શોધખોળ કરો

Odisha : બાલાસોરમાં ઘટનાસ્થળેથી PM મોદીએ કયા 2 લોકોને કર્યા ફોન???

સૌકોઈને સવાલ થઈ રહ્યો છે કે, આખરે પીએમ મોદી કોને ફોન કરી રહ્યાં હશે? સામાન્ય રીતે પીએમ મોદી જાહેરમાં આ રીતે ફોન પર કોઈની સાથે વાત કરતા હોય તેવું જોવા નથી મળતું.

Odisha Train Accident : ઓડિશાના બાલાસોરમાં ટ્રેન દુર્ઘટનામાં અત્યાર સુધીમાં 288 લોકોના મોત થયા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી બચાવ કાર્યની સમીક્ષા કરવા માટે ઘટનાસ્થળે પહોંચ્યા હતા અને ત્યાર બાદ હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા ઈજાગ્રસ્તોને મળ્યા હતાં અને તેમના ખબર અંતર પુછ્યા હતાં. ઘટનાસ્થળે પીએમ મોદીએ ત્યાં હાજર અધિકારીઓને પણ મળ્યા હતા. આ દરમિયાન પીએમ મોદી મોબાઈલ ફોન પર કોઈની સાથે વાત કરતા જોવા મળ્યા હતા. 

સૌકોઈને સવાલ થઈ રહ્યો છે કે, આખરે પીએમ મોદી કોને ફોન કરી રહ્યાં હશે? સામાન્ય રીતે પીએમ મોદી જાહેરમાં આ રીતે ફોન પર કોઈની સાથે વાત કરતા હોય તેવું જોવા નથી મળતું. પરંતુ બાલાસોર ખાતે ઘટેલી ભયાનક ટ્રેન અકસ્માત સ્થળ અને પીડિતોની મુલાકાત દરમિયાન પીએમ મોદી જાહેરમાં કોઈની સાથે મોબાઈલ ફોન કરતા નજરે પડ્યાં હતાં. 

પીએમ મોદીએ આ દરમિયાન બે ફોન કોલ કર્યા હતાં. આ મામલે એવું કહેવામાં આવી રહ્યું છે કે, વડાપ્રધાને ઘટનાસ્થળેથી જ કેબિનેટ સચિવ રાજીવ ગૌબા અને સ્વાસ્થ્ય મંત્રી મનસુખ માંડવિયા સાથે સીધી વાત કરી હતી.

પીએમ મોદીએ અધિકારીઓને લોકોની સારી સારવાર માટે વ્યવસ્થા કરવા નિર્દેશ આપ્યા હતાં. આ સાથે તેમણે ઈજાગ્રસ્તો અને તેમના પરિવારોને જરૂરી તમામ મદદ પૂરી પાડવા જણાવ્યું હતું. પીએમ મોદીએ એ સુનિશ્ચિત કરવા પણ કહ્યું હતું કે, શોકગ્રસ્ત પરિવારોને કોઈ અસુવિધાનો સામનો કરવો ન પડે.

મૃત્યુઆંકમાં ચિંતાજનક વધારો

બાલાસોર જિલ્લામાં શુક્રવારે સાંજે ત્રણ ટ્રેનોની અથડામણમાં મૃતકોની સંખ્યા વધીને 288 થઈ ગઈ છે. કોરોમંડલ એક્સપ્રેસ અને બેંગલુરુ-હાવડા એક્સપ્રેસ ટ્રેન પાટા પરથી ઉતરી ગઈ અને માલસામાન ટ્રેન સાથે અથડાઈ ત્યારે એક ભયાનક રેલ અકસ્માત થયો હતો. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શનિવારે ઓડિશાના બાલાસોર જિલ્લાના બહાનાગા ખાતે ટ્રેન દુર્ઘટના સ્થળનું નિરીક્ષણ કર્યું હતું. તેમણે રાહત અને ઓપરેશનલ પુનઃસ્થાપનના કામોની સમીક્ષા કરી હતી.

વડાપ્રધાનની સાથે રેલ્વે મંત્રી અશ્વિની વૈષ્ણવ અને કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાન પણ હતા. વડાપ્રધાનને બંને કેન્દ્રીય પ્રધાનો તેમજ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ટીમના અધિકારીઓ દ્વારા પરિસ્થિતિ વિશે માહિતગાર કરવામાં આવ્યા હતા. વડાપ્રધાને ઓડિશાના મહેસૂલ અને આપત્તિ વ્યવસ્થાપન મંત્રી પ્રમિલા મલિક તેમજ સ્થાનિક પોલીસવડા સાથે પણ વાત કરી હતી.

PMએ દરેક એંગલથી તપાસ કરવાના આપ્યા નિર્દેશ

પીએમ મોદીએ દુર્ઘટના બાદ આ રૂટ પર ટ્રેન સેવાઓ પુનઃસ્થાપિત કરવા માટે ચાલી રહેલા કામની પ્રગતિ વિશે પણ પૂછપરછ કરી હતી. ત્યાર બાદ પીએમ મોદી હોસ્પિટલ ગયા અને ઘાયલોને પણ મળ્યા હતાં. પીએમ મોદીએ કહ્યું હતું, આ એક દર્દનાક ઘટના છે. ઘાયલોની સારવાર માટે સરકાર કોઈ કસર છોડશે નહીં. આ એક ગંભીર ઘટના છે, દરેક એંગલથી તપાસ કરવાની સૂચના આપવામાં આવી છે. દોષિતોને સખત સજા કરવામાં આવશે. રેલવે ટ્રેકને પુનઃસ્થાપિત કરવાની દિશામાં કામ ચાલી રહ્યું છે. હું ઘાયલોને મળ્યો.

વડાપ્રધાને બહંગા બજારમાં અકસ્માત સ્થળ પર પહોંચતા પહેલા ટ્રેન દુર્ઘટના અંગે નવી દિલ્હીમાં એક ઉચ્ચ સ્તરીય બેઠકની અધ્યક્ષતા કરી હતી. વડાપ્રધાન કાર્યાલય (PMO)એ ટ્વીટ કર્યું હતું કે, 'વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઓડિશામાં ટ્રેન દુર્ઘટનાને પગલે પરિસ્થિતિની સમીક્ષા કરવા માટે એક બેઠકની અધ્યક્ષતા કરી. સમીક્ષા બેઠકમાં અસરગ્રસ્ત લોકોના બચાવ, રાહત અને તબીબી સારવાર સંબંધિત પાસાઓની ચર્ચા કરવામાં આવી હતી.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

‘ભારત નબળું નહીં પડે...’, કેનેડામાં હિન્દુ મંદિર પર થયેલા હુમલા પર PM મોદીએ કહી મોટી વાત
‘ભારત નબળું નહીં પડે...’, કેનેડામાં હિન્દુ મંદિર પર થયેલા હુમલા પર PM મોદીએ કહી મોટી વાત
આ પાડોશી દેશે ભારત વિરૂદ્ધ લીધો મોટો નિર્ણય,  PAK-કેનેડા કરતાં પણ વધારે.....
આ પાડોશી દેશે ભારત વિરૂદ્ધ લીધો મોટો નિર્ણય, PAK-કેનેડા કરતાં પણ વધારે.....
વાવ પેટા ચૂંટણીમાં પાઘડી પોલિટિક્સ બાદ હવે આયાતી પોલિટિક્સની એન્ટ્રી, સંઘવી અને ગુલાબસિંહ વચ્ચે શાબ્દિક જંગ
વાવ પેટા ચૂંટણીમાં પાઘડી પોલિટિક્સ બાદ હવે આયાતી પોલિટિક્સની એન્ટ્રી, સંઘવી અને ગુલાબસિંહ વચ્ચે શાબ્દિક જંગ
Rohit Sharma: ન્યૂઝીલેન્ડથી ક્લીન સ્વીપ બાદ આ 2 ખેલાડી બની શકે છે ટીમ ઈન્ડિયાના કેપ્ટન
Rohit Sharma: ન્યૂઝીલેન્ડથી ક્લીન સ્વીપ બાદ આ 2 ખેલાડી બની શકે છે ટીમ ઈન્ડિયાના કેપ્ટન
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : કેનેડાને પૂરું કરોHun To Bolish : હું તો બોલીશ : નવા વર્ષે તો સુધરોVav by-Poll 2024: વાવ ચૂંટણીમાં હવે આયાતી પોલિટિક્સની એન્ટ્રી, હર્ષ સંઘવી અને ગુલાબસિંહ રાજપૂત વચ્ચે શાબ્દિક જંગIsudan Gadhvi: અમદાવાદમાં AAPના કાર્યાલયમાં તાળું તૂટ્યું, મહત્ત્વની વસ્તુ ચોરાયાનો ઈસુદાનનો આરોપ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
‘ભારત નબળું નહીં પડે...’, કેનેડામાં હિન્દુ મંદિર પર થયેલા હુમલા પર PM મોદીએ કહી મોટી વાત
‘ભારત નબળું નહીં પડે...’, કેનેડામાં હિન્દુ મંદિર પર થયેલા હુમલા પર PM મોદીએ કહી મોટી વાત
આ પાડોશી દેશે ભારત વિરૂદ્ધ લીધો મોટો નિર્ણય,  PAK-કેનેડા કરતાં પણ વધારે.....
આ પાડોશી દેશે ભારત વિરૂદ્ધ લીધો મોટો નિર્ણય, PAK-કેનેડા કરતાં પણ વધારે.....
વાવ પેટા ચૂંટણીમાં પાઘડી પોલિટિક્સ બાદ હવે આયાતી પોલિટિક્સની એન્ટ્રી, સંઘવી અને ગુલાબસિંહ વચ્ચે શાબ્દિક જંગ
વાવ પેટા ચૂંટણીમાં પાઘડી પોલિટિક્સ બાદ હવે આયાતી પોલિટિક્સની એન્ટ્રી, સંઘવી અને ગુલાબસિંહ વચ્ચે શાબ્દિક જંગ
Rohit Sharma: ન્યૂઝીલેન્ડથી ક્લીન સ્વીપ બાદ આ 2 ખેલાડી બની શકે છે ટીમ ઈન્ડિયાના કેપ્ટન
Rohit Sharma: ન્યૂઝીલેન્ડથી ક્લીન સ્વીપ બાદ આ 2 ખેલાડી બની શકે છે ટીમ ઈન્ડિયાના કેપ્ટન
SBI યુઝર્સ સાવધાન! WhatsApp પર આવો મેસેજ આવે તો ક્લિક ન કરતા, બેંકે એલર્ટ જાહેર કર્યું
SBI યુઝર્સ સાવધાન! WhatsApp પર આવો મેસેજ આવે તો ક્લિક ન કરતા, બેંકે એલર્ટ જાહેર કર્યું
Chhath Puja 2024: છઠ પૂજા પર કરો આ કામ, પિતૃ દોષમાંથી મળશે મુક્તિ, બાળકો રહેશે ખુશ
Chhath Puja 2024: છઠ પૂજા પર કરો આ કામ, પિતૃ દોષમાંથી મળશે મુક્તિ, બાળકો રહેશે ખુશ
2025 માં આવશે Reliance Jio IPO, સૌથી મોટા આઈપીઓને લઈને મોટા સમાચાર
2025 માં આવશે Reliance Jio IPO, સૌથી મોટા આઈપીઓને લઈને મોટા સમાચાર
અરવિંદ કેજરીવાલના નિશાને ભાજપ, કહ્યું - 'ભૂલથી BJP ને વોટ આપ્યો તો દિલ્હીને યુપી-બિહાર...'
અરવિંદ કેજરીવાલના નિશાને ભાજપ, કહ્યું - 'ભૂલથી BJP ને વોટ આપ્યો તો દિલ્હીને યુપી-બિહાર...'
Embed widget