શોધખોળ કરો
Advertisement
દિલ્હી સરકારનો મોટો નિર્ણય, મહારાષ્ટ્ર સહિત 5 રાજ્યોથી આવનારા લોકોએ કોરોના નેગેટિવ રીપોર્ટ બતાવવો ફરજિયાત
આ આદેશ ફ્લાઈટ, ટ્રેન અને બસ (પબ્લિક ટ્રાન્સપોર્ટ)થી દિલ્હી આવનારા પ્રવાસીઓ પર લાગુ થશે જ્યારે કાર(પ્રાઈવેટ વાહન)થી દિલ્હી આવનારા પ્રવાસીને આ નિયમ લાગુ નહીં પડે.
દેશની રાજધાની દિલ્હીમાં કોરોના સંકટની વચ્ચે સરકારે મોટો નિર્ણય કર્યો છે. દિલ્હી સરકાર સાથે જોડાયેલ સૂત્રો અનુસાર, દિલ્હીમાં 5 રાજ્યોમાંથી પબ્લિક ટ્રાન્સપોર્ટથી દિલ્હી આવનારા લોકોએ કોરોના નેગેટિવ રીપોર્ટ બતાવવો ફરજિયાત રહેશે. કેટલાક રાજ્યોમાં કોરોનાના વધતા કેસને કારણે દિલ્હી સરકારે આ નિર્ણય કર્યો છે.
મહારાષ્ટ્ર, કેરળ, છત્તીસગઢ, મધ્ય પ્રદેશ અને પંજાબથી દિલ્હી આવનારા લોકોએ નેગેટિવ RT-PCR બતાવવા પર જ દિલ્હીમાં એન્ટ્રી મળશે. આ પાંચ રાજ્યોના નોડલ ઓફિસરને કહેવામાં આવશે કે તે પોતાને ત્યાંથી દિલ્હી આવી રહેલ લોકોના 72 કલાક જૂનો નેગેટિવ RT-PCR ટેસ્ટ રીપોર્ટ સુનિશ્ચિત કરે ત્યાર બાદ જ દિલ્હી તરફ પ્રસ્થાન કરવા દેવા.
ક્યા પ્રવાસીઓ પર લાગુ રહેશે આ નિર્ણય
આ આદેશ ફ્લાઈટ, ટ્રેન અને બસ (પબ્લિક ટ્રાન્સપોર્ટ)થી દિલ્હી આવનારા પ્રવાસીઓ પર લાગુ થશે જ્યારે કાર(પ્રાઈવેટ વાહન)થી દિલ્હી આવનારા પ્રવાસીને આ નિયમ લાગુ નહીં પડે. આ નિર્ણયને લઈને દિલ્હી સરકાર ઔપચારિક આદેશ બહાર પાડી શકે છે. આ આદેશ 26 ફેબ્રુઆરી શુક્રવારથી મોડી રાતથી લઈને 15 માર્ચ બપોરે 12-00 કલાક સુધી લાગુ રહેશે.
દિલ્હીમાં કોરોના કેસની કુલ સંખ્યા 6,38,028 થઈ ગઈ છે. તેમાંથી 10,901 દર્દીના મોત થઈ ગયા છે. જોકે આ બીમારીની ઝપેટમાં આવેલ 6,26,086 લોકો ઠીક થયા છે. રાજધાનીમાં એક્ટિવ કેસની સંખ્યા 1041 છે. અત્યાર સુધી 1.20 કરોડ સેમ્પલ ટેસ્ટ કરવામાં આવે છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
ગુજરાત
ગુજરાત
Advertisement