શોધખોળ કરો
Advertisement
બિહારમાં NRC લાગુ થવાનો કોઇ સવાલ નથી, CAA પર સંસદમાં ચર્ચા થાયઃ નીતિશ કુમાર
નીતિશ કુમારે કહ્યું કે, એનઆરસીનો મુદ્દો ફક્ત આસામ માટે હતો અને તેને લઇને વડાપ્રધાન મોદી પણ સ્પષ્ટ કરી ચૂક્યા છે.
નવી દિલ્હીઃ નાગરિકતા કાયદો અને એનઆરસીને લઇને બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમારે મોટું નિવેદન આપ્યું છે. નીતિશ કુમારે કહ્યું હતુ કે, નાગરિકતા સંશોધન કાયદા પર ચર્ચા થવી જોઇએ અને જો તમામ પક્ષ સહમત થાય તો ફરીથી તેના પર વિચાર કરવો જોઇએ. જોકે, આ દરમિયાન નીતિશ કુમારે સ્પષ્ટ કર્યું હતું કે, બિહારમાં એનઆરસી લાગુ થવાનો કોઇ સવાલ જ નથી. સોમવારે વિધાનસભામાં મુખ્યમંત્રી નીતિશ કુમારે એકવાર ફરી દાવો કર્યો હતો કે બિહારમાં એનઆરસી લાગુ નહી થાય. નીતિશ કુમારે કહ્યું કે, એનઆરસીનો મુદ્દો ફક્ત આસામ માટે હતો અને તેને લઇને વડાપ્રધાન મોદી પણ સ્પષ્ટ કરી ચૂક્યા છે.
નોંધનીય છે કે નાગરિકતા કાયદા વિરુદ્ધ જેડીયૂમાં જ મતભેદ છે. પાર્ટીના ઉપાધ્યક્ષ પ્રશાંત કિશોરે સીએએ અને એનઆરસીને લઇને કોગ્રેસ નેતા રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધીના વખાણ કર્યા હતા. ત્યારબાદ અનેક અટકળો શરૂ થઇ ગઇ હતી.
#WATCH Bihar Chief Minister Nitish Kumar in state assembly, earlier today: No question of NRC in Bihar, it was in discussions only in context of Assam. Prime Minister Narendra Modi has also clarified on it. pic.twitter.com/L9WVBelZqt
— ANI (@ANI) January 13, 2020
નીતિશ કુમાર અગાઉ પણ દાવો કરી ચૂક્યા છે કે બિહારમાં એનઆરસી લાગુ નહી થાય અને તેમણે સોમવારે ફરી વિધાનસભામાં કહ્યું કે બિહારમાં એનઆરસી લાગુ થવાનો કોઇ સવાલ જ નથી. આ મુદ્દો ફક્ત આસામ માટે હતો. વાસ્તવમાં પ્રશાંત કિશોર લાંબા સમયથી એનઆરસી અને સીએએનો વિરોધ કરી રહ્યા છે. એવું કહેવામાં આવી રહ્યુ છે કે પ્રશાંત કિશોર નીતિશની મજબૂરી છે કારણ કે તેમની મારફતે નીતિશ અનેક રણનીતિ પર કામ કરી રહ્યા છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દુનિયા
બોલિવૂડ
આરોગ્ય
Advertisement
gujarati.abplive.com
Opinion