શોધખોળ કરો
Advertisement
કાશ્મીરના બડગામમાં આતંકી ઠેકાણાનો પર્દાફાશ, લશ્કર-એ-તૈયબાના આતંકીની ધરપકડ
આંતકી ઝહૂર વાનીને અન્ય આતંકી યૂસુફ કાંતારુનો નજીકનો સહયોગી ગણવામાં આવે છે. ઝહૂર, યૂસુફને પરિવહન સહિતની જરૂરી સેવા ઉપલબ્ધ કરાવતો હતો.
શ્રીનગરઃ સેનાના કાશ્મીર ઘાટીમાં મોટી સફળતા મળી છે. સુરક્ષાદળોએ કાશ્મીરના બડગામાં આતંકી અડ્ડાનો પર્દાફાશ કરીને લશ્કર-એ-તૈયબાના આતંકી ઝહૂર વાનીની ધરપકડ કરી છે. સેનાએ તેની પાસેથી હથિયાર અને દારૂગોળો પણ કબજે કર્યો છે. આતંકી ઝહૂરે તેના ઘરથી 200-300 મીટરના અંતરે જ અડ્ડો બનાવ્યો હતો.
આંતકી ઝહૂર વાનીને અન્ય આતંકી યૂસુફ કાંતારુનો નજીકનો સહયોગી ગણવામાં આવે છે. ઝહૂર, યૂસુફને પરિવહન સહિતની જરૂરી સેવા ઉપલબ્ધ કરાવતો હતો. યૂસુફ બડગામ અને બારામૂલામાં સક્રિય છે.
પોલીસના જણાવ્યા મુજબ, આ ગ્રુપ થોડા મહિનાથી આ વિસ્તારમાં સક્રિય હતું. સુરંગમાંથી મળેલો સામાન જોઈને લાગે છે કે આતંકી અનેક દિવસોથી અહીં રોકાયા હતા. આ સુરંગ ઝહૂર વાનીના ઘરની એકદમ નજીક છે. વાની લાંબા સમયથી આતંકીઓની મદદ કરતો હતો. હિઝબૂલ મુઝાહિદ્દીન કમાંડર રિયાઝ નાઈકૂના ખાતમા બાદ સુરક્ષા એજન્સીઓ ફરીથી સક્રિય થઈ ગઈ છે. કાશ્મીરના મોસ્ટ વોન્ટેડ આતંકી અને હિઝબુલના ટોપ કમાન્ડર રિયાઝ નાઈકૂ પર સેનાએ 12 લાખ રૂપિયાનું ઈનામ જાહેર કર્યુ હતું.During further investigation, 4 other terror associates, all residents of Khansaib, were also arrested. They were involved in providing logistic support & shelter to Lashkar-e-Taiba terrorists. This group was active in the area for the last few months: J&K Police https://t.co/vtE5LHAlvP
— ANI (@ANI) May 16, 2020
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
અમદાવાદ
સ્પોર્ટ્સ
ક્રિકેટ
જામનગર
Advertisement