શોધખોળ કરો
Advertisement
પંજાબઃ PAK સામે લડવા ભારત તૈયાર, સરહદના વિસ્તારોને ખાલી કરાવવાનો આદેશ
નવી દિલ્લીઃ ભારતે પહેલી વાર LoC પાર કરી પાકિસ્તાન અધિકૃત કાશ્મીરમાં 3 કિમી અંદર જઇને આતંકવાદીઓના 6 કેમ્પને નેસ્તોનાબૂદ કરી દિધા હતા. જોકે પાકિસ્તાન આને સર્જિકલ સ્ટ્રાઇક નથી માની રહી. તે આનો બદલો લેવાની ઘમકી આપી રહ્યું છે. ભારતે તમામ પ્રકારના બદલાનો સામનો કરવા માટે તૈયારી પૂરી કરી લીધી છે.
પંજાબમાં સરહદ પર 10 કિલોમીટર અંદર સુધીના ગામોને ખાલી કરાવવા માટે કહેવામાં આવી રહ્યું છે. ભારતીય સેનાના LoC પાર કરીને સર્જિકલ સ્ટ્રાઇક્સ બાદ બૉર્ડર સિક્યુરિટી ફોર્સે આંતરરાષ્ટ્રીય બૉર્ડર પરની સુરક્ષા વધારી દીધી છે. બૉર્ડર પર વધારે સેનાની ટુકડી ગોઠવી દેવામાં આવી છે. ANI મુજબ વાઘા બૉર્ડર પર આજે સાંજે થનારા રિટ્રીટને પણ રદ્દ કરી દીધી છે.
પંજાબની સરહદ નજીક આવેલા જિલ્લામાં 10 કિલોમીટર અંદર આવેલા ગામોને ખાલી કરાવા માટે આવશ્યક પગલું ઉઠાવવાનું કહેવમાં આવ્યં છે. આ અંગે ગામના સરપંચ અને સ્થાનીય અધિકારીઓને જલ્દી ગામ ખાલી કરવા કહેવામાં આવ્યું છે.
પંજાબના મુખ્યમંત્રી પ્રકાશસિંહ બાદલે ચંદીગઢમાં તમામ ધારાસભ્યો, મત્રિયો અને ક્રાઇસિસ મેનેજમેન્ટના અધિકારીઓ બેઠક બોલાવી છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
અમદાવાદ
ટેકનોલોજી
દુનિયા
ટેકનોલોજી
Advertisement