મોદી સરકાર 70 વર્ષથી વધુ ઉંમરના પેન્શનરોનાં પેન્શન બંધ કરી દેશે ? જાણો મોદી સરકારે શું કહ્યું ?
સરકાર તરફથી ડીએને 17 ટકાનો વધારો 28 ટકા કરી દેવામાં આવ્યો છે. આ ફેંસલાથી લગભગ 65.26 લાખ પેન્શનર્સ અને લગભગ 48.34 લાખ કેન્દ્રીય કર્મચારીઓને સીધો ફાયદો મળશે.
નવી દિલ્હીઃ મોદી સરકારે કેન્દ્રીય કર્મચારીઓની ગ્રેજ્યૂઇટી કેલ્કુલેટર કરવાના નિયમમાં ફેરફાર કર્યો છે. હવે તેમને નિયમોના આધાર પર કેન્દ્રીય કર્મચારીઓના રિટાયરમેન્ટ પર ગ્રેજ્યૂઇટી મળશે. આના દાયરામાં કેન્દ્ર સરકારના તમામ કર્મચારી, ડિફેન્સ સર્વિસીઝમાં કામ કરતા સિવિલ ગર્વમેન્ટ સર્વન્ટ આવશે, જે 1લી જાન્યુઆરી 2004થી સરકારી સેવામાં છે.
કેન્દ્ર સરકારમાં કામ કરનારા આ કર્મચારીઓની ગ્રેજ્યુઇટીમાં 1 થી 7 લાખ સુધીનો ફાયદો થશે. તાજેતરમાં જ કેન્દ્રીય કર્મચારીઓને મોંઘવારી ભથ્થુ (ડીએ)માં સરકાર તરફથી વધારો કરવામા આવ્યો છે, આ પછી આ કર્મચારીઓને લાભ મળશે. કેન્દ્ર સરકાર રિટાયર કર્મચારીઓને મોંઘવારી ભથ્થામાં 11 ટકાનો વધારાનો ફાયદો આપવા રાજી થઇ ગઇ છે. સરકારના આ પગલાથી જૂનિયરથી સીનિયર લેવલના કર્મચારીઓને રિટાયરમેન્ટ ફંડમાં લગભગ 1 લાખથી 7 લાખ રૂપિયાનો વધારો થશે. સરકાર તરફથી આ ફાયદો ગ્રેજ્યુઇટી અને રજાઓના બદલે રોકડ ચૂકવણી તરીકે માન્ય રહેશે.
સરકાર તરફથી ડીએને 17 ટકાનો વધારો 28 ટકા કરી દેવામાં આવ્યો છે. આ ફેંસલાથી લગભગ 65.26 લાખ પેન્શનર્સ અને લગભગ 48.34 લાખ કેન્દ્રીય કર્મચારીઓને સીધો ફાયદો મળશે. સરકારના આ ફેંસલા બાદ કર્મચારીઓના માસિક વેતન, પ્રૉવિડન્ડ ફન્ડ એટલે કે પીએફ અને ગ્રેજ્યૂઇટીની રકમમાં ફાયદો મળશે.
આ ઉપરાંત 7માં પગાર પંચ અંતર્ગત જો પતિ-પત્ની બન્ને સરકારી કર્મચારી છે, તો સેન્ટ્રલ સિવિલ પેન્શન (CCS Pension) 1972 અંતર્ગત કવર છે, તો આવી સ્થિતિમાં તેના પરિવારને પણ ફેમિલી પેન્શનનો હિસ્સો બનાવવામાં આવશે. રિટાયરમેન્ટ બાદ જો બન્ને સભ્યોના મૃત્યુ થઇ જાય છે, તો તેમના બાળકો (નૉમિની)ને બે પેન્શન મળી શકે છે. આ પેન્શન મોટાભાગે 1.25 લાખ રૂપિયા હશે. આ તાજેતરમાં જ રિવાઇઝ કરવામાં આવ્યુ છે. આ પહેલા સરકારી કર્મચારીના મૃત્યુ થવા પર જીવીત બાળકોને ફેમિલી પેન્શન તરીકે 45 હજાર રૂપિયા મળતા હતા. પેન્શન રૂલ 54 (3) અંતર્ગત આ નિયમ હતો. રિટાયરમેન્ટ બાદ બન્નેના મૃત્યુ થઇ જાય છે, તો 1.25 લાખનુ એક પેન્શન અને બીજુ ફેમિલી પેન્શન 75 હજાર રૂપિયાના નૉમિની બાળકોને મળશે.
ઉલ્લેખનીય છે કે, કેન્દ્ર સરકારે જાન્યુઆરી 2020થી કર્મચારીઓને આપવામાં આવી રહેલા મોંઘવારી ભથ્થામાં વધારા પર રોક લગાવી દીધી હતી. હવે ડીએમાં 11 ટકાનો વધારો કર્યો છે, જે 1લી જુલાઇ, 2021 થી લાગુ કરવામાં આવ્યો છે. વળી કર્મચારી માંગ કરી રહ્યાં હતા કે તેમને સરકાર વધારો રોકવાના સમયથી જ ચૂકવણી કરે. જોકે સરકારે આમ કરવાનો ઇનકાર કરી દીધો છે. કેન્દ્ર સરકાર તરફથી પેન્શનર્સને પણ લાભ આપવામાં આવ્યો છે. પેન્શનર્સને પણ મોંઘવારી રાહત (ડીઆર)માં 11 ટકાનો વધારો કર્યો છે. આને પણ 1લી જુલાઇ 2021થી લાગુ કરવામાં આવશે.