર્મેન્દ્ર, રામકિશન, જેઓ દિલ્હીમાં ટ્રાન્સપોર્ટનો વ્યવસાય કરે છે, તેમણે યાત્રામાં સામેલ 25થી વધુ વાહનો માટે પૈસા ન આપવાનો આરોપ લગાવ્યો છે. તેમણે કહ્યું હતું કે યાત્રા માટે જવાબદાર લોકોને અનેક વિનંતીઓ કરવા છતાં હજુ સુધી અમારા રૂપિયા ચૂકવવામાં આવ્યા નથી.
તેમણે કહ્યું હતું કે કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી દ્ધારા કાઢવામાં આવેલી ભારત જોડો ન્યાય યાત્રામાં અમારા કન્ટેનર વાહનોનો સમાવેશ કરવામાં આવ્યો હતો, પરંતુ આ વાહનોના લાખો રૂપિયા હજુ સુધી ચૂકવવામાં આવ્યા નથી. અગાઉ એવું કહેવાય છે કે કોંગ્રેસ પાર્ટી દ્વારા ગત વર્ષે કાઢવામાં આવેલી યાત્રામાં સામેલ વાહનોના લેણાં પણ હજુ સુધી ચૂકવવામાં આવ્યા નથી.
થોડા દિવસોમાં દેશમાં લોકસભાની ચૂંટણી યોજાવા જઈ રહી છે. એક તરફ તમામ પક્ષો ચૂંટણી પહેલા પ્રચારમાં વ્યસ્ત છે તો બીજી તરફ કોંગ્રેસની મુસીબતોનો અંત આવવાના કોઈ સંકેત દેખાઈ રહ્યા નથી.
વાસ્તવમાં, 29 માર્ચ, 2024 ના રોજ જ, આવકવેરા વિભાગ દ્વારા કોંગ્રેસ પાર્ટીને 1823 કરોડ રૂપિયાની ચુકવણી માટે નોટિસ મોકલવામાં આવી હતી. હવે આ નોટિસના બે દિવસ બાદ એટલે કે 31 માર્ચે આવકવેરા વિભાગે બીજી નોટિસ મોકલી છે. આ નોટિસમાં વર્ષ 2014 થી 2017 માટે 1745 કરોડ રૂપિયાની ટેક્સ ડિમાન્ડ કરવામાં આવી છે.
જો છેલ્લા બે દિવસમાં મળેલી તમામ નોટિસની રકમને જોડીએ તો કોંગ્રેસ પર ટેક્સ ડિમાન્ડ વધીને 3568 કરોડ રૂપિયા થઈ ગઈ છે. હાલમાં પાર્ટી માટે સૌથી મોટો પડકાર એ છે કે તેણે તેની કુલ સંપત્તિથી લગભગ બમણી રકમ પર ટેક્સ ચૂકવવો પડશે.
કોંગ્રેસ પાસે કેટલી મિલકત છે?
વર્ષ 2023-24 માટેના તેના તાજેતરના IT રિટર્નમાં, પાર્ટીએ ખુલાસો કર્યો હતો કે તેની પાસે હાલમાં લગભગ રૂ. 657 કરોડનું ભંડોળ, રૂ. 388 કરોડની રોકડ અને રૂ. 340 કરોડની ચોખ્ખી સંપત્તિ છે. જો આપણે આ બધી સંપત્તિઓને જોડીએ તો પાર્ટી પાસે હાલમાં લગભગ રૂ. 1,430 કરોડ છે.