અધિકારીને વોટ્સએપ પર ફોન કરી યુવતીએ તેનો અશ્લીલ વીડિયો બનાવ્યો અને પછી....
સેક્સટોર્શન ગેંગે એક અધિકારીને વોટ્સએપ પર ફોન કરીને તેનો અશ્લીલ વીડિયો બનાવ્યો હતો. આ પછી, સીબીઆઈ અધિકારી હોવાનો દાવો કરીને તેઓએ તેમની પાસેથી 2 લાખ રૂપિયાની છેતરપીંડી કરી.
લખનઉ : સેક્સટોર્શન ગેંગે એક અધિકારીને વોટ્સએપ પર ફોન કરીને તેનો અશ્લીલ વીડિયો બનાવ્યો હતો. આ પછી, સીબીઆઈ અધિકારી હોવાનો દાવો કરીને તેઓએ તેમની પાસેથી 2 લાખ રૂપિયાની છેતરપીંડી કરી અને વીડિયો વાયરલ કરવાની ધમકી આપી હતી. તેમ છતાં આરોપીઓએ પીડિતને ધમકાવવાનું શરૂ કર્યું અને વધારાના પૈસાની માંગણી કરતા રહ્યા હતા. આ પછી પીડિત અધિકારીએ ઈન્દિરાનગર પોલીસ સ્ટેશનમાં કેસ નોંધાવ્યો હતો. આ હનીટ્રેપની ઘટના ઉત્તરપ્રદેશની છે. પીડિત અધિકારીના મોબાઈલ પર એક વોટ્સએપ કોલ આવ્યો હતો. આ કોલમાં એક છોકરીએ અશ્લીલ હરકતો કરી હતી. 28 ઓક્ટોબરે તેમને આ ઘટના અંગે ફોન આવ્યો હતો.
અધિકારીના મોબાઈલ પર એક વોટ્સએપ કોલ આવ્યો હતો
ઈન્સ્પેક્ટર સુનીલ કુમાર તિવારીના જણાવ્યા અનુસાર, 15 ઓક્ટોબરની મોડી રાત્રે પીડિત અધિકારીના મોબાઈલ પર એક વોટ્સએપ કોલ આવ્યો હતો. જ્યારે બીજી બાજુથી કોઈ અવાજ સંભળાયો નહીં, ત્યારે તેણે કોલ ડિસ્કનેક્ટ કરી દીધો. થોડીવાર પછી ફરી વીડિયો કોલ આવ્યો. તેણે ઉપાડતાની સાથે જ એક છોકરીએ અશ્લીલ હરકતો કરવા માંડી, જેને જોઈને પીડિત ડરી ગયા અને તેણે કોલ ડિસકનેક્ટ કરી દીધો. 28 ઓક્ટોબરે તેમને આ ઘટના અંગે ફોન આવ્યો હતો.
ફોન કરનારે પોતાની ઓળખ CBI ઓફિસર પ્રવીણ મીણા તરીકે આપી હતી અને કહ્યું હતું કે તમારો વાંધાજનક વીડિયો યુટ્યુબ પર અપલોડ કરવામાં આવ્યો છે. જેના કારણે કાર્યવાહી કરવામાં આવશે. તે સાંભળીને ગભરાઈ ગયો કે તેની સામે કાર્યવાહી કરવામાં આવી રહી છે, ત્યારબાદ છેતરપિંડી કરનારે પીડિતને એક નંબર આપ્યો અને તેને આ નંબર પર સંપર્ક કરવા કહ્યું.
વીડિયો ડિલીટ કરવાના નામે તેની પાસેથી 2 લાખ રૂપિયાની માંગણી કરી
જ્યારે તેના નંબર પર સંપર્ક કરવામાં આવ્યો ત્યારે આરોપીએ વીડિયો ડિલીટ કરવાના નામે તેની પાસેથી 2 લાખ રૂપિયાની માંગણી કરી હતી. પીડિતે આરોપીના ખાતામાં પૈસા ટ્રાન્સફર કર્યા હતા. તેમ છતાં આરોપીઓએ તેને 89 હજાર રૂપિયાની વધુ માંગણી સાથે હેરાન કરવાનું શરૂ કર્યું હતું. ઈન્સ્પેક્ટરના જણાવ્યા અનુસાર સાયબર ક્રાઈમ સેલની મદદથી તપાસ કરવામાં આવી રહી છે. હાલ તો આ હનીટ્રેપના કેસમાં સાઈબર ક્રાઈમ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. પોલીસ આ કેસમાં તપાસ કરી રહી છે.