શોધખોળ કરો
Advertisement
(Source: ECI/ABP News/ABP Majha)
CM જગનમોહન રેડ્ડીની જાહેરાત- આંધ્રપ્રદેશમાં લાગુ નહી થાય NRC
આ અગાઉ આંધ્રપ્રદેશના નાયબ મુખ્યમંત્રીએ પણ કહ્યું હતું કે, લઘુમતીઓએ ડરવાની જરૂર નથી
નવી દિલ્હીઃ આંધ્રપ્રદેશમાં નેશનલ રજિસ્ટર ઓફ સિટિઝન્સ (એનઆરસી) લાગુ નહી થાય. મુખ્યમંત્રી વાઇએસ જગનમોહન રેડ્ડીએ કહ્યું હતું કે, રાજ્યમાં એનઆરસી લાગુ નહી થાય. આ અગાઉ આંધ્રપ્રદેશના નાયબ મુખ્યમંત્રીએ પણ કહ્યું હતું કે, લઘુમતીઓએ ડરવાની જરૂર નથી. જગન રેડ્ડીએ કહ્યુ કે, તેમની સરકાર આખા રાજ્યમાં એનઆરસીનો વિરોધ કરશે. જોકે, ઝારખંડમાં મુખ્યમંત્રી બનવા જઇ રહેલા હેમંત સોરેને કહ્યુ કે, હાલમાં એનઆરસીને લઇને કોઇ નિર્ણય લીધો નથી. કાયદો વાંચ્યા બાદ જ આ પર કોઇ નિર્ણય લેવામાં આવી શકે છે.
નોંધનીય છે કે છેલ્લા સપ્તાહમાં બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમારે કહ્યું હતું કે, બિહારમાં એનઆરસી લાગુ નહી થાય. નાગરિકતા સંશોધન એક્ટને સમર્થન આપનારા મુખ્યમંત્રી નીતિશ કુમારે પણ કહ્યું હતું કે, રાજ્યમાં એનઆરસી લાગુ નહી થાય. અગાઉ પશ્વિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ પણ રાજ્યમાં એનઆરસી લાગુ કરવાનો ઇનકાર કરી દીધો છે. તેમણે એનઆરસી અને સીએએ વિરુદ્ધ મોરચો ખોલ્યો છે.Andhra Pradesh CM YS Jagan Mohan Reddy at a public meeting in Kadapa district, earlier today: My government is against National Register of Citizens (NRC) and will not implement it in the state. (file pic) pic.twitter.com/C8WmYgaTWX
— ANI (@ANI) December 23, 2019
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
દેશ
દેશ
Advertisement
gujarati.abplive.com
Opinion