(Source: ECI/ABP News/ABP Majha)
Covid19 Initiative: કોરોના રસી લો અન ટીવી-મોબાઇલ ફોન જીતો, જાણો કયા રાજ્યમાં થઈ જાહેરાત
Corona Vaccine: દેશમાં કોરોનાને નાથવા રસીકરણ પર ભાર મુકવામાં આવી રહ્યો છે. આ દરમિયાન મણિપુરના ઈમ્ફાલ વેસ્ટ જિલ્લામાં કોરોના રસીકરણને લઈ મોટી જાહેરાત કરવામાં આવી છે.
Corona Vaccine: દેશમાં કોરોનાને નાથવા રસીકરણ પર ભાર મુકવામાં આવી રહ્યો છે. આ દરમિયાન મણિપુરના ઈમ્ફાલ વેસ્ટ જિલ્લામાં કોરોના રસીકરણને લઈ મોટી જાહેરાત કરવામાં આવી છે.
આ અંગે સત્તાધીશોએ જણાવ્યું કે, 24 ઓક્ટોબર, 31 ઓક્ટોબર અને 7 નવેમ્બરના રોજ ત્રણ સેન્ટર પર મેગા વેક્સિનેશન ડ્રાઇવ રાખવામાં આવી છે. આ દરમિયાનકોરોના વેક્સિન લેનારા ઇમ્ફાલ વેસ્ટ જિલ્લના લોકો ટીવી, મોબાઈલ અને બ્લેન્કેટ જીતી શકે છે.
People in Manipur's Imphal West district will get a chance to win a TV, mobile phone or blankets if they take COVID-19 vaccine dose at mega vaccination camps which will be held at three centres on October 24, October 31 and November 7, officials said
— Press Trust of India (@PTI_News) October 17, 2021
દેશમાં શું છે કોરોનાની સ્થિતિ
રવિવારે સવારે સ્વાસ્થ્ય મંત્રાલયે જાહેર કરેલા આંકડા પ્રમાણે છેલ્લા 24 કલાકમાં 14,146 નવા કેસ નોંધાયા છે અને 144 સંક્રમિતોના મોત થયા છે. જ્યારે 19,788 દર્દીએ કોરોનાને મ્હાત આપી હતી. એક્ટિવ કેસની સંખ્યા ઘટીને 1,95,846 પર પહોંચી છે. દેશમાં અત્યાર સુધીમાં 97,65,89,504 લોકોને કોરોના રસીના ડોઝ આપવામાં આવ્યા છે. જેમાંથી 41,20,772 લોકોને ગઈકાલે રસી આપવામાં આવી હતી.
- કુલ કેસઃ 3 કરોડ 40 લાખ 67 હજાર 719
- કુલ ડિસ્ચાર્જઃ 3 કરોડ 34 લાખ 19 હજાર 749
- કુલ એક્ટિવ કેસઃ 1 લાખ 95 હજાર 846
- કુલ મોતઃ 4 લાખ 52 હજાર 124
કોરોના સંક્રમણને રોકવા દિવાળી-ક્રિસમસ મહત્વપૂર્ણઃ ડો. ગુલેરિયા
કોરોનાનાનું સંક્રમણ ફરી ધીમી ગતિ વધી રહ્યું છે ત્યારે દિલ્લી એમ્સના ડિરેક્ટર ડોક્ટર રણદિપ ગુલેરિયાએ આવનાર થોડા સપ્તાહ મહત્વૂપૂર્ણ હોવાના અને આ સમયમાં વધુ સાવધાન રહેવાની સલાહ આપી છે. ડોક્ટર રણદીપ ગુલેરિયાએ કહ્યું કે, ધીમી ગતિએ વધી રહેલા કોરોના ઇન્ફેકશનને ડાઉન કરવા માટે આવનાર થોડા સપ્તાહ વધુ ધ્યાન રાખવાની જરૂર છે. કેન્દ્રીય ગૃહ મંત્રાલય (MHA) એ આગામી તહેવારોની સીઝન માટે કોવિડ -19 માર્ગદર્શિકા જાહેર કર્યાના ત્રણ દિવસ બાદ ન્યુઝ એન્જસી એએનઆઇ સાથે વાત કરતા જણાવ્યું કે. હવે ફેસ્ટિવલ સિઝન શરૂ થઇ રહી છે તો બીજી તરફ કોવિડના કેસ ધીમી ગતિએ પણ વધી રહ્યાં છે. જો આ સમયે થોડી સતકર્તા અને સજાગતાથી વર્તવામાં આવશે તો કોવિડના સંક્રમણને ઓછું કરવામાં સફળતા મળી શકશે. ગુલેરિયાએ કહ્યું કે તહેવારની સિઝનમાં આપણે વધુ સાવધાન અન સતર્ક રહેવું પડશે. આવતા થોડા સપ્તાહમાં સાવધાની રાખવામાં આવે તો તો કેસમાં ઘટાડો થઇ શકે છે. આવનાર દિવાળી, ક્રિસમસના કારણે બજારમાં ભીડ થઇ શકે છે. જે વાયરસના ફેલાવાને વેગ આપી શકે છે.