શોધખોળ કરો

પાતળા થવુ હોય તો આ 5 મસાલાને બનાવો ડાયેટનો ભાગ, ઝડપથી થશે વજનમાં ઘટાડો 

માત્ર વજન ઘટાડવા માટે ડાયટિંગ, યોગ અને કસરત જરૂરી નથી. તમારે ડાયટમાં એવી વસ્તુઓ સામેલ કરવી જોઈએ, જેનાથી તમારું વજન ઓછું થઈ શકે. તમારે કેટલાક મસાલાઓને તમારા આહારનો ભાગ બનાવવા જ જોઈએ.

માત્ર વજન ઘટાડવા માટે ડાયટિંગ, યોગ અને કસરત જરૂરી નથી. તમારે ડાયટમાં એવી વસ્તુઓ સામેલ કરવી જોઈએ, જેનાથી તમારું વજન ઓછું થઈ શકે. તમારે કેટલાક મસાલાઓને તમારા આહારનો ભાગ બનાવવા જ જોઈએ. મસાલા ફક્ત તમારા ભોજનનો સ્વાદ જ નથી વધારતા પણ વજન ઘટાડવામાં પણ મદદ કરે છે. ઘણા લોકો ડાયેટિંગ દરમિયાન ખૂબ જ સ્વાદ વગરનો ખોરાક ખાય છે. એવું નથી કે મસાલાથી તમારું વજન વધે છે. જો તમે તમારા ભોજનમાં આ હેલ્ધી હર્બ્સ અને મસાલાઓનો ઉપયોગ કરશો તો ધીમે-ધીમે તમારું વજન ઘટવા લાગશે.

1- જીરું- મોટા ભાગના ઘરોમાં જીરું તમામ શાકભાજીને રાંધવા માટે નાખવામાં આવે છે. જીરું વજન ઘટાડવામાં પણ ઘણી મદદ કરે છે. જીરું ઇન્સ્યુલિનની સંવેદનશીલતાને બદલે છે. તેમાં ફાયટોસ્ટેરોલ્સ મળી આવે છે, જે કોલેસ્ટ્રોલને નિયંત્રિત કરવામાં મદદ કરે છે. વજન ઘટાડવા માટે તમે જીરાનું પાણી પણ પી શકો છો. આ સિવાય છાશ કે દહીંમાં જીરું પીસીને ખાવાથી પેટને ફાયદો થાય છે.
 
2- તજ- તમારું શરીર શુગરની પ્રક્રિયા કેવી રીતે કરે છે તેમાં તજ મહત્વની ભૂમિકા ભજવે છે. તજ ખાંડનું ચરબીમાં રૂપાંતર અટકાવે છે. આના કારણે પેટમાંથી આંતરડામાં ખોરાક ધીમી ગતિએ પહોંચે છે. તજ ખાવાથી પેટની ચરબી(Belly Fat) ઘણી ઓછી થાય છે.

3- કાળી મરી- કાળા મરી ચરબીના કોષોના નિર્માણની પ્રક્રિયાને રોકવામાં મદદ કરે છે. કાળા મરી ખાવાથી ચરબી સંબંધિત સમસ્યા નથી થતી. જ્યારે તમને શરદી હોય ત્યારે તમે કાળા મરીની ચા પી શકો છો, આ સિવાય કાળા મરી ઓમેલેટ, સલાડ અને સૂપમાં પણ સ્વાદ વધારવાનું કામ કરે છે.

4- એલચી- એલચી પાચનક્રિયામાં ખૂબ મદદરૂપ છે. એલચીમાં એન્ટીઈન્ફ્લેમેટરી અને એન્ટીઑકિસડન્ટ ગુણ હોય છે, જેનાથી મેટાબોલિક ક્રિયા  વધારે છે. તમે જમ્યા પછી એલચી ખાઈ શકો છો, તેનાથી ખોરાક પચવામાં સરળતા રહે છે. આ સિવાય તમે એલચીની ફ્લેવરવાળી ચા પણ પી શકો છો.

5- હળદર- જ્યાં સુધી શાકમાં હળદર ન હોય ત્યાં સુધી સ્વાદ નથી આવતો. હળદર આયુર્વેદિક ગુણોથી ભરપૂર છે. હળદર ખાવાથી શરીરની બળતરા દૂર થાય છે. હળદર અનેક પ્રકારના ટોક્સિન્સથી છુટકારો મેળવવાનું કામ કરે છે. હળદર મેટાબોલિઝમ નિયંત્રિત કરવામાં પણ મદદ કરે છે. જે વજન ઘટાડવાનું સરળ બનાવે છે. શિયાળામાં હળદરવાળું દૂધ પીવાથી ઘણા ફાયદા થાય છે.

Check out below Health Tools-
Calculate Your Body Mass Index ( BMI )

Calculate The Age Through Age Calculator

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

અમરેલી લેટરકાંડ: તપાસમાં ગંભીર ચૂક સામે આવતા SPની લાલ આંખ, ત્રણ પોલીસ કર્મીઓ સસ્પેન્ડ
અમરેલી લેટરકાંડ: તપાસમાં ગંભીર ચૂક સામે આવતા SPની લાલ આંખ, ત્રણ પોલીસ કર્મીઓ સસ્પેન્ડ
કામરેજમાં માતા-પિતા માટે લાલબત્તી સમાન ઘટના: પાંચમા માળેથી પટકાતાં બે વર્ષના બાળકનું કરુણ મોત
કામરેજમાં માતા-પિતા માટે લાલબત્તી સમાન ઘટના: પાંચમા માળેથી પટકાતાં બે વર્ષના બાળકનું કરુણ મોત
શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદનું જાતિ ગણતરી પર મોટું નિવેદન: સમર્થન પરંતુ એક શરત સાથે
શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદનું જાતિ ગણતરી પર મોટું નિવેદન: સમર્થન પરંતુ એક શરત સાથે
રોહિત શર્મા ક્યારે છોડશે કેપ્ટન્સી? BCCIની બેઠકમાં પોતાની દિલની વાત કહી
રોહિત શર્મા ક્યારે છોડશે કેપ્ટન્સી? BCCIની બેઠકમાં પોતાની દિલની વાત કહી
Advertisement
ABP Premium

વિડિઓઝ

Amreli Fake letter Scandal : અમરેલી લેટરકાંડને લઈ સૌથી મોટા સમાચાર, SPએ કરી કાર્યવાહીGir Somnath News | 'યુવાનો વ્યસન છોડે, યુવતીઓ ફેશન છોડે': વજુભાઈ વાળાની રાજપૂત સમાજ યુવાનોને અપીલHun To Bolish : હું તો બોલીશ : બાળપણ કોણે કર્યું બરબાદ?Hun To Bolish : હું તો બોલીશ : કોણે લગાડ્યો ખાખી પર દારૂનો દાગ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
અમરેલી લેટરકાંડ: તપાસમાં ગંભીર ચૂક સામે આવતા SPની લાલ આંખ, ત્રણ પોલીસ કર્મીઓ સસ્પેન્ડ
અમરેલી લેટરકાંડ: તપાસમાં ગંભીર ચૂક સામે આવતા SPની લાલ આંખ, ત્રણ પોલીસ કર્મીઓ સસ્પેન્ડ
કામરેજમાં માતા-પિતા માટે લાલબત્તી સમાન ઘટના: પાંચમા માળેથી પટકાતાં બે વર્ષના બાળકનું કરુણ મોત
કામરેજમાં માતા-પિતા માટે લાલબત્તી સમાન ઘટના: પાંચમા માળેથી પટકાતાં બે વર્ષના બાળકનું કરુણ મોત
શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદનું જાતિ ગણતરી પર મોટું નિવેદન: સમર્થન પરંતુ એક શરત સાથે
શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદનું જાતિ ગણતરી પર મોટું નિવેદન: સમર્થન પરંતુ એક શરત સાથે
રોહિત શર્મા ક્યારે છોડશે કેપ્ટન્સી? BCCIની બેઠકમાં પોતાની દિલની વાત કહી
રોહિત શર્મા ક્યારે છોડશે કેપ્ટન્સી? BCCIની બેઠકમાં પોતાની દિલની વાત કહી
શું દરિયાના પાણીથી આગ ઓલવી શકાય? અમેરિકા તેનો ઉપયોગ કેમ નથી કરતું?
શું દરિયાના પાણીથી આગ ઓલવી શકાય? અમેરિકા તેનો ઉપયોગ કેમ નથી કરતું?
ચેમ્પિયન્સ ટ્રોફી 2025 માટે ટીમની જાહેરાત, પ્રથમ વખત ટૂર્નામેન્ટમાં ભાગ લેશે આ દેશ
ચેમ્પિયન્સ ટ્રોફી 2025 માટે ટીમની જાહેરાત, પ્રથમ વખત ટૂર્નામેન્ટમાં ભાગ લેશે આ દેશ
મકરસંક્રાંતિ પર ગુજરાતમાં પવન કેવો રહેશે? હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ કરી મોટી આગાહી
મકરસંક્રાંતિ પર ગુજરાતમાં પવન કેવો રહેશે? હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ કરી મોટી આગાહી
IPL 2025ની તારીખ જાહેર, આ તારીખથી શરૂ થશે ક્રિકેટનો મહાકુંભ
IPL 2025