(Source: ECI/ABP News/ABP Majha)
હવે WhatsApp પર મળશે આપના નજીકના વેક્સિનેશન સેન્ટરની જાણકારી, બસ કરવું પડશે આ કામ
સરકારે ફેસબુકની સાથે વેક્સિનેશન સેન્ટરની જાણકારી લોકો સુધી પહોંચાડવાની જવાબદારી ઉઠાવી હતી. આ સુવિધા હવે સરકાર ઇન્સ્ટેટ મેસેજિંગ એપ વ્હોટસએપ પણ આપી છે.
MyGovIndia: હેલ્થ ડેસ્ક યુઝર્સની સુવિધાને ધ્યાનમાં રાખીને બનાવવામાં આવી છે. જે હિન્દી અને ઇંગ્લિશ બંને ભાષામાં અવેલેબલ છે. જો કે ઇગ્લિંશ ભાષા તેમાં બાય ડિફોલ્ટ જ છે. જો કે તેને હિન્દીમાં બદલી શકાય છે.
કોરોનાની મહામારીમાં આ મુશ્કેલ સમયમાં એક મેથી 18થી 45 વર્ષના લોકોને વેક્સિન લેવાની પ્રક્રિયા શરૂ કરી દેવાઇ છે. જો કે કેટલાક લોકોના મનમાં સવાલ છે કે, નજીકના વેક્સિનેશન સેન્ટરની તપાસ કેવી રીતે કરવી. જો કે આ સવાલનો જવાબ આપના મોબાઇલમાં છે.
મળશે વેક્સિન સેન્ટરની જાણકારી
હાલમાં જ સરકારે ફેસબુકની સાથે વેક્સિનેશન સેન્ટરની જાણકારી લોકો સુધી પહોંચાડવાની જવાબદારી ઉઠાવી હતી. આ સુવિધા હવે સરકાર ઇન્સ્ટેટ મેસેજિંગ એપ વ્હોટસએપ પણ આપવા જઇ રહી છે.આ મુદે MyGovએ ટવિટર પર જાણકારી શેર કરી હતી. જેમાં માહિતી આપવામાં આવી છે કે, વ્યક્તિ કઇ રીતે તેના વ્હોટ્સએપ દ્રાર જ નજીકના વેક્સિનેશન સેન્ટરની જાણકારી મેળવી શકે છે. વ્હોટસઅપ પર યુઝર્સને આ ડિટેલ્સ ફ્રીમાં મળશે.
આ રીતે મેળવો જાણકારી
વેક્સિનેશનની જાણકારી પ્રાપ્ત કરવા માટે યુઝર્સને 9013151515 નંબર પર Namaste લખીને સેન્ડ કરવાનું રહેશે. ત્યારબાદ ચેટબોટ આપોઆપ આપને જવાબ આપશે. આ માટે આપ આપના નજીકના કોવિડ સેન્ટરની ડિટેલ્સ મેળવી શકો છો. તેના માટે આપ અહીં 6 અંકોનું પિનકોડ પર નાખી શકો છો.
આ રીતે કરાવો રજિસ્ટ્રેશન
વ્હોટસએપ પર આવેલી વેક્સિનેશન સેન્ટરની યાદીની સાથે સાથે MyGovIndia ચેટ બોક્સમાં આપને કોવિડ 19વેક્સિન રજિસ્ટ્રેશનની લીંક પણ મળશે. જે આપને ડાટરેક્ટ કોવિનની વેબસાઇટ પર લઇ જશે. અહીં આપનો ફોન નંબર, ઓટીપી અને આઇડી પ્રૂફ નંબર નાખીને રજિસ્ટ્રેશન કરાવવું પડશે.
દેશમાં કેટલા લોકો થયા વેક્સિનેટ
- 1,02,47,862 હેલ્થ કેર વર્કરને પહોલો અને 74,02,098 હેલ્થ વર્કરને બીજો ડોઝ અપાઇ ચૂક્યો છે
- 1,76,64,075 ફ્રન્ટલાઇન વર્કરને પહેલો ડોઝ તો 98,91,050ને બીજી ડોઝ અપાઇ છે
- 18થી 44 વર્ષના 11,18,19,570 લોકોને પહેલો અને 37,01,692 લોકોને બીજો ડોઝ મળ્યો છે
- 45થી 59 વર્ષના ઉંમરના 9,33,66,230 લોકોને પહેલી અને 2,35,53,988ને બીજો ડોઝ અપાયો છે.
- 60 વર્ષથી મોટી ઉંમરના 7,00,73,761 લોકોને પહેલો ડોઝ અને 2,83,12,260 બીજો ડોઝ લઇ ચૂક્યાં છે.