શોધખોળ કરો
Advertisement
Viral Video: હોસ્પિટલમાં કોરોના દર્દીઓએ ડાન્સ કરીને ઉજવ્યો જન્મદિવસ, IPS અધિકારીએ કહ્યું- હવે વાયરસ હારશે
ખાસ વાત આ વીડિયોમાં જોવા એ મળી રહી છે કે હોસ્પિટલમાં બધા ડાન્સ તો કરી રહ્યા છે, પરંતુ બધાએ પોતાના ચહેરા પર માસ્ક લગાવ્યું છે.
છત્તીસગઢઃ કોરોના હોસ્પિટલમાં ભરતી દર્દીઓએ એક વ્યક્તિનો જન્મદિવસ ધામધૂમથી ઉજવ્યો છે. ટ્વિટર પર શેર કરવામાં આવેલ એક વીડિયોમાં હોસ્પિટલમાં દર્દી ખૂબ જ ખુશ જોવા મળી રહ્યો છે, સાથે જ ગ્રુપ ડાન્સ કરી તેણે જન્મદિવસ ઉજવ્યો. આ વીડિયો એક આઈપીએસ અધિકારીએ પોતાના ટ્વિટર એકાઉન્ટ પર શેર કર્યો છે.
આઈપીએસ ઓફિસર દીપાંશુ કાબરાએ વીડિયો શેર કરતાં કહ્યું કે, દલેર મહેંદીના ગીત પર નાચવાથી મોટામાં મોટી નકારાત્મક આપણા અંદરથી ગાયબ થઈ જાય છે. રાયપુર ડિસ્ટ્રિક્ટના ઇન્ડોર સ્ટેડિયમ કોવિડ હોસ્પિટલમાં આ નજારો ખૂબ જ શાનદાર છે. તેમણે આગળ પોતાના ફોલોઅર્સને કહ્યું કે, આવી જ રીતે તમે પણ ખુશ રહો, સાવધાની રાખો. કોરોના વાયરસ હારશે.
ખાસ વાત આ વીડિયોમાં જોવા એ મળી રહી છે કે હોસ્પિટલમાં બધા ડાન્સ તો કરી રહ્યા છે, પરંતુ બધાએ પોતાના ચહેરા પર માસ્ક લગાવ્યું છે. સાથે જ લોકો ખુશ જોવા મળી રહ્યા છે અને આ તકનું રેકોર્ડિંગ કરી રહ્યા છે. વીડિયોને જોઈને સ્પષ્ટ જોઈ શકાય છે કે આ દર્દીઓમાં કોરોનાનો કોઈ ડર નથી. આ બધા માનસિક રીતે પોઝિટિવ છે. અથવા એવું કહી શખાય કે તમે તમારી અંદર નેગેવિટિ વિચારને બહાર કાઢો તો તમને કોઈ હરાવી નહીં શકે..@dalermehndi के गानों पर 2 मिनट नाचने से बड़ी से बड़ी नेगेटिविटी गायब हो जाती है.😅@RaipurDist के इंडोर स्टेडियम #COVID19 Hospital में #Birthday पार्टी का नज़ारा. आप भी ऐसे हंसते रहें, दिल खोल कर नाचें, सावधानी बरतें, वायरस हारेगा. Being Happy is the way to beat all Viruses! pic.twitter.com/BbxkVwnwFu
— Dipanshu Kabra (@ipskabra) September 3, 2020
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દુનિયા
બિઝનેસ
ક્રિકેટ
દુનિયા
Advertisement
gujarati.abplive.com
Opinion