શોધખોળ કરો

15 સાંસદો પૂરા સત્ર માટે સસ્પેન્ડ, લોકસભા અને રાજ્યસભામાં ભારે હંગામો

સંસદની સુરક્ષામાં ચૂક મુદ્દે ગુરુવારે (14 ડિસેમ્બર) લોકસભા અને રાજ્યસભામાં વિરોધ પક્ષોએ હોબાળો મચાવ્યો હતો અને ગૃહ પ્રધાન અમિત શાહના નિવેદનની માંગ કરી હતી.

Opposition MPs Suspended: સંસદની સુરક્ષામાં ચૂક મુદ્દે ગુરુવારે (14 ડિસેમ્બર) લોકસભા અને રાજ્યસભામાં વિરોધ પક્ષોએ હોબાળો મચાવ્યો હતો અને ગૃહ પ્રધાન અમિત શાહના નિવેદનની માંગ કરી હતી. આ દરમિયાન લોકસભા અધ્યક્ષે કોંગ્રેસના સભ્યો ટીએન પ્રતાપન, હિબી ઈડેન, જોતિમણી, રમ્યા હરિદાસ અને ડીન કુરિયાકોસને હંગામો મચાવવાના આરોપસર શિયાળુ સત્રના બાકીના સમય માટે સસ્પેન્ડ કરી દીધા છે.

આ પછી પણ સંસદમાં હંગામો અટક્યો ન હતો અને વધુ 9 સભ્યોને શિયાળુ સત્રમાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. તેમાં બેની બેહનન (કોંગ્રેસ), મોહમ્મદ જાવેદ (કોંગ્રેસ), પીઆર નટરાજન (સીપીઆઈએમ), કનિમોઝી (ડીએમકે), વીકે શ્રીકંદન (કોંગ્રેસ), કે સુબ્રમણ્યમ, એસઆર પાર્થિબન (ડીએમકે), એસ વેંકટેશન (સીપીઆઈએમ) અને મનિકમ ટાગોર (કોંગ્રેસ)નો સમાવેશ થાય છે. 

સંસદીય બાબતોના પ્રધાન પ્રહલાદ જોશીએ લોકસભામાં જણાવ્યું હતું કે અમે બધા સહમત છીએ કે ગઈકાલે (બુધવાર, 13 ડિસેમ્બર)ની દુર્ભાગ્યપૂર્ણ ઘટના લોકસભાના સભ્યોની સુરક્ષામાં ગંભીર ખામી હતી અને આ મામલે લોકસભાના અધ્યક્ષની સૂચનાઓ પર ઉચ્ચ સ્તરીય તપાસ શરૂ કરવામાં આવી છે. 

તેમણે કહ્યું, "આ મુદ્દે કોઈ સભ્ય પાસેથી રાજનીતિની અપેક્ષા નથી, અમારે પક્ષના રાજકારણથી ઉપર ઉઠીને કામ કરવું પડશે." ભૂતકાળમાં પણ સંસદમાં સુરક્ષા ક્ષતિની આવી ઘટનાઓ બની છે અને તત્કાલિન લોકસભા સ્પીકરની સૂચના મુજબ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

સાંસદોના સસ્પેન્શન પર જેડીયુ પ્રમુખ લલન સિંહે કહ્યું કે સરકારની નિષ્ફળતા છુપાવવા માટે આજે સાંસદોને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. સરકાર પોતાની નિષ્ફળતા છુપાવી રહી છે.

ડેરેક ઓબ્રાયન સસ્પેન્ડ

આ પહેલા તૃણમૂલ કોંગ્રેસ (TMC)ના સાંસદ ડેરેક ઓબ્રાયનને રાજ્યસભામાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. તેમના સસ્પેન્શનને લઈને વિપક્ષી પાર્ટીઓના સાંસદોએ રાજ્યસભામાં હોબાળો મચાવ્યો હતો. આ પછી રાજ્યસભાની કાર્યવાહી 3 વાગ્યા સુધી સ્થગિત કરી દેવામાં આવી હતી. આ પછી ગૃહની કાર્યવાહી ફરી 4 વાગ્યા સુધી સ્થગિત કરી દેવામાં આવી.

વિપક્ષની માંગ

આજે સવારે સંસદના શિયાળુ સત્રની શરૂઆત પહેલા ભાવિ રણનીતિ અંગે ચર્ચા કરવા વિપક્ષી દળોની બેઠક યોજાઈ હતી. આ બેઠક પછી કોંગ્રેસના મહાસચિવ જયરામ રમેશે એક્સ પર લખ્યું, "INDIA ના પક્ષો માંગ કરી રહ્યા છે, ગૃહ મંત્રીએ ગઈકાલે સંસદમાં અને તે પછી થયેલી અત્યંત ગંભીર અને ખતરનાક સુરક્ષા ચૂક અંગે બંને ગૃહોમાં વિગતવાર નિવેદન આપવું જોઈએ અને તેના પર ચર્ચા થવી જોઈએ."

તેમણે વધુમાં કહ્યું કે, “ જેમણે ઘૂસણખોરોને વિઝિટર પાસ આપ્યા હતા તે ભાજપના સાંસદ પ્રતાપ સિમ્હા સામે કડક કાર્યવાહી થવી જોઈએ,  મોદી સરકાર દ્વારા આ સંપૂર્ણ કાયદેસર અને વ્યાજબી માંગણીઓ સ્વીકારવાનો ઇનકાર કરવાને કારણે આજે સવારે લોકસભા અને રાજ્યસભાની કાર્યવાહી સ્થગિત કરવામાં આવી હતી.  

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

સોનિયા ગાંધીની તબિયત લથડી! દિલ્હીની ગંગારામ હોસ્પિટલમાં દાખલ
સોનિયા ગાંધીની તબિયત લથડી! દિલ્હીની ગંગારામ હોસ્પિટલમાં દાખલ
બર્થ સર્ટિફિકેટમાં સુધારાનો છેલ્લો મોકો! તારીખ નોંધી લો! સરકારે ડેડલાઈન જાહેર કરી
બર્થ સર્ટિફિકેટમાં સુધારાનો છેલ્લો મોકો! તારીખ નોંધી લો! સરકારે ડેડલાઈન જાહેર કરી
મોહમ્મદ શમીની ધમાકેદાર વાપસીઃ આવતા જ તોડ્યો વર્લ્ડ રેકોર્ડ, વનડે ક્રિકેટમાં વિશ્વના તમામ બોલરોને છોડ્યા પાછળ
મોહમ્મદ શમીની ધમાકેદાર વાપસીઃ આવતા જ તોડ્યો વર્લ્ડ રેકોર્ડ, વનડે ક્રિકેટમાં વિશ્વના તમામ બોલરોને છોડ્યા પાછળ
તેલંગાણામાં વિરોધ, આંધ્રમાં સમર્થન! મુસ્લિમોને અપાતી આ સુવિધા પર ભાજપની ડબલ ઢોલકી....
તેલંગાણામાં વિરોધ, આંધ્રમાં સમર્થન! મુસ્લિમોને અપાતી આ સુવિધા પર ભાજપની ડબલ ઢોલકી....
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : આ બેફામો પર બ્રેક મારોHun To Bolish : હું તો બોલીશ : કરોડોનો કાટમાળ !Abp Asmita Impact: મહેસાણામાં 'હું તો બોલીશ' કાર્યક્રમના અહેવાલની જોરદાર અસરDinu Solanki VS Digvijaysinh Jadeja: દિનુ સોલંકીના ગીર સોમનાથના કલેક્ટર પર ગંભીર આરોપ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
સોનિયા ગાંધીની તબિયત લથડી! દિલ્હીની ગંગારામ હોસ્પિટલમાં દાખલ
સોનિયા ગાંધીની તબિયત લથડી! દિલ્હીની ગંગારામ હોસ્પિટલમાં દાખલ
બર્થ સર્ટિફિકેટમાં સુધારાનો છેલ્લો મોકો! તારીખ નોંધી લો! સરકારે ડેડલાઈન જાહેર કરી
બર્થ સર્ટિફિકેટમાં સુધારાનો છેલ્લો મોકો! તારીખ નોંધી લો! સરકારે ડેડલાઈન જાહેર કરી
મોહમ્મદ શમીની ધમાકેદાર વાપસીઃ આવતા જ તોડ્યો વર્લ્ડ રેકોર્ડ, વનડે ક્રિકેટમાં વિશ્વના તમામ બોલરોને છોડ્યા પાછળ
મોહમ્મદ શમીની ધમાકેદાર વાપસીઃ આવતા જ તોડ્યો વર્લ્ડ રેકોર્ડ, વનડે ક્રિકેટમાં વિશ્વના તમામ બોલરોને છોડ્યા પાછળ
તેલંગાણામાં વિરોધ, આંધ્રમાં સમર્થન! મુસ્લિમોને અપાતી આ સુવિધા પર ભાજપની ડબલ ઢોલકી....
તેલંગાણામાં વિરોધ, આંધ્રમાં સમર્થન! મુસ્લિમોને અપાતી આ સુવિધા પર ભાજપની ડબલ ઢોલકી....
IND vs BAN: રોહિત શર્માએ 11 હજાર રન બનાવી રચ્યો ઇતિહાસ, તોડ્યો ‘ક્રિકેટના ભગવાન’નો રેકોર્ડ; માત્ર વિરાટ કોહલી આગળ
IND vs BAN: રોહિત શર્માએ 11 હજાર રન બનાવી રચ્યો ઇતિહાસ, તોડ્યો ‘ક્રિકેટના ભગવાન’નો રેકોર્ડ; માત્ર વિરાટ કોહલી આગળ
યુઝવેન્દ્ર ચહલ અને ધનશ્રી વર્માના છૂટાછેડા પર કોર્ટની મહોર, ફેમિલી કોર્ટમાં પૂરી થઈ કાનૂની પ્રક્રિયા
યુઝવેન્દ્ર ચહલ અને ધનશ્રી વર્માના છૂટાછેડા પર કોર્ટની મહોર, ફેમિલી કોર્ટમાં પૂરી થઈ કાનૂની પ્રક્રિયા
અશ્લીલ સામગ્રીને લઈને સરકાર કડક! OTT-સોશિયલ મીડિયા માટે નવી માર્ગદર્શિકા જાહેર
અશ્લીલ સામગ્રીને લઈને સરકાર કડક! OTT-સોશિયલ મીડિયા માટે નવી માર્ગદર્શિકા જાહેર
શીશમહેલનું ભાવિ શું હશે? દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તાની જાહેરાતથી ખળભળાટ
શીશમહેલનું ભાવિ શું હશે? દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તાની જાહેરાતથી ખળભળાટ
Embed widget