શોધખોળ કરો

ઓડિશાનો 80 હજાર પગારદાર એન્જિનિયર નીકળ્યો કરપ્શન કિંગ: 2 કરોડ રોકડા અને 13 પ્લોટ મળ્યા

Odisha Vigilance Raid 2026: માત્ર 6 હજારના પગારથી નોકરી શરૂ કરનાર અધિકારીની કમાણી જોઈ વિજિલન્સ ચોંકી ગયું; 9 સ્થળોએ પાડેલા દરોડામાં 5 આલીશાન ઇમારતો અને પત્નીના બેંક લોકરમાંથી રોકડ જપ્ત.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • ઓડિશા વિજિલન્સ દરોડામાં ₹2 કરોડ રોકડ, કરોડોની સંપત્તિ મળી.
  • એન્જિનિયર બૈકુંઠ બેહેરા, ₹80 હજાર પગાર; ભ્રષ્ટાચારનો કિંગ.
  • પત્નીના લોકરમાંથી રોકડ, પાંચ બિલ્ડિંગ, ૧૩ પ્લોટ જપ્ત.
  • ૧૯૯૯માં ₹૬ હજાર પગાર શરૂ કરી કરોડોની સંપત્તિ બનાવી.

Odisha Vigilance Raid 2026: ઓડિશામાં ભ્રષ્ટાચારનો એક મોટો કિસ્સો સામે આવ્યો છે, જ્યાં 80 હજાર રૂપિયાનો માસિક પગાર ધરાવતો એક સરકારી એન્જિનિયર 'કરપ્શન કિંગ' નીકળ્યો છે. આ અધિકારી પાસે આવક કરતા વધુ સંપત્તિ હોવાની ફરિયાદ મળ્યા બાદ વિજિલન્સ વિભાગે સપાટો બોલાવ્યો હતો અને તેના અલગ-અલગ 9 સ્થળો પર દરોડા પાડ્યા હતા. આ મેગા ઓપરેશન દરમિયાન એન્જિનિયરના બેંક લોકરમાંથી 2 કરોડ રૂપિયાની કડકડતી રોકડ, 5 બહુમાળી ઇમારતો અને 13 પ્લોટ સહિત કરોડો રૂપિયાની બેનામી સંપત્તિ મળી આવી છે. પગારની સરખામણીમાં આટલી અઢળક સંપત્તિ જોઈને તપાસ એજન્સી પણ આશ્ચર્યમાં મુકાઈ ગઈ છે.

કોણ છે આ અધિકારી અને કેવી રીતે થઈ કાર્યવાહી?

આ કરપ્શન કિંગનું નામ બૈકુંઠ નાથ બેહેરા છે, જે ઓડિશાના બલિગુડા સ્થિત એકીકૃત આદિજાતિ વિકાસ એજન્સી (ITDA) માં આસિસ્ટન્ટ એક્ઝિક્યુટિવ એન્જિનિયર તરીકે ફરજ બજાવે છે. ઓડિશા વિજિલન્સને તેમની વિરુદ્ધ ભ્રષ્ટાચારની ચોક્કસ બાતમી મળી હતી. જેના આધારે ભુવનેશ્વરના સ્પેશિયલ જજ (વિજિલન્સ) પાસેથી સર્ચ વોરંટ મેળવીને શુક્રવારે ભુવનેશ્વર, જાજપુર, બારીપદા અને કંધમાલ જિલ્લાના 9 સ્થળો પર એકસાથે દરોડા પાડવામાં આવ્યા હતા. આ કાર્યવાહીને પાર પાડવા માટે 2 એડિશનલ SP, 5 DSP, 6 ઇન્સ્પેક્ટર સહિત મોટી સંખ્યામાં અધિકારીઓની ફોજ કામે લગાડવામાં આવી હતી.

પત્નીના નામે લોકર અને અઢળક સંપત્તિ

તમને જાણીને નવાઈ લાગશે કે તપાસ દરમિયાન એન્જિનિયરની પત્નીના નામે ભુવનેશ્વરના ચંદ્રશેખરપુર વિસ્તારમાં આવેલી એક્સિસ બેંક અને યુનિયન બેંક ઓફ ઇન્ડિયામાં બે લોકર મળી આવ્યા હતા. વિજિલન્સે જ્યારે આ લોકરો ખોલ્યા ત્યારે તેમાંથી જ 2 કરોડ રૂપિયા રોકડા મળી આવ્યા હતા. આ સિવાય 5 બહુમાળી આલીશાન ઇમારતો, 13 પ્લોટ અને મોટા પ્રમાણમાં સોનાના દાગીના પણ જપ્ત કરાયા છે. અધિકારીઓના જણાવ્યા અનુસાર, છેલ્લાં કેટલાંક વર્ષોમાં આવક કરતા વધુ સંપત્તિ પકડાઈ હોય તેવી આ સૌથી મોટી કાર્યવાહી પૈકીની એક છે.

