શોધખોળ કરો
Advertisement
(Source: Poll of Polls)
મહારાષ્ટ્ર: પાલઘરમાં લાગ્યા બેનર, એક સાથે જોવા મળ્યા રાજ ઠાકરે અને PM મોદી
મહારાષ્ટ્રના પાલઘરમાં જે બેનરો લાગ્યા છે, જેમાં પ્રધાનમંત્રી મોદી અને મનસે અધ્યક્ષ રાજ ઠાકરે એક સાથે જોવા મળી રહ્યા છે.
મુંબઈ: મહારાષ્ટ્રના પાલઘરમાં 7 જાન્યુઆરીએ જિલ્લા પરિષદ અને પંચાયત સમિતિની ચૂંટણી યોજાવાની છે. જેને લઈને ભાજપ અને રાજ ઠાકરેની પાર્ટી મહારાષ્ટ્ર નવનિર્માણ સેના વચ્ચે ગઠબંધન થવાની ચર્ચાઓ ચાલી રહી છે.
મહારાષ્ટ્રના પાલઘરમાં જે બેનરો લાગ્યા છે, જેમાં પ્રધાનમંત્રી મોદી અને મનસે અધ્યક્ષ રાજ ઠાકરે એક સાથે જોવા મળી રહ્યા છે. મનસેના પાલઘર જિલ્લા અધ્યક્ષ અવિનાશ જાધવે કહ્યું રાજ ઠાકરે અને મોદી એકસાથે હોવાના બેનર ભાજપના લોકોએ લગાવ્યા છે. મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાએ આ પ્રકારના બેનરો નથી લગાવ્યા.
એક જ બેનરમાં રાજ ઠાકરે અને પીએમ મોદી જોવા મળતા અટકળો ચાલી રહી છે કે પાલધર સ્થાનિક ચૂંટણીમાં ભાજપ મનસે સાથે ગઠબંધન કરી શકે છે. અટકળો એટલે પણ લગાવવામાં આવી રહી છે કે શિવસેના હવે ભાજપથી અલગ છે અને મહારાષ્ટ્રમાં ગઠબંધન પક્ષો કૉંગ્રેસ, શિવસેના અને એનસીપીના મુકાબલા માટે મનસેની જરૂર પડી શકે છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
શિક્ષણ
દેશ
અમદાવાદ
Advertisement
gujarati.abplive.com
Opinion