હવે પ્રાઈવેટ હોસ્પિટલને સીધી નહીં મળે કોરોના રસી, CoWin દ્વારા આપવો પડશે ઓર્ડર
કેન્દ્ર સરકારે એ પણ કહ્યું કે, હવે રસીને ખરીદવા માટે એક મર્યાદા નક્કી કરવામાં આવશે.
નવી દિલ્હીઃ દશમાં કોરોના રસીની વધતી માગ અને રસીકરણની ગતિને વધારે ઝડપી કરવા માટે સરાકરે વધુ એક નિર્ણય કર્યો છે. કેન્દ્ર સરકારે નવા નિયમ અંતર્ગત હવે પ્રાઈવેટ હોસ્પિટલ સીધી કંપનીઓ પાસેથી રસી નહીં ખરીદી શકે. રસી ખરીદવા માટે તેમણે CoWin એપનો ઉપયોગ કરવો પડશે. સાથે જ કેન્દ્ર સરકારે એ પણ કહ્યું કે, હવે રસીને ખરીદવા માટે એક મર્યાદા નક્કી કરવામાં આવશે.
સરકાર તરફથી બહાર પાડવામાં આવેલ નવા નિયમ અનુસાર કોઈપણ ખાનગી હોસ્પિટલ વિતેલા મહિનાના કોઈ ખાસ સપ્તાહનો સરેરાશ જેટલો વપરાશ હતો તેનાથી ડબલ સ્ટોક ખરીદી શકે છે. સરકાર તરફથી બહાર પાડવામાં આવેલ ગાઈડલાઈનમનાં એ પણ કહેવામાં આવ્યું છે કે, હોસ્પિટલ સરેરાશ કાઢવા માટે પોતાની રીતે સપ્તાહની પસંદગી કરી શકે છે.
ડોઝનું ગણિત સમજો
માની લો કે કોઈ પ્રાઈવેટ હોસ્પિટલ રસીકરણ સન્ટર જુલાઈ મહિનામાં રસીનો ઓર્ડર આપતા સમયે 21-27ના સપ્તાહને આધાર માને છે તો એ સપ્તાહે 350 ડોઢ લાગ્યા હોત તો રોજના સરેરાશ 50 ડોઝ થયા. એવામાં હોસ્પિટલ તેનાથી બે ગણાં એટલે કે 100 ડોઝ પ્રતિ દિવસ પ્રમાણે ઓર્ડર કરી શકે છે.
પ્રથમ વખત રસીકરણ ડ્રાઈવનો ભાગ રહેલ હોસ્પિટલ માટે નિયમ
સરકારે એ પણ દિશા નિર્દેશ બહાર પાડ્યા છે કે એવી હોસ્પિટલો જે પ્રથમ વખત રસીકરણ ડ્રાઈવનો ભાગ બની હોય તેને ત્યાં બેડની ઉપલબ્ધતાના આધારે રસીની ફાળવણી કરવામાં આવશે.
જણાવીએ કે, હાલમાં જ રસીકરણે લઈને સ્વાસ્થ્ય મંત્રાલયે આંકડા બહાર પાડ્યા હતા. આ આંકડા અનુસાર દેશમાં 1 જૂનથી 27 જૂનની વચ્ચે 10 કરોડથી વધારે રસીના ડોઝ લગાવાવમાં આવ્યા છે. બહાર પાડવામાં આવેલ આંકડા નુસાર સરેરાશ દરરોજ 40 લાખ આસપાસ રસીના ડોઝ દરરોજ દેશમાં લાગી રહ્યા છે.
ગુજરાતમાં કેટલા લોકોએ લીધી રસી
રાજ્ય સરકારે જાહેર કરેલા આંકડા પ્રમાણે રવિવારે સાંજે 5 વાગ્યા સુધીમાં કુલ 2,84,125 વ્યક્તિઓનું રસીકરણ (Vaccination) કરવામાં આવ્યું છે. આ સાથે રાજ્યમાં કુલ રસીકરણનો આંક 2,56,77,991 પર પહોંચ્યો છે.