Omicron Variant: નવા વેરિયન્ટથી બચવા કેન્દ્રએ બતાવ્યા છ ઉપાય, રાજ્યો સાથે મળીને બનાવી આ રણનીતિ
રાજેશ ભૂષણે દેશના તમામ રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોનના અધિકારીઓ સાથે નવા વેરિઅન્ટને લઈ મંથન કર્યું અને કહ્યું કે જો રાજ્યો આ ઉપાયો અજમાવે તો ઓમિક્રોન વેરિયન્ટ અંગે ઝડપથી ખબર પડી જશે.
Omicron Variant Update: કોરોનાના નવા વેરિયન્ટ ઓમિક્રોનને જોતાં કેન્દ્ર અને રાજ્ય સરકારે વચ્ચે બેઠક શરૂ થઈ ગઈ છે. આ દરમિયાન કેન્દ્રીય સ્વાસ્થ્ય સચિવ રાજેશ ભૂષણે દેશના તમામ રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોનના અધિકારીઓ સાથે નવા વેરિઅન્ટને લઈ મંથન કર્યું અને કહ્યું કે જો રાજ્યો આ ઉપાયો અજમાવે તો ઓમિક્રોન વેરિયન્ટ અંગે ઝડપથી ખબર પડી જશે.
આ છ ઉપાયો અજમાવવા કેન્દ્રએ રાજ્યોને કરી અપીલ
- કેન્દ્રીય સ્વાસ્થ્ય સચિવે રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોને ટેસ્ટિંગ વધારવા કહ્યું છે. જેથી કરીને યોગ્ય સમય રહેતા કેસ સામે આવી શકે અને તેનું મેનેજમેન્ટ થઈ શકે
- કેન્દ્રએ રાજ્યોને કન્ટેનમેન્ટ ઝોન તૈયાર કરવા કહ્યું છે.
- રાજ્યોમાં દરેક સ્તર પર દેખરેખ વધારવા પણ જણાવ્યું છે.
- હોટસ્પોટમાં વિશેષ ધ્યાન આપવા કહ્યું છે.
- વેક્સિનેશન પર ભાર આપવા પણ જણાવ્યું છે.
- હેલ્થ ઈન્ફ્રાસ્ટ્રક્ચરને મજબૂત કરવાનું પણ સામેલ છે.
આરટી-પીસીઆર અને રેટ પરીક્ષણથી બચી ન શકે ઓમિક્રોન વેરિયન્ટ
કેન્દ્રીય સ્વાસ્થ્ય સચિવ રાજેશ ભૂષણે કહ્યું, ઓમિક્રોન વેરિયન્ટ આરટી-પીસીઆ અને રેટ પરીક્ષણથી સરળતાથી ઓળખી શકાય છે. ભૂષણે રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોને માળખાકીય સુવિધા ઉભી કરવા અને હોમ આઇસોલેશન પર દેખરેખ વધારવા કહ્યું છે.
શું બૂસ્ટર ડોઝથી ઓમિક્રોનના સંક્રમણથી મળશે રાહત? જાણો શું કહે છે એક્સપર્ટ
નવા વેરિયન્ટની ચિંતા વચ્ચે અનેક દેશોએ બૂસ્ટર ડોઝની તૈયારી કરી લીધી છે ફ્રાંસ પહેલાથી બૂસ્ટર ડોઝના વેક્સિનેશનને અનિવાર્ય બનાવી ચૂક્યું છે. બ્રિટન પણ 18 વર્ષથી મોટી ઉંમરના લોકોને બૂસ્ટર ડોઝ આપવાની તૈયારી કરી રહ્યું છે.વેક્સિનેશન પર સંયુકત સમિતિના અધ્યક્ષ વી શેન લિમે કહ્યું કે, “ કોરોનાના રસીના બૂસ્ટર ડોઝથી ઓમિક્રોન વેરિયન્ટ સામે લડવા માટે ઇમ્યૂન સિસ્ટમ વધુ મજબૂત બનશે, નવી જાહેરાતમાં, જ્યારે તમામ પુખ્ત વયના લોકોને એન્ટી-કોવિડ રસીનો ત્રીજો ડોઝ આપવાનું કહેવામાં આવ્યું છે, એટલે કે, રસીનો બીજો ડોઝ 12-15 વર્ષના બાળકોને આપવામાં આવ્યો છે. જેમાં કોવિડ સામે રક્ષણ માટે રસીકરણને સૌથી મજબૂત હથિયાર ગણાવ્યું હતું.