શોધખોળ કરો
Advertisement
લોકડાઉનઃ પોલીસ કર્મચારીઓ પર હુમલા કરનારાઓ વિરુદ્ધ NSA હેઠળ કાર્યવાહી કરશે યોગી સરકાર
ઉત્તર પ્રદેશ સરકારે આદેશ જાહેર કર્યો હતો કે કોરોના લોકડાઉન દરમિયાન રાજ્યમાં ક્યાંય પણ પોલીસ જવાનો પર હુમલો કરનારાઓ વિરુદ્ધ એનએસએ હેઠળ સખ્ત કાર્યવાહી કરવામાં આવશે.
લખનઉઃ કોરોના વાયરસના કહેરને રોકવા માટે લોકો પાસે લોકડ઼ાઉનનું પાલન કરાવવામાં પોલીસ રાતદિવસ મહેનત કરી રહી છે. પરંતુ લોકો લોકડાઉનનો ભંગ કરી રહ્યા છે. પોલીસ સમજાવે છે છતાં સમજી રહ્યા નથી અને તેમના પર હુમલો કરી રહ્યા છે. ત્યારે ઉત્તર પ્રદેશ સરકારે આદેશ જાહેર કર્યો હતો કે કોરોના લોકડાઉન દરમિયાન રાજ્યમાં ક્યાંય પણ પોલીસ જવાનો પર હુમલો કરનારાઓ વિરુદ્ધ એનએસએ હેઠળ સખ્ત કાર્યવાહી કરવામાં આવશે.
નોંધનીય છે કે બુધવારે સાંજે મુઝફ્ફરનગરમાં લોકડાઉનનું પાલન કરાવવા પર પોલીસ પર હુમલો કરવામાં આવ્યો હતો. હુમલામાં મહિલાઓ પણ સામેલ હતી. પોલીસે જણાવ્યું કે, કેટલાક લોકો પોલીસ પર એ સમયે હુમલો કર્યો જ્યારે પોલીસે લોકોને લોકડાઉનનું પાલન કરવાના નિર્દેશ આપી રહી હતી. હુમલામાં એક સબ ઇન્સ્પેક્ટર અને એક કોન્સ્ટેબલ ઘાયલ થયો હતો.
સહારનપુરના ગામ જમાલપુરમાં નમાજ પઢવાને લઇને મસ્જિદ બહાર એકઠી ભીડને હટાવવા અને છ લોકોની અટકાયત કરવા પર ભીડે હુમલો કરી દીધો હતો. ભીડે લાકડીથી હુમલો કરી અટકાયત કરાયેલા લોકોને છોડાવ્યા હતા. પોલીસે પાંચ મહિલાઓ સહિત 26 લોકો વિરુદ્ધ એફઆઇઆર દાખલ કરી ધરપકડ કરવાના પ્રયાસો હાથ ધર્યા છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
ગુજરાત
દુનિયા
ક્રિકેટ
Advertisement