પેટ્રૉલ-ડીઝલમાં ભડકો, છેલ્લા પાંચ દિવસની અંદર ચોથી વાર વધ્યા ભાવ, જાણો આજે શું છે રેટ
ચાર મહિનાથી વધુના અંતરાલ બાદ મંગળવારે પહેલીવાર આ કિંમતોમાં ફેરફાર જોવા મળ્યો હતો, ત્યારબાદ છેલ્લા પાંચ દિવસની અંદર ચોથી વાર પેટ્રૉલ-ડીઝલ મોંઘુ થયુ છે.
Petrol-Diesel Price Hike: દેશમાં મોંઘવારી સતત વધી રહી છે. આજે પેટ્રૉલ-ડીઝલની કિંમતોમાં ફરી એકવાર વધારો થયો છે. દિલ્હીમાં પેટ્રૉલ-ડીઝલની કિંમતો 80 પૈસા વધી ગઇ છે. આ પછી રાજધાનીમાં એક લીટર પેટ્રૉલની કિંમત 98 રૂપિયા 61 પૈસા અને એક લીટર ડીઝલની કિંમત 89 રૂપિયા 87 પૈસા થઇ ગઇ છે. કાલે પેટ્રૉલ-ડીઝલની કિંમતોમાં 80 પૈસાનો વધારો થયો હતો, ચાર મહિનાથી વધુના અંતરાલ બાદ મંગળવારે પહેલીવાર આ કિંમતોમાં ફેરફાર જોવા મળ્યો હતો, ત્યારબાદ છેલ્લા પાંચ દિવસની અંદર ચોથી વાર પેટ્રૉલ-ડીઝલ મોંઘુ થયુ છે.
મુંબઇમાં પેટ્રૉલ-ડીઝલની કિંમતોમાં વધારો -
દેશની આર્થિક રાજધાની મુંબઇમાં એક લીટર પેટ્રૉલની કિંમત 113 રૂપિયા 29 પૈસા અને એક લીટર ડીઝલની કિંમત 97 રૂપિયા 49 પૈસા થઇ ગઇ છે. અહીં પેટ્રૉલની કિંમતમાં 84 પૈસા અને ડીઝલની કિંમતોમાં 85 પૈસાનો વધારો ઝીંકાયો છે. તાજેતરમાં કાચા તેલની કિંમતોમાં તંગ પુરવઠાના ડરથી લગભગ 35-40 ટકાનો વધારો થયો છે.
ઉલ્લેખનીય છે કે, નવેમ્બરની શરૂઆતથી મંગળવાર સુધી ઇંધણની કિંમતો સ્થિર રહી હતી, તે દરમિયાન કેન્દ્રએ પેટ્રૉલ અને ડીઝલ પર ઉત્પાદ શુલ્કમાં ક્રમશઃ 5 રૂપિયા અને 10 રૂપિયા પ્રતિ લીટરની કમી હતી. ઓએમસી જુદાજુદા કારકોના આધાર પર પરિવહન ઇંધણ ખર્ચમાં ફેરફાર કરે છે. છેલ્લી કિંમતમાં ઉત્પાદ શુલ્ક, મૂલ્ય વર્ધિત કર અને ડીલરનુ કમીશન સામેલ છે.
રશિયા વિરુદ્ધ પ્રતિબંધ ભારત માટે ચિંતાનો વિષય -
આશંકા છે કે રશિયા વિરુદ્ધ હાલમાં પ્રતિબંધ વધુ વૈશ્વિક પુરવઠાને ઓછો કરી દેશે અને વિકાસને પ્રભાવિત કરશે. કાચા તેલની કિંમત સીમા ભારત માટે ચિંતાનો વિષય છે, કેમ કે આનાથી પેટ્રૉલ અને ડીઝલ 15 થી 25 રૂપિયા મોંઘુ થઇ શકે છે. હાલમાં ભારત પોતાની જરૂરિયાતના લગભગ 85 ટકા કાચુ તેલ આયાત કરે છે.
આ પણ વાંચો.........
આજથી IPL 2022ની શરૂઆત, જાણો ક્યારે, ક્યાંથી અને કેટલા વાગ્યાથી જોઇ શકાશે CSK vs KKR લાઇવ મેચ ?
ભાજપે કોંગ્રેસના ધારાસભ્યને 50 કરોડની ઓફર કરી, જાણો કોણે કર્યો આ દાવો
શું તમે કોઈ અભ્યાસક્રમમાં ઓનલાઇન અભ્યાસ કરી ડિગ્રી કરી રહ્યાં છો? તો આ સમાચાર તમારા માટે મહત્વના છે
પાતળા થવુ હોય તો આ 5 મસાલાને બનાવો ડાયેટનો ભાગ, ઝડપથી થશે વજનમાં ઘટાડો
Gym Tips: જિમ નિયમિત જાવ છો છતાં રિઝલ્ટ નથી મળતું, આ ટિપ્સને ફોલો કરો