શોધખોળ કરો
Advertisement
ગાંગુલીએ જેવો મને સપોર્ટ કર્યો તેવો ધોની અને કોહલીએ ન કર્યોઃ યુવરાજસિંહ
38 વર્ષીય ઓલરાઉન્ડરે કહ્યું કે, તે અનેકવાર સૌરવ ગાંગુલીની કેપ્ટનશીપમાં રમેલા ક્રિકેટને યાદ કરે છે. ધોનીની કેપ્ટનશીપમાં તેણે 2011માં વર્લ્ડકપ જીતવામાં મહત્વપૂર્ણ ભૂમિકા નિભાવી હતી
મુંબઇઃ યુવરાજ સિંહ 17 વર્ષની પોતાની ઇન્ટરનેશનલ કરિયરમાં અનેક કેપ્ટનોની કેપ્ટનશીપમાં ક્રિકેટ રમ્યો છે. 38 વર્ષીય ઓલરાઉન્ડરે કહ્યું કે, તે અનેકવાર સૌરવ ગાંગુલીની કેપ્ટનશીપમાં રમેલા ક્રિકેટને યાદ કરે છે. ધોનીની કેપ્ટનશીપમાં તેણે 2011માં વર્લ્ડકપ જીતવામાં મહત્વપૂર્ણ ભૂમિકા નિભાવી હતી અને તે પ્લેયર ઓફ ધ ટુનામેન્ટ પણ રહ્યો હતો. તેમ છતાં યુવરાજ સિંહ ગાંગુલીની કેપ્ટનશીપમાં રમેલી મેચને યાદ કરે છે.
એક ન્યૂઝપેપરને આપેલા ઇન્ટરવ્યૂમાં યુવરાજ સિંહે કહ્યું કે, હું સૌરવ ગાંગુલીની કેપ્ટનશીપ હેઠળ રમ્યો છું અને તેમણે મને ખૂબ સપોર્ટ કર્યો હતો. મને ગાંગુલીની કેપ્ટનશીપ એટલા માટે યાદ છે કારણ કે તે મને ખૂબ સપોર્ટ કરતા હતા. મને માહી અને વિરાટ કોહલી તરફથી એવો સપોર્ટ મળ્યો નથી.
યુવરાજ સિંહે ભારત તરફથી 304 વન-ડે રમી છે અને તેમાં 8701 રન બનાવ્યા છે. પોતાના વન-ડે કરિયરમાં તેણે 14 સદી ફટકારી છે. યુવરાજ સિંહે કહ્યું કે, મને શ્રીલંકન સ્પિનર મુથૈયા મુરલીધરનનો સામનો કરવામાં ખૂબ સમસ્યા થતી હતી. મને તેની બોલિંગમાં ખ્યાલ જ નહોતો આવતો. બાદમાં સચિને મને મુરલીધરનની બોલ પર સ્વીપ કરવાનો આઇડિયા આપ્યો અને મારુ કામ સરળ થઇ ગયુ.
તેણે કહ્યું કે, ઓસ્ટ્રેલિયન બોલર ગ્લેન મેકગ્રાએ તેની બહાર જતા બોલથી મને ખૂબ પરેશાન કર્યો હતો. પરંતુ મારે તેનો બહુ સામનો કરવો પડ્યો નથી કારણ કે ટેસ્ટ મેચમાં મને વધુ તક મળી નહોતી.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
દેશ
ક્રિકેટ
Advertisement