શોધખોળ કરો
Advertisement
સંસદની કેન્ટીનમાં ફરી વધી શકે છે ખાવા-પીવાની વસ્તુના ભાવ
નવી દિલ્હીઃ સંસદની કેન્ટીમાં ફરી ખાવા-પીવાની ભાવ ફરી વધી શકે છે અને ખાવાપીવાની વસ્તુઓ પર આપવામાં આવતી સબસિડી અને રેટ પર સંસદની એક સમિતિ વિચાર કરી રહી છે. લોકસભા અધ્યક્ષે રાજ્યસભાના સભાપતિની સાથે વિચાર વિમર્શ કરી ખાદ્ય મેનેજમેન્ટ પર સંયુક્ત સમિતિની પુનર્રચના કરી છે જેમાં સંસદ ભવનના પરિસરમાં મળનારી ખાવાપીવાની વસ્તુઓના દરની સમીક્ષા પર વિચાર કરવાનું પણ સામેલ છે. સમિતિ સંસદ ભવનમાં આ એકમોના સંચાલન માટે સબસિડીની ગુણવત્તા પર પણ વિચાર કરશે. જિતેન્દ્ર રેડ્ડી આ સમિતિના પ્રમુખ છે અને તેમાં 15 સભ્યો છે. આ સભ્યોએ લોકસભાના 10 અને રાજ્યસભાના 5 સભ્યો છે.
આ પગલું ખૂબ જ મહત્ત્વપૂર્ણ છે કારણ કે ઓપન માર્કેટમાં મોંઘવારીના સમયે સંસદમાં મળનારી ખાદ્ય વસ્તુઓ પર સબસિડીને લઈને ખૂબ ટીકા થયા બાદ ચાલુ વર્ષે જાન્યુઆરીમાં કિંમતમાં વધારો કરવામાં આવ્યો હતો. લોકસભા અધ્યક્ષ સુમિત્રા મહાજને રેટની સમીક્ષાનો આદેશ આપ્યો હતો, જે છ વર્ષ બાદ કરવામાં આવ્યો હતો. તે સમયે તેમણે કહ્યું હતું કે, સમય સમય પર રેટની સમીક્ષા કરવામાં આવશે. ત્યાર બાદ જે શાકાહારી થાળી પહેલા 18 રૂપિયામાં મળતી હતી તે હવે 30 રૂપિયામાં મળે છે. જે માંસાહારી થાળી પહેલા 33 રૂપિયાની હતી તે હવે 60 રૂપિયામાં મળે છે. જે ચિકન કરી પહેલા 29 રૂપિયામાં મળતી હતી તે હવે 40 રૂપિયામાં મળે છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
દેશ
ક્રિકેટ
Advertisement