શોધખોળ કરો

One Nation, One Election: વન નેશન, વન ઈલેક્શન કમિટિનું બહાર પાડવામાં આવ્યું જાહેરનામું, કોંગ્રેસના આ નેતાને મળ્યું સ્થાન

One Nation, One Election: કેન્દ્ર સરકારે શનિવારે (2 સપ્ટેમ્બર) વન નેશન, વન ઇલેક્શનની કમિટી અંગે નોટિફિકેશન બહાર પાડ્યું હતું. સમિતિના અધ્યક્ષ પૂર્વ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ છે.

One Nation, One Election: કેન્દ્ર સરકારે શનિવારે (2 સપ્ટેમ્બર) વન નેશન, વન ઇલેક્શનની કમિટી અંગે નોટિફિકેશન બહાર પાડ્યું હતું. સમિતિના અધ્યક્ષ પૂર્વ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ છે. સમિતિના સભ્યોમાં ગૃહમંત્રી અમિત શાહ, લોકસભામાં કોંગ્રેસના નેતા અધીર રંજન ચૌધરી, ગુલામ નબી આઝાદ, એનકે સિંહ, સુભાષ સિંહ કશ્યપ, હરીશ સાલ્વે અને સંજય કોઠારીનો સમાવેશ થાય છે.

સમિતિનું નામ ઉચ્ચ સ્તરીય સમિતિ કહેવાશે અને અંગ્રેજીમાં તેને HLC કહેવામાં આવશે. કાયદા અને ન્યાય વિભાગના સચિવ નીતિન ચંદ્રા તેનો એક ભાગ હશે. નિતેન ચંદ્રા પણ HLCના સચિવ રહેશે. આ ઉપરાંત સમિતિની બેઠકમાં કેન્દ્રીય ન્યાય મંત્રી અર્જુન રામ મેઘવાલ હાજર રહેશે.

'વન નેશન, વન ઈલેક્શન' પર કેન્દ્રીય સંસદીય કાર્ય મંત્રી પ્રહલાદ જોશીએ કહ્યું, 'હમણાં જ એક સમિતિની રચના કરવામાં આવી છે. કમિટિનો રિપોર્ટ આવશે જેની ચર્ચા કરવામાં આવશે. સંસદ પરિપક્વ છે અને ચર્ચા થશે. ગભરાવાની જરૂર નથી… ભારતને લોકશાહીની માતા કહેવામાં આવે છે, અહીં વિકાસ થયો છે… હું સંસદના વિશેષ સત્રના એજન્ડા પર ચર્ચા કરીશ.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પોતે એક રાષ્ટ્ર-એક ચૂંટણીની હિમાયત કરી છે. આ બિલના સમર્થન પાછળ સૌથી મોટી દલીલ એ છે કે તેનાથી ચૂંટણીમાં ખર્ચવામાં આવતા કરોડો રૂપિયાની બચત થઈ શકે છે. નાણાંનો બગાડ ટાળવા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અનેક પ્રસંગોએ વન નેશન-વન ઇલેક્શનની હિમાયત કરી છે. તેની તરફેણમાં કહેવાયું છે કે વન નેશન-વન ઈલેક્શન બિલ લાગુ થવાથી દેશમાં દર વર્ષે યોજાતી ચૂંટણી પર ખર્ચવામાં આવતા જંગી નાણાંની બચત થશે.

કેન્દ્રએ સંસદનું વિશેષ સત્ર બોલાવ્યું

કેન્દ્ર સરકારે 18-22 સપ્ટેમ્બરે સંસદનું વિશેષ સત્ર બોલાવ્યું છે. ઈન્ડિયા ટુડેએ સૂત્રોને ટાંકીને જણાવ્યું હતું કે કેન્દ્ર સરકાર વિશેષ સત્ર દરમિયાન ‘વન નેશન, વન ઈલેક્શન’ સંબંધિત બિલ રજૂ કરી શકે છે.

કેન્દ્ર સરકાર દ્વારા સંસદનું વિશેષ સત્ર બોલાવવાના નિર્ણય બાદ રાજકીય વર્તુળોમાં વિવિધ અટકળોએ જોર પકડ્યું છે. ગુરુવારે (31 ઓગસ્ટ), સંસદીય બાબતોના પ્રધાન પ્રહલાદ જોશીએ ટ્વિટર પર લખ્યું કે આ વિશેષ સત્ર 18 થી 22 સપ્ટેમ્બર સુધી ચાલશે અને તેમાં પાંચ બેઠકો થશે. સૂત્રોના જણાવ્યા અનુસાર નવા સંસદભવનમાં યોજાનાર આ સત્રમાં 10થી વધુ બિલ રજૂ કરવામાં આવી શકે છે. આ સત્રમાં અમૃતકાલની ઉજવણી પર ચર્ચા થઈ શકે છે.     

વિશેષ સત્ર બોલાવવા પર ચર્ચાનું બજાર ગરમ છે. યુનિફોર્મ સિવિલ કોડ (યુસીસી) અને મહિલા આરક્ષણ સંબંધિત બિલને મહત્વપૂર્ણ માનવામાં આવે છે. આ બધાની વચ્ચે કલમ 370 પર સુનાવણી ચાલી રહી છે. તો બીજી તરફ સોશિયલ મીડિયા પર એવી ચર્ચામાં પણ ચાલી રહી છે કે, સરકાર એક દેશ એક ચૂંટણી જેવો કાયદો લાવી શકે છે. જો કે, આ બધી અટકળો છે. સાચી માહિતી તો સત્ર શરુ થશે ત્યારે જ બહાર આવશે. સંસદનું વિશેષ સત્ર એવા સમયે બોલાવવામાં આવ્યું છે જ્યારે પાંચ રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે.           

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

રાજ્યસભામાં અમિત શાહ બોલ્યા-
રાજ્યસભામાં અમિત શાહ બોલ્યા- "ભાજપ સરકાર દરેક રાજ્યમાં યુનિફોર્મ સિવિલ કોડ લાવશે."
one nation one election: વ્હીપ છતા ગેરહાજર રહ્યા 20થી વધારે BJP સાંસદ, પાર્ટીએ મોકલી નોટીસ
one nation one election: વ્હીપ છતા ગેરહાજર રહ્યા 20થી વધારે BJP સાંસદ, પાર્ટીએ મોકલી નોટીસ
Gold Rate Today: સોનાની કિંમતમાં ફરી મોટો ઉલટફેર, જાણો આજે પ્રતિ 10 ગ્રામનો ભાવ 
Gold Rate Today: સોનાની કિંમતમાં ફરી મોટો ઉલટફેર, જાણો આજે પ્રતિ 10 ગ્રામનો ભાવ 
Rajkot Cold:  રાજકોટમાં કાતિલ ઠંડી, 10 વર્ષમાં પ્રથમ વખત કોલ્ડવેવનો અનુભવ
Rajkot Cold: રાજકોટમાં કાતિલ ઠંડી, 10 વર્ષમાં પ્રથમ વખત કોલ્ડવેવનો અનુભવ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : જમીનના જીવલેણ ઝઘડા !Hun To Bolish : હું તો બોલીશ : દર્દીઓને ચીરવાનો અને સરકારને ચૂનો લગાડવાનો પર્દાફાશAhmedabad Crime : ભુવાલડીમાં જમીન વિવાદમાં હથિયારો સાથે આતંક મચાવનાર 10 આરોપીઓની ધરપકડSurat Accident CCTV : સુરતમાં રોડની સાઇડમાં સાયકલ લઈ જતી વિદ્યાર્થિનીને ટ્રકે અડફેટે લેતા મોત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
રાજ્યસભામાં અમિત શાહ બોલ્યા-
રાજ્યસભામાં અમિત શાહ બોલ્યા- "ભાજપ સરકાર દરેક રાજ્યમાં યુનિફોર્મ સિવિલ કોડ લાવશે."
one nation one election: વ્હીપ છતા ગેરહાજર રહ્યા 20થી વધારે BJP સાંસદ, પાર્ટીએ મોકલી નોટીસ
one nation one election: વ્હીપ છતા ગેરહાજર રહ્યા 20થી વધારે BJP સાંસદ, પાર્ટીએ મોકલી નોટીસ
Gold Rate Today: સોનાની કિંમતમાં ફરી મોટો ઉલટફેર, જાણો આજે પ્રતિ 10 ગ્રામનો ભાવ 
Gold Rate Today: સોનાની કિંમતમાં ફરી મોટો ઉલટફેર, જાણો આજે પ્રતિ 10 ગ્રામનો ભાવ 
Rajkot Cold:  રાજકોટમાં કાતિલ ઠંડી, 10 વર્ષમાં પ્રથમ વખત કોલ્ડવેવનો અનુભવ
Rajkot Cold: રાજકોટમાં કાતિલ ઠંડી, 10 વર્ષમાં પ્રથમ વખત કોલ્ડવેવનો અનુભવ
નવા વર્ષમાં બ્રિટન જવાનો બનાવી રહ્યા છો પ્લાન, જાણી લો પરમિટ સાથે જોડાયેલો નવો નિયમ 
નવા વર્ષમાં બ્રિટન જવાનો બનાવી રહ્યા છો પ્લાન, જાણી લો પરમિટ સાથે જોડાયેલો નવો નિયમ 
WTC: ગાબા ટેસ્ટ ડ્રો થાય તો પણ ટીમ ઈન્ડિયા રમી શકશે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ ફાઈનલ, આ છે સમીકરણ 
WTC: ગાબા ટેસ્ટ ડ્રો થાય તો પણ ટીમ ઈન્ડિયા રમી શકશે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ ફાઈનલ, આ છે સમીકરણ 
Vi એ આ શહેરોમાં લોન્ચ કરી 5G સર્વિસ, લિસ્ટમાં તમારુ શહેર પણ છે સામેલ ? 
Vi એ આ શહેરોમાં લોન્ચ કરી 5G સર્વિસ, લિસ્ટમાં તમારુ શહેર પણ છે સામેલ ? 
આજે શેરબજારમાં થયો મોટો ઘટાડો, સેન્સેક્સ 1,064 પોઈન્ટના કડાકા સાથે બંધ
આજે શેરબજારમાં થયો મોટો ઘટાડો, સેન્સેક્સ 1,064 પોઈન્ટના કડાકા સાથે બંધ
Embed widget