આ પણ વાંચોઃ ભારતમાં ભ્રષ્ટાચાર ઘટ્યો, અમેરિકા-UK માં વધ્યો! 180 દેશોની યાદીમાં ભારતનો નવો રેન્ક જાહેર, જાણો વિગતો

6 હજારથી શરૂ થયેલી સફર કરોડો સુધી પહોંચી

એન્જિનિયર બૈકુંઠ નાથ બેહરાની કારકિર્દી પર નજર કરીએ તો તેમણે 16 ઓગસ્ટ 1999 ના રોજ જુનિયર એન્જિનિયર તરીકે સરકારી નોકરીની શરૂઆત કરી હતી. તે વખતે તેમનો પ્રારંભિક પગાર માત્ર 6,000 રૂપિયા હતો. ધીમે ધીમે 31 ઓક્ટોબર 2016 ના રોજ તેમને આસિસ્ટન્ટ એન્જિનિયર તરીકે પ્રમોશન મળ્યું હતું. હજુ થોડા સમય પહેલા જ એટલે કે ફેબ્રુઆરી 2026 માં તેમને આસિસ્ટન્ટ એક્ઝિક્યુટિવ એન્જિનિયર બનાવીને બલિગુડામાં પોસ્ટિંગ અપાયું હતું. હાલમાં તેમનો પગાર મહિને 80 હજાર રૂપિયા આસપાસ હતો, પરંતુ તેમની 6 હજારથી શરૂ થયેલી સફરમાં ભેગી કરાયેલી કરોડોની સંપત્તિ હવે તેમને ભારે પડી છે.

આ પણ વાંચોઃ ₹21 કરોડ પાણીમાં! સુરતમાં લોકાર્પણ પહેલા જ ટાંકી ભોંયભેગી, ભ્રષ્ટાચારનો કાટમાળ જોઈને ચોંકી જશો, જુઓ Video

Frequently Asked Questions

ઓડિશામાં ભ્રષ્ટાચારના કિસ્સામાં પકડાયેલા અધિકારીનું નામ શું છે અને તેઓ કયા પદ પર હતા?

આ અધિકારીનું નામ બૈકુંઠ નાથ બેહેરા છે. તેઓ ઓડિશાના બલિગુડા સ્થિત ITDA માં આસિસ્ટન્ટ એક્ઝિક્યુટિવ એન્જિનિયર તરીકે ફરજ બજાવતા હતા.

દરોડા દરમિયાન એન્જિનિયર પાસેથી કુલ કેટલી સંપત્તિ મળી આવી છે?

એન્જિનિયરના બેંક લોકરમાંથી 2 કરોડ રૂપિયા રોકડા, 5 બહુમાળી ઇમારતો, 13 પ્લોટ અને સોનાના દાગીના સહિત કરોડોની બેનામી સંપત્તિ મળી છે.

ઓડિશા વિજિલન્સ દ્વારા આ એન્જિનિયર પર દરોડા શા માટે પાડવામાં આવ્યા હતા?

ઓડિશા વિજિલન્સને તેમની વિરુદ્ધ ભ્રષ્ટાચારની ચોક્કસ બાતમી અને આવક કરતા વધુ સંપત્તિ હોવાની ફરિયાદ મળી હતી, જેના આધારે દરોડા પાડવામાં આવ્યા.

એન્જિનિયર બૈકુંઠ નાથ બેહેરાનો પ્રારંભિક પગાર કેટલો હતો અને વર્તમાન પગાર કેટલો છે?

તેમણે 1999માં જુનિયર એન્જિનિયર તરીકે 6,000 રૂપિયાના પ્રારંભિક પગારથી શરૂઆત કરી હતી. હાલમાં તેમનો માસિક પગાર 80 હજાર રૂપિયા આસપાસ હતો.

ટોપ સ્ટોરી

Today Weather: 24 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ, 70 કિમીની ઝડપે ફૂંકાશે પવન
Today Weather: 24 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ, 70 કિમીની ઝડપે ફૂંકાશે પવન
CJIએ INDIA ગઠબંધનના નેતાઓનો પ્રસ્તાવ ફગાવ્યો, રાહુલ ગાંધીએ માર્ચની કરી જાહેરાત
CJIએ INDIA ગઠબંધનના નેતાઓનો પ્રસ્તાવ ફગાવ્યો, રાહુલ ગાંધીએ માર્ચની કરી જાહેરાત
કપિલ સિબ્બલને મળ્યા બાદ ધ્રુવ રાઠીની પ્રેસ કોન્ફરન્સ: 'હું કોઈ એક પક્ષ સાથે.….'
કપિલ સિબ્બલને મળ્યા બાદ ધ્રુવ રાઠીની પ્રેસ કોન્ફરન્સ: 'હું કોઈ એક પક્ષ સાથે.….'
RBI નો નવો નિયમ: બેંકો માટે કેશ રાખવાના નિયમો કડક, શું તમારી EMI વધશે?
RBI નો નવો નિયમ: બેંકો માટે કેશ રાખવાના નિયમો કડક, શું તમારી EMI વધશે?

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : નીતિન કાકાને બધા કરે યાદ
Hun To Bolish : હું તો બોલીશ : હવે તો બ્રેક મારો
Hun To Bolish : હું તો બોલીશ : દૂધમાં ભેળસેળ કરે છે કોણ ?
Jitu Vaghani Praises Nitin Patel : શંકર ચૌધરી બાદ જીતુ વાઘાણીએ નીતિન પટેલના કર્યા ભરપૂર વખાણ
DyCM Harsh Sanghavi: 'ફાયર બાબતે કોઈપણ બાંધછોડ ચાલશે નહીં':હર્ષ સંઘવીની ગરબા આયોજકોને ચેતવણી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Jignesh Mevani: કોંગ્રેસ ધારાસભ્ય જિજ્ઞેશ મેવાણીની વધી મુશ્કેલી, ગાંધીનગરમાં FIR દાખલ
Jignesh Mevani: કોંગ્રેસ ધારાસભ્ય જિજ્ઞેશ મેવાણીની વધી મુશ્કેલી, ગાંધીનગરમાં FIR દાખલ
Today Weather: 24 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ, 70 કિમીની ઝડપે ફૂંકાશે પવન
Today Weather: 24 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ, 70 કિમીની ઝડપે ફૂંકાશે પવન
CJIએ INDIA ગઠબંધનના નેતાઓનો પ્રસ્તાવ ફગાવ્યો, રાહુલ ગાંધીએ માર્ચની કરી જાહેરાત
CJIએ INDIA ગઠબંધનના નેતાઓનો પ્રસ્તાવ ફગાવ્યો, રાહુલ ગાંધીએ માર્ચની કરી જાહેરાત
સરકારી યુનિ.ના ઈતિહાસમાં પ્રથમ ઘટના, પૂર્વ કુલપતિ નિરજા ગુપ્તા વિરૂદ્ધ મંગાવવામાં આવી જાહેર ફરિયાદ
સરકારી યુનિ.ના ઈતિહાસમાં પ્રથમ ઘટના, પૂર્વ કુલપતિ નિરજા ગુપ્તા વિરૂદ્ધ મંગાવવામાં આવી જાહેર ફરિયાદ
સાઉદી અરેબિયામાં ભારતીયો માટે જાહેર એડવાઈઝરી, રિયાધ એરપોર્ટ પર હુમલામાં ભારતીયનું થયું હતું મોત
સાઉદી અરેબિયામાં ભારતીયો માટે જાહેર એડવાઈઝરી, રિયાધ એરપોર્ટ પર હુમલામાં ભારતીયનું થયું હતું મોત
સાડીનો બિઝનેસ શરૂ કરવો છે? સુરતના આ બજારો છે ખરીદી માટે બેસ્ટ પ્લેસ
સાડીનો બિઝનેસ શરૂ કરવો છે? સુરતના આ બજારો છે ખરીદી માટે બેસ્ટ પ્લેસ
Navratri 2026: નવરાત્રિના બીજા નોરતે આ રીતે કરો મા બ્રહ્મચારિણીની પૂજા,જાણો શુભ મુહૂર્ત
Navratri 2026: નવરાત્રિના બીજા નોરતે આ રીતે કરો મા બ્રહ્મચારિણીની પૂજા,જાણો શુભ મુહૂર્ત
IND vs WI 3rd T20: ભારતે લીધો રાંચીનો બદલો! ઇન્દોર T20 માં વેસ્ટ ઇન્ડીઝને 14 રને હરાવ્યું
IND vs WI 3rd T20: ભારતે લીધો રાંચીનો બદલો! ઇન્દોર T20 માં વેસ્ટ ઇન્ડીઝને 14 રને હરાવ્યું
Embed widget