waqf-amendment-bill: વક્ફ બોર્ડ સંશોધન બિલ ગૃહમાં રજૂ કરતા જ મચ્યો હોબાળો, જાણો કોણે કર્યું સમર્થન અને કોણ આવ્યું વિરોધમાં
Parliament Monsoon Session: કેન્દ્રીય મંત્રી કિરેન રિજિજુએ લોકસભામાં વકફ એક્ટમાં સુધારો કરવા માટેનું બિલ રજૂ કર્યું હતું. આ દરમિયાન સદનમાં ભારે હોબાળો થયો હતો.
Parliament Monsoon Session: કેન્દ્રીય મંત્રી કિરેન રિજિજુએ લોકસભામાં વકફ એક્ટમાં સુધારો કરવા માટેનું બિલ રજૂ કર્યું હતું. આ દરમિયાન સદનમાં ભારે હોબાળો થયો હતો. સ્પીકર ઓમ બિરલાએ કહ્યું કે તમે લોકો અવાજ ન કરો. જે સભ્યોને નોટિસ આપવામાં આવી છે તેમને બોલવાની તક આપવામાં આવશે.
#WATCH | Congress MP KC Venugopal opposes Waqf (Amendment) Bill, 2024 in Lok Sabha
He says, "This bill is a fundamental attack on the Constitution…Through this bill, they are putting a provision that non-Muslims also be members of the Waqf governing council. It is a direct… pic.twitter.com/ISzfV2PB6Y— ANI (@ANI) August 8, 2024
કેન્દ્રીય લઘુમતી બાબતોના પ્રધાન કિરેન રિજિજુએ લોકસભામાં વકફ (સુધારા) બિલ, 2024 રજૂ કર્યું. આ બિલનો કોંગ્રેસ અને સપા સહિત ઈન્ડિયા ગઠબંધન પક્ષોએ જોરદાર વિરોધ કર્યો છે. આ બિલને લઈને લોકસભામાં ભારે હોબાળો થયો હતો. કોંગ્રેસના સાંસદ કેસી વેણુગોપાલે લોકસભામાં વકફ (સુધારા) બિલનો વિરોધ કરતા કહ્યું કે આ બિલ બંધારણ પર મૂળભૂત હુમલો છે. આ બિલ દ્વારા તેઓ એવી જોગવાઈ કરી રહ્યા છે કે બિન-મુસ્લિમો પણ વક્ફ ગવર્નિંગ કાઉન્સિલના સભ્ય હશે. આ ધર્મની સ્વતંત્રતા પર સીધો હુમલો છે. આ પછી ખ્રિસ્તીઓનો નંબર આવશે, પછી જૈનોનો.
કોંગ્રેસ સાંસદે કહ્યું કે ભારતની જનતા હવે આવી વિભાજનકારી રાજનીતિને સહન કરશે નહીં. વેણુગોપાલે કહ્યું કે વકફ બિલ બંધારણની મૂળભૂત ભાવનાઓ વિરુદ્ધ છે. વકફ બિલ અધિકારો પર હુમલો છે.
સપા અને ડીએમકેએ પણ વિરોધ કર્યો હતો
સમાજવાદી પાર્ટીએ લોકસભામાં વક્ફ બોર્ડ સંશોધન બિલનો વિરોધ કર્યો હતો. સપાના સાંસદ મોહીબુલ્લાબે કહ્યું કે સરકારી કર્મચારીઓને મારા ધર્મ સાથે જોડાયેલી વસ્તુઓ પર અધિકાર આપવામાં આવ્યો છે. તેમના પર ધર્મમાં દખલગીરીનો આરોપ લગાવ્યો હતો. સપા સાંસદે કહ્યું કે આનાથી દેશની પ્રતિષ્ઠાને નુકસાન થશે. આ દરમિયાન, ડીએમકે સાંસદ કનિમોઝીએ કહ્યું કે આ બિલ કલમ 30નું સીધું ઉલ્લંઘન છે જે લઘુમતીઓને તેમની પોતાની સંસ્થાઓનું સંચાલન કરવાના અધિકાર સાથે સંબંધિત છે. આ બિલ ચોક્કસ ધાર્મિક જૂથને નિશાન બનાવે છે.
જેડીયુએ બિલને સમર્થન આપ્યું
તો બીજી તરફ, જનતા દળ યુનાઇટેડ (JDU) એ આ બિલને સમર્થન આપ્યું છે. કેન્દ્રીય મંત્રી લલન સિંહે બિલને સમર્થન આપ્યું હતું. તેમણે કહ્યું કે સંસ્થાને પારદર્શક બનાવવા માટે કાયદો બનાવવામાં આવી રહ્યો છે. વકફ બોર્ડ કાયદા દ્વારા બનાવવામાં આવ્યું છે અને સરકારને તેમાં સુધારો કરવાનો અધિકાર છે. વિપક્ષ તરફ માત્ર ભ્રમ ફેલાવવામાં આવી રહ્યો છે.