Pakistani Flight: ભારતીય હવાઈ ક્ષેત્રમાં 10 મિનિટ સુધી રહ્યું પાકિસ્તાન એરલાઈન્સનું વિમાન ? આ છે કારણ
પાકિસ્તાન એરલાઈન્સનું એક વિમાન અચાનક ભારતીય હવાઈ ક્ષેત્રમાં ઘૂસી જતાં ભારતમાં હંગામો મચી ગયો હતો. આ પાકિસ્તાની વિમાન લગભગ દસ મિનિટ સુધી ભારતીય હવાઈ ક્ષેત્રમાં રહ્યું હતું.
Pakistan Airlines Plane: પાકિસ્તાન એરલાઈન્સનું એક વિમાન અચાનક ભારતીય હવાઈ ક્ષેત્રમાં ઘૂસી જતાં ભારતમાં હંગામો મચી ગયો હતો. આ પાકિસ્તાની વિમાન લગભગ દસ મિનિટ સુધી ભારતીય હવાઈ ક્ષેત્રમાં રહ્યું હતું. વિમાન ભારતમાં પ્રવેશતાની સાથે જ સેનાને એલર્ટ કરી દેવામાં આવી હતી. જો કે કોઈ પણ પ્રકારની ઘટના બની ન હતી અને આ વિમાન ભારતના પંજાબમાં 120 કિલોમીટરની ઉડાન ભરીને તેના દેશમાં પ્રવેશ્યું હતું.
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, પાકિસ્તાનના લાહોર એરપોર્ટ પર ભારે વરસાદને કારણે એરક્રાફ્ટ લેન્ડ થઈ શક્યું ન હતું, ત્યારબાદ પાકિસ્તાની એરક્રાફ્ટ ભૂલથી ભારતીય ક્ષેત્રમાં ઘૂસી ગયું હતું. સ્થાનિક મીડિયાએ આ ઘટના અંગે પોતાના અહેવાલમાં જણાવ્યું છે કે જ્યારે પાકિસ્તાનની સરકારી એરલાઇનનું PK-248 વિમાન 4 મેના રોજ રાત્રે 8 વાગ્યે લેન્ડિંગ માટે લાહોર એરપોર્ટ પર પહોંચ્યું ત્યારે ત્યાં ભારે વરસાદ પડી રહ્યો હતો. આ પછી પાયલોટે તેને બીજે ક્યાંક ઉતારવાનું નક્કી કર્યું.
શા માટે વિમાન ભારતીય સરહદી વિસ્તારમાં ઘુસ્યું
પાયલોટે પ્લેનને અલ્લામા ઈકબાલ ઈન્ટરનેશનલ એરપોર્ટ પર લેન્ડ કરવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ તે અહીં સફળ થયો નહોતો. આ પછી, પાયલટને ભારતીય સરહદ વિસ્તારમાં પ્રવેશવાની ફરજ પડી હતી. ધ ન્યૂઝના અહેવાલ મુજબ, એટીસીની સૂચના પર, પાઇલટે ગો-અરાઉન્ડ અપ્રોચ શરૂ કર્યો પરંતુ ભારે વરસાદ અને ઓછી ઉંચાઇ વચ્ચે વિમાન રસ્તો ભટકી ગયું. પરિણામે વિમાન રાત્રે 8.11 વાગ્યે પંજાબના બધના પોલીસ સ્ટેશન નજીક ભારતીય સરહદમાં પ્રવેશ્યું. બધના અમૃતસરથી 37 કિલોમીટરના અંતરે આવેલું છે. રિપોર્ટ અનુસાર પાઇલોટ્સ પ્લેનને ભારતીય હવાઈ ક્ષેત્રમાં 20,000 ફૂટની ઉંચાઈ પર લઈ ગયા હતા.
ભારતીય સરહદી વિસ્તારમાં લગભગ 10 મિનિટ સુધી ઉડાન ભર્યા બાદ પાકિસ્તાની વિમાન 8.22 મિનિટે તેના સરહદી વિસ્તારમાં પરત ફર્યું હતું. તે સમયે વિમાન 23,000 ફૂટની ઉંચાઈ પર હતું અને 320 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ઉડી રહ્યું હતું.
Cyclone Mocha: આંધ્રપ્રદેશ સહિત 3 રાજ્યોમાં એલર્ટ
ભારતીય હવામાન વિભાગ (IMD) એ રવિવારથી બંગાળની ખાડીમાં સર્જાયેલા ચક્રવાતને લઈને ચેતવણી જારી કરી છે. આ ચક્રવાત તોફાન બનીને દેશના પૂર્વ કિનારે ટકરાઈ શકે છે. આ વાવાઝોડાને મોચા નામ આપવામાં આવ્યું છે. હવામાન વિભાગે ચેતવણી આપી છે કે મોકાના કારણે આંધ્રપ્રદેશમાં ત્રણ દિવસ સુધી વરસાદ ચાલુ રહેશે. વાવાઝોડાની અસરને કારણે પૂર્વ કિનારાના વિવિધ ભાગોમાં મધ્યમથી ભારે વરસાદ પડી શકે છે.
તોફાનને લઈને આંધ્રપ્રદેશમાં પણ હાઈ એલર્ટ જારી કરવામાં આવ્યું છે. હવામાન વિભાગે તેના બુલેટિનમાં જણાવ્યું છે કે “ઉત્તર તટીય આંધ્રપ્રદેશ, યાનમ અને દક્ષિણ તટીય આંધ્ર પ્રદેશમાં છૂટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે વરસાદની અપેક્ષા છે. કેટલીક જગ્યાએ વીજળી પણ પડી શકે છે. રાયલસીમાના અલગ-અલગ સ્થળોએ વીજળીના ચમકારા અને 40-50 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની સાથે વાવાઝોડાની અપેક્ષા છે.
ઓડિશામાં પણ એલર્ટ
ચક્રવાતને ધ્યાનમાં રાખીને હવામાન વિભાગે ઓડિશામાં પણ એલર્ટ રહેવા જણાવ્યું છે. રાજ્યના 18 જિલ્લાઓમાં વાવાઝોડાની અસર જોવા મળી શકે છે. આ કારણે લોકોને સાવચેત રહેવા માટે કહેવામાં આવ્યું છે. વાવાઝોડાને લઈને હવામાન વિભાગની આગાહી બાદ મુખ્યમંત્રી નવીન પટનાયકે અધિકારીઓ સાથે ઉચ્ચ સ્તરીય સમીક્ષા બેઠક યોજી હતી અને તૈયારીઓની સમીક્ષા કરી હતી.