(Source: ECI/ABP News/ABP Majha)
ભેંસનો જન્મદિવસ ઉજવવો ભારે પડ્યો, કોરોના નિયમોના ઉલ્લંઘનનો કેસ નોંધાયો
મહારાષ્ટ્રમાં કોરોનાના વધતા કેસને જોતા અનેક જિલ્લામાં પ્રતિબંધો લગાવવામાં આવ્યા છે.
ઠાણેઃ મહારાષ્ટ્રના ઠાણે જિલ્લાની પોલીસે કોરોના સંબંધિત નિયમો લાગુ હોવા છતાં પોતાની ભેંસનો જન્મદિવસ ઉજવનાર એક વ્યક્તિ વિરૂદ્ધ શુક્રવારે ફરિયાદ નોંધી છે. કિરણ મ્હાત્રે (30)એ ગુરુવારે ડોંબિવલીના રેતી બુંદેરમાં પોતાના ઘરે ભેંસનો જન્મદવિસ ઉજવ્યો હતો.
વિષ્ણુ નગર પોલીસ સ્ટેશનના એક અધિકારીએ જણાવ્યું કે, ઠાણે સહિત રાજ્યમાં કોરોના વાયરસના કેસમાં વધારાની વચ્ચે ભેંસના જન્મદવિસના અવસર પર ભેગા થયેલ લોકોએ માસ્ક પહેર્યાં ન હતા અને સામાજિત અંતરના નિયમનું પણ પાલન કર્યું ન હતું.
અધિકારીએ કહ્યું કે, ભારતીય દંડ સંહિતાની કલમ 269 (જીવલેણ સંક્રમણ ફેલાવાવનું કૃત્ય) અને મહામારી કાયદા અંતર્ગત એક કેસ નોંધવામાં આવ્યો છે. હાલમાં કોઈપણ વ્યક્તિની ધરપકડ કરવામાં આવી નથી.
કોરોનાના કેસમાં વધારો
જણાવીએ કે, મહારાષ્ટ્રમાં કોરોનાના વધતા કેસને જોતા અનેક જિલ્લામાં પ્રતિબંધો લગાવવામાં આવ્યા છે. શુક્રવાર પુણે જિજ્લાલ પ્રશાસને સ્કૂલ અને કેલોજ 31 માર્ચ સુધી બંધ કરવાના આદેશ આપ્યા છે. તેની સાથે જ હોટલ અને રેસ્ટોરન્ટ ખોલવાના સમયમાં પણ ઘટાડો કરવામાં આવ્યો છે.
મહારાષ્ટ્રના કુલ 36 જિલ્લામાંથી અંદાજે 10થી વધારે જિલ્લા ફરીથી કોરોનાની ઝપેટમાં આવી ગયા છે. જેમાંથી 8 જિલ્લામાં કર્ફ્યૂ, લોકડાઉન અને કડક પ્રતિબંધ પ્રશાસન દ્વારા લગાવવામાં આવ્યા છે.