શોધખોળ કરો
Advertisement
દેશમાં ગરમીથી મળશે રાહત, ઉત્તર ભારતના અનેક વિસ્તારોમાં હળવા વરસાદની સંભાવના
હવામાન વિભાગના જણાવ્યા મુજબ, 28 થી 30 મે સુધી થોડી રાહત મળવાની સંભાવના છે.
નવી દિલ્હીઃ લોકડાઉન વચ્ચે દેશના અનેક રાજ્યોમાં ભીષણ ગરમી પડી રહી છે. ભારતીય હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે ઉત્તર ભારતમાં ગુરુવારથી મહત્તમ તાપમાનમાં ઘટાડો થવાની સંભાવના છે. ઉત્તર અને મધ્ય ભારત છેલ્લા થોડા દિવસોથી ભારે હીટવેવનો સામનો કરી રહ્યા છે. અનેક રાજયોમાં તાપમાન 47 ડિગ્રીથી વધારે નોંધાયું હતું.
હવામાન વિભાગના જણાવ્યા મુજબ, 28 થી 30 મે સુધી થોડી રાહત મળવાની સંભાવના છે. આ દરમિયાન ઉત્તર ભારતના કેટલાક વિસ્તારોમાં ધૂળની આંધી અને ગાજવીજ સાથે વરસાદ પડવાની શક્યતા છે.
દિલ્હીના સફદરગંજમાં મંગળવારે 18 વર્ષ બાદ મે મહિનાનો સૌથી વધારે ગરમ દિવસો નોંધાયો હતો. મંગળવારે દિલ્હીના પાલમમાં તાપમાન 47.6 ડિગ્રી સુધી પહોંચી ગયું હતું. દિલ્હીના મોટાભાગના વિસ્તારોમાં તાપમાન સામાન્યથી છ ડિગ્રી વધારે નોંધાયું હતું.
રાજસ્થાનના ચુરુમાં તાપમાન 50 ડિગ્રી સુધી પહોંચી ગયું હતું. છેલ્લા 10 વર્ષમાં સતત બીજી વખત ચુરુમાં તાપમાન 50 ડિગ્રી સુધી પહોંચ્યું છે. આ પહેલા 19 મે, 2016ના રોજ અહીં તાપમાન 50.2 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
દેશ
ક્રિકેટ
Advertisement
gujarati.abplive.com
Opinion