શોધખોળ કરો

₹21 કરોડ પાણીમાં! સુરતમાં લોકાર્પણ પહેલા જ ટાંકી ભોંયભેગી, ભ્રષ્ટાચારનો કાટમાળ જોઈને ચોંકી જશો, જુઓ Video

ગુણવત્તાના નામે મીંડું: ટેસ્ટિંગ માટે પાણી ભરતા જ 15 મીટર ઊંચી ટાંકી પત્તાના મહેલની જેમ તૂટી પડી; 'રિયાલિટી ચેક'માં સિમેન્ટના પોપડા હાથથી ઉખડતા દેખાયા, 14 ગામોની તરસ છીપાવવી મુશ્કેલ.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom

Water Tank Collapse Tadkeshwar: સરકારી યોજનાઓમાં કોન્ટ્રાક્ટરો દ્વારા આચરવામાં આવતા ભ્રષ્ટાચાર (Corruption) નું વધુ એક જીવતું જાગતું ઉદાહરણ અરેઠ તાલુકાના તડકેશ્વર ગામે જોવા મળ્યું છે. પ્રજાના પરસેવાના ટેક્સના પૈસા કેવી રીતે 'પાણી'માં જાય છે, તેનો પુરાવો અહીં નિર્માણ પામેલી પાણીની નવી ટાંકી આપી રહી છે. તડકેશ્વર ગામે છેલ્લા 3 વર્ષથી ચાલી રહેલી 'ગાય પગલા જૂથ પાણી પુરવઠા યોજના' (Water Supply Scheme) અંતર્ગત તૈયાર કરવામાં આવેલી વિશાળ પાણીની ટાંકી લોકાર્પણ પહેલા જ ટેસ્ટિંગ દરમિયાન ધડામ દઈને જમીનદોસ્ત થઈ ગઈ છે. આ ઘટનાને પગલે ગ્રામજનોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે અને નબળી કામગીરી સામે અનેક સવાલો ઉભા થયા છે.

બનાવની વિગત એવી છે કે, આ યોજના અંતર્ગત અંદાજે 21 Crore (21 કરોડ) રૂપિયાના ખર્ચે ટાંકી અને સંપ બનાવવાની કામગીરી ચાલી રહી હતી. ટાંકીનું કામ લગભગ પૂર્ણતાના આરે હતું. 15 મીટર ઊંચી અને 11 Lakh (11 લાખ) લીટરની જળસંગ્રહ ક્ષમતા ધરાવતી આ ટાંકીની મજબૂતી ચકાસવા માટે છેલ્લા બે દિવસથી તેમાં પાણી ભરવામાં આવી રહ્યું હતું. ટાંકીમાં આશરે 9 Lakh લીટર પાણી ભરાયું હતું, ત્યાં જ આજે સવારે 12:00 વાગ્યાના સુમારે અચાનક ટાંકી ધરાશાયી (Tank Collapse) થઈ ગઈ હતી. સદનસીબે, આ દુર્ઘટનામાં માત્ર એક મહિલાને સામાન્ય ઈજા થઈ હતી અને કોઈ મોટી જાનહાનિ ટળી હતી. જોકે, ટાંકી તૂટતાની સાથે જ ચારેબાજુ માત્ર કોંક્રીટનો કાટમાળ અને પાણી ફરી વળ્યું હતું. સંપ થોડે દૂર હોવાથી તેને નુકસાન થયું ન હતું.

ઘટના બાદ જ્યારે સ્થળ પર કામગીરીનું 'રિયાલિટી ચેક' (Reality Check) કરવામાં આવ્યું, ત્યારે ભ્રષ્ટાચારની ગંભીર પોલ ખુલી હતી. ટાંકીના કાટમાળમાંથી સિમેન્ટના પોપડા હાથ અડાડતા જ ઉખડી રહ્યા હતા, જે કામગીરીની નબળી ગુણવત્તા (Poor Quality Construction) સાબિત કરવા પૂરતા હતા. આ ટાંકી અને સંપ દ્વારા આસપાસના 14 ગામોને પીવાનું શુદ્ધ પાણી મળવાનું હતું, પરંતુ ટાંકી તૂટી પડતા હવે ગ્રામજનોની આશા પર પણ પાણી ફરી વળ્યું છે. નવી ટાંકી ક્યારે બનશે અને ક્યારે પાણી મળશે, તે હવે મોટો પ્રશ્ન છે.

દુર્ઘટનાની જાણ થતાં જ પાણી પુરવઠા વિભાગના ઉચ્ચ અધિકારીઓ ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે 'જેન્તી સુપર એજન્સી' નામની કંપની આ કામગીરી કરી રહી હતી. અધિકારીઓએ જણાવ્યું હતું કે હવે આ દુર્ઘટનાનું સાચું કારણ જાણવા માટે SVNIT (Sardar Vallabhbhai National Institute of Technology) ના એન્જિનિયરો દ્વારા ટેકનિકલ તપાસ કરવામાં આવશે. SVNIT નો રિપોર્ટ આવ્યા બાદ જ નક્કી થશે કે ડિઝાઈનમાં ખામી હતી કે મટિરિયલમાં ગેરરીતિ આચરવામાં આવી હતી. જોકે, સવાલ એ થાય છે કે શું જવાબદાર કોન્ટ્રાકટર સામે કડક કાર્યવાહી થશે કે પછી હંમેશની જેમ 'પાણીનું નામ ભૂ' કરી દેવામાં આવશે?

Frequently Asked Questions

તડકેશ્વરમાં પાણીની ટાંકી શા માટે ધરાશાયી થઈ?

ટાંકીનું નિર્માણ કાર્ય નબળી ગુણવત્તાનું હોવાથી અને કદાચ મટિરિયલમાં ગેરરીતિ આચરવામાં આવી હોવાને કારણે લોકાર્પણ પહેલા જ ટેસ્ટિંગ દરમિયાન ધરાશાયી થઈ ગઈ.

આ પાણી પુરવઠા યોજનાનો ખર્ચ કેટલો હતો અને ટાંકીની ક્ષમતા કેટલી હતી?

આ યોજના અંતર્ગત અંદાજે 21 કરોડ રૂપિયાનો ખર્ચ હતો. 15 મીટર ઊંચી આ ટાંકીની જળસંગ્રહ ક્ષમતા 11 લાખ લીટર હતી.

આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ હતી?

સદનસીબે, આ દુર્ઘટનામાં માત્ર એક મહિલાને સામાન્ય ઈજા થઈ હતી અને કોઈ મોટી જાનહાનિ ટળી હતી.

ટાંકી ધરાશાયી થવાનું કારણ શું છે તે જાણવા માટે શું પગલાં લેવાયા છે?

દુર્ઘટનાનું સાચું કારણ જાણવા માટે SVNIT (સદાર વલ્લભભાઈ નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી) ના એન્જિનિયરો દ્વારા ટેકનિકલ તપાસ કરવામાં આવશે.

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

ગુજરાત ભાજપ સંગઠનનું નવું માળખું જાહેર, 79 કારોબારી અને 26 વિશેષ સભ્યોની નિમણૂક, જુઓ આખું લિસ્ટ
ગુજરાત ભાજપ સંગઠનનું નવું માળખું જાહેર, 79 કારોબારી અને 26 વિશેષ સભ્યોની નિમણૂક, જુઓ આખું લિસ્ટ
AAP ને મોટો ઝટકો! સૌરાષ્ટ્રના દિગ્ગજ નેતા છેડો ફાડી કોંગ્રેસમાં જોડાયા, કહ્યું-
AAP ને મોટો ઝટકો! સૌરાષ્ટ્રના દિગ્ગજ નેતા છેડો ફાડી કોંગ્રેસમાં જોડાયા, કહ્યું- "આમ આદમી પાર્ટી ભાજપનું જ...."
Bagdana Controversy: શું જયરાજ આહીરની ધરપકડ થશે ? બગદાણા હુમલા કેસમાં નવનીત બાલધિયા SITને આપશે સજ્જડ પુરાવા!
Bagdana Controversy: શું જયરાજ આહીરની ધરપકડ થશે ? બગદાણા હુમલા કેસમાં નવનીત બાલધિયા SITને આપશે સજ્જડ પુરાવા!
PSI-LRDના ઉમેદવારો માટે મોટા સમાચાર, શારીરિક કસોટીની પરીક્ષાની તારીખ જાહેર, જાણો ક્યારે યોજાશે
PSI-LRDના ઉમેદવારો માટે મોટા સમાચાર, શારીરિક કસોટીની પરીક્ષાની તારીખ જાહેર, જાણો ક્યારે યોજાશે
Advertisement

વિડિઓઝ

Ahmedabad news : ઘાટલોડિયાની નેશનલ સ્કૂલ બહાર વિદ્યાર્થી પર જીવલેણ હુમલો
Hun To Bolish : હું તો બોલીશ : ચાલો સુધરી જઈએ
Hun To Bolish : હું તો બોલીશ : અધિકારી-ધારાસભ્ય વચ્ચે સંકલન કેમ નહીં?
Thakor Sane : અલ્પેશ ઠાકોર પહેલા જ મહેસાણામાં અભિજિતસિંહ બારડનું શક્તિ પ્રદર્શન
Rajkot News : રાજકોટમાં શિક્ષણમંત્રીની હાજરીમાં વિપક્ષે ખોલી સરકારી શાળાની પોલ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ગુજરાત ભાજપ સંગઠનનું નવું માળખું જાહેર, 79 કારોબારી અને 26 વિશેષ સભ્યોની નિમણૂક, જુઓ આખું લિસ્ટ
ગુજરાત ભાજપ સંગઠનનું નવું માળખું જાહેર, 79 કારોબારી અને 26 વિશેષ સભ્યોની નિમણૂક, જુઓ આખું લિસ્ટ
AAP ને મોટો ઝટકો! સૌરાષ્ટ્રના દિગ્ગજ નેતા છેડો ફાડી કોંગ્રેસમાં જોડાયા, કહ્યું-
AAP ને મોટો ઝટકો! સૌરાષ્ટ્રના દિગ્ગજ નેતા છેડો ફાડી કોંગ્રેસમાં જોડાયા, કહ્યું- "આમ આદમી પાર્ટી ભાજપનું જ...."
Bagdana Controversy: શું જયરાજ આહીરની ધરપકડ થશે ? બગદાણા હુમલા કેસમાં નવનીત બાલધિયા SITને આપશે સજ્જડ પુરાવા!
Bagdana Controversy: શું જયરાજ આહીરની ધરપકડ થશે ? બગદાણા હુમલા કેસમાં નવનીત બાલધિયા SITને આપશે સજ્જડ પુરાવા!
PSI-LRDના ઉમેદવારો માટે મોટા સમાચાર, શારીરિક કસોટીની પરીક્ષાની તારીખ જાહેર, જાણો ક્યારે યોજાશે
PSI-LRDના ઉમેદવારો માટે મોટા સમાચાર, શારીરિક કસોટીની પરીક્ષાની તારીખ જાહેર, જાણો ક્યારે યોજાશે
Shankaracharya: ‘હિન્દુઓ કાયર છે, મુસ્લિમો ધન્ય છે!’ શંકરાચાર્યના આ નિવેદને દેશભરમાં લગાવી આગ, જાણો કેમ?
Shankaracharya: ‘હિન્દુઓ કાયર છે, મુસ્લિમો ધન્ય છે!’ શંકરાચાર્યના આ નિવેદને દેશભરમાં લગાવી આગ, જાણો કેમ?
સર્વર ડાઉનનું ટેન્શન ગયું! રેશનકાર્ડ ધારકો માટે આવી નવી એપ, હવે કલાકો સુધી લાઈનમાં ઉભા રહેવું નહીં પડે
સર્વર ડાઉનનું ટેન્શન ગયું! રેશનકાર્ડ ધારકો માટે આવી નવી એપ, હવે કલાકો સુધી લાઈનમાં ઉભા રહેવું નહીં પડે
મુંબઈમાં કઈ પાર્ટીમાંથી બનશે મેયર? શિવસેના કરશે નિર્ણય, શિંદેની આ માંગને લઈ BJP પરેશાન! 
મુંબઈમાં કઈ પાર્ટીમાંથી બનશે મેયર? શિવસેના કરશે નિર્ણય, શિંદેની આ માંગને લઈ BJP પરેશાન! 
Ahmedabad: ઘાટલોડિયાની  નેશનલ સ્કૂલ બહાર વિદ્યાર્થી પર જૂની અદાવતમાં હુમલો 
Ahmedabad: ઘાટલોડિયાની  નેશનલ સ્કૂલ બહાર વિદ્યાર્થી પર જૂની અદાવતમાં હુમલો 
Embed widget