શોધખોળ કરો

રેપ કેસમાં ફાટેલા હાઇમનનો લાભ લઇને આરોપી દુષ્કર્મના ગુનામાંથી છટકી શકતો નથી : હાઇકોર્ટ

Allahabad High Court hearing:રેપના કેસની સુનાવણી કરતા, અલ્હાબાદ હાઈકોર્ટે જણાવ્યું હતું કે, ફાટેલા હાઇમેનના આધારે આરોપીને છટકવાનો લાભ આપી શકાય નહિ. . વધુમાં, હાઈકોર્ટે જણાવ્યું હતું કે રેપ એક કાનૂની શબ્દ છે, તબીબી શબ્દ નથી.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • ઇલાહાબાદ કોર્ટે બળાત્કાર કેસમાં મહત્વપૂર્ણ ટિપ્પણી કરી.
  • ફાટેલું હાઇમન આરોપીને દોષમુક્ત કરી શકે નહીં.
  • બળાત્કાર કાનૂની શબ્દ; હાઇમન અન્ય કારણોથી પણ ફાટી શકે.
  • 1982ના કેસમાં આરોપીની સજા યથાવત, ભારે દંડ.

Allahabad High Court hearing:રેપના ના એક જૂના કેસની સુનાવણી દરમિયાન ઇલાહાબાદ હાઈકોર્ટે મહત્વપૂર્ણ ટિપ્પણી કરી છે. કોર્ટે કહ્યું કે, જો કોઈ રેપ પીડિતાનું હાઇમન (યોનિછદ) તબીબી તપાસમાં પહેલેથી ફાટેલું હોવાનું જાણવા મળે, તો માત્ર આ કારણસર આરોપીને શંકાનો લાભ આપી શકાય નહીં. કોર્ટે વધુમાં જણાવ્યું કે, જો પીડિતાનું નિવેદન વિશ્વસનીય હોય, તો મેડિકલ રિપોર્ટમાં હાઇમન પહેલેથી ફાટેલું હોવાનું લખાયેલ હોવા છતાં આરોપીને નિર્દોષ જાહેર કરી શકાય નહીં.

ન્યાયમૂર્તિ સંતોષ રાયની એકલપીઠે 1982ના એક રેપ  કેસની સુનાવણી દરમિયાન આ ટિપ્પણી કરી હતી અને આરોપીની સજા યથાવત રાખી હતી.

આ પણ વાંચો: અમેરિકાએ 24 કલાકમાં ઈરાનમાં બીજી વખત કર્યો મોટો હુમલો, ડ્રોન સાઈટ્સ અને સૈન્ય ઠેકાણાને બનાવ્યા નિશાન

રેપ  કાનૂની શબ્દ છે, તબીબી નહીં

કોર્ટે સ્પષ્ટ કર્યું કે "રેપ " (Rape) એક કાનૂની શબ્દ છે, તબીબી શબ્દ નથી. તેથી ડૉક્ટર દ્વારા હાઇમન પહેલેથી ફાટેલું હોવાનું જણાવવાથી આપમેળે એ સાબિત થતું નથી કે, પીડિતા સાથે બળાત્કાર થયો નહોતો. કોર્ટે જણાવ્યું કે હાઇમન અનેક કારણોસર ફાટી શકે છે, જેમ કે:

  • રમતગમત
  • સાયકલ ચલાવવી
  • જિમ્નાસ્ટિક
  • ઘોડેસવારી
  • અકસ્માત
  • અન્ય શારીરિક પ્રવૃત્તિઓ

આ ઉપરાંત કેટલીક મહિલાઓમાં જન્મથી જ હાઇમન હોતું નથી અથવા તે એટલું લવચીક હોય છે કે યૌન સંબંધ બાદ પણ ફાટતું નથી.

શું હતો સમગ્ર મામલો?
આ ઘટના ફેબ્રુઆરી 1982ની છે. અભિયોજન પક્ષના જણાવ્યા મુજબ, 15 વર્ષની એક યુવતી ગામની બહાર શૌચ માટે ગઈ હતી. ત્યાં આરોપી અને તેના સાથીએ તેની સાથે રેપ કર્યો અને જ્યારે તેણે વિરોધ કર્યો ત્યારે તેની સાથે મારપીટ પણ કરી.  1983માં ટ્રાયલ કોર્ટે આરોપીને દોષિત ઠેરવીને ત્રણ વર્ષની કઠોર કેદની સજા ફટકારી હતી.

હાઈકોર્ટમાં આરોપીએ દલીલ કરી કે, મેડિકલ રિપોર્ટમાં પીડિતાનું હાઇમન પહેલેથી ફાટેલું હોવાનું દર્શાવાયું છે, જેનાથી સાબિત થાય છે કે તે પહેલેથી જ યૌન સંબંધોની આદી હતી, તેથી તેની સાથે રેપ  થયો નથી.  પરંતુ હાઈકોર્ટે આ દલીલને સંપૂર્ણપણે નકારી કાઢી.

સજા યથાવત રાખી અને દંડ પણ ફટકાર્યો

હાઈકોર્ટે આરોપીની સજા યથાવત રાખી. સાથે જ કોર્ટે નોંધ્યું કે, ટ્રાયલ કોર્ટે તે સમયે લાગુ કાયદા મુજબ લઘુત્તમ સજાથી ઓછી સજા કેમ આપી તેની કોઈ યોગ્ય કારણ નોંધ્યું નહોતું અને દંડ પણ ફટકાર્યો નહોતો, જે કાનૂની રીતે યોગ્ય નહોતું.  કોર્ટે આરોપીની પ્રોબેશન પર મુક્તિની માંગ પણ ફગાવી દીધી અને કહ્યું કે, રેપ  જેવા ગંભીર ગુનામાં આવું કરવાથી સમાજમાં ખોટો સંદેશ જશે.

આ ઉપરાંત, કોર્ટે આરોપી પર ₹50,000નો દંડ ફટકાર્યો, તેની જામીન રદ કરી અને તેને 10 દિવસની અંદર ટ્રાયલ કોર્ટમાં આત્મસમર્પણ કરવાનો આદેશ આપ્યો.

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

80મા સ્વતંત્રતા દિવસ પર PM મોદીએ લાલ બાંધણીની પાઘડી સાથે દેશને આપ્યો આ એક ખાસ સંદેશ
80મા સ્વતંત્રતા દિવસ પર PM મોદીએ લાલ બાંધણીની પાઘડી સાથે દેશને આપ્યો આ એક ખાસ સંદેશ
80th Independence Day Live: કોઇ પણ રાષ્ટ્ર ત્યારે મહાન બને છે જ્યારે તે સિદ્ધિઓને પ્રાપ્ત કરે છે: PM મોદી
80th Independence Day Live: કોઇ પણ રાષ્ટ્ર ત્યારે મહાન બને છે જ્યારે તે સિદ્ધિઓને પ્રાપ્ત કરે છે: PM મોદી
છેલ્લા એક દશકમાં દેશે ઝડપથી પ્રગતિ કરી- રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂનું રાષ્ટ્રજોગ સંબોધન
છેલ્લા એક દશકમાં દેશે ઝડપથી પ્રગતિ કરી- રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂનું રાષ્ટ્રજોગ સંબોધન
Weather Update: 15 ઓગસ્ટે ગુજરાત સહિત આ રાજ્યોમાં ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી,લેટેસ્ટ અપડેટ  
Weather Update: 15 ઓગસ્ટે ગુજરાત સહિત આ રાજ્યોમાં ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી,લેટેસ્ટ અપડેટ  
Advertisement

વિડિઓઝ

Gandhinagar news : દંતાલીમાં ગેરકાયદે ગેસ રિફિલિંગ કૌભાંડનો પર્દાફાશ
Hun To Bolish : હું તો બોલીશ : ટ્રાફિકના ચલણને ગંભીરતાથી લેજો
Hun To Bolish : હું તો બોલીશ : પીવાનું પાણી તો શુદ્ધ આપો
Gujarat Rain Forecast : ગુજરાતમાં 7 દિવસ વરસાદની આગાહી, જુઓ કયા કયા પડશે વરસાદ | ABP Asmita
CM Bhupendra Patel: 80મા સ્વતંત્ર દિવસની પૂર્વ સંધ્યાએ CM ભૂપેન્દ્ર પટેલનું પ્રજાજોગ સંબોધન
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Weather Update: 15 ઓગસ્ટે ગુજરાત સહિત આ રાજ્યોમાં ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી,લેટેસ્ટ અપડેટ  
Weather Update: 15 ઓગસ્ટે ગુજરાત સહિત આ રાજ્યોમાં ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી,લેટેસ્ટ અપડેટ  
80મા સ્વતંત્રતા દિવસ પર PM મોદીએ લાલ બાંધણીની પાઘડી સાથે દેશને આપ્યો આ એક ખાસ સંદેશ
80મા સ્વતંત્રતા દિવસ પર PM મોદીએ લાલ બાંધણીની પાઘડી સાથે દેશને આપ્યો આ એક ખાસ સંદેશ
ગુજરાતમાં ટ્રાફિક નિયમોમાં મોટો ફેરફાર, નવી ચલણ સિસ્ટમ લાગુ, લાયસન્સ સસ્પેન્ડ સુધીના નવા નિયમો જાણો
ગુજરાતમાં ટ્રાફિક નિયમોમાં મોટો ફેરફાર, નવી ચલણ સિસ્ટમ લાગુ, લાયસન્સ સસ્પેન્ડ સુધીના નવા નિયમો જાણો
Post Office ની શાનદાર સ્કીમ, માત્ર 200 રુપિયા જમા કરવા પર મળશે 4 લાખ, જુઓ ગણતરી
Post Office ની શાનદાર સ્કીમ, માત્ર 200 રુપિયા જમા કરવા પર મળશે 4 લાખ, જુઓ ગણતરી
8th Pay Commission: નિવૃતિ પર ₹25 લાખના બદલે મળશે  ₹75 લાખ? જાણો ગ્રેચ્યુઇટી પર કર્મચારીઓને શું છે આશા
8th Pay Commission: નિવૃતિ પર ₹25 લાખના બદલે મળશે  ₹75 લાખ? જાણો ગ્રેચ્યુઇટી પર કર્મચારીઓને શું છે આશા
છેલ્લા એક દશકમાં દેશે ઝડપથી પ્રગતિ કરી- રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂનું રાષ્ટ્રજોગ સંબોધન
છેલ્લા એક દશકમાં દેશે ઝડપથી પ્રગતિ કરી- રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂનું રાષ્ટ્રજોગ સંબોધન
Fixed Deposit: નિવૃતિ બાદ કામ આવશે આ ફિક્સ્ડ ડિપોઝિટ, દર મહિને FD વ્યાજથી 10,000 ની કમાણી 
Fixed Deposit: નિવૃતિ બાદ કામ આવશે આ ફિક્સ્ડ ડિપોઝિટ, દર મહિને FD વ્યાજથી 10,000 ની કમાણી 
Gujarat Rain: રાજ્યમાં 6 સિસ્ટમ સક્રિય, 7 દિવસ વરસાદી માહોલ રહેશે, જાણો ક્યાં તૂટી પડશે
Gujarat Rain: રાજ્યમાં 6 સિસ્ટમ સક્રિય, 7 દિવસ વરસાદી માહોલ રહેશે, જાણો ક્યાં તૂટી પડશે
Embed widget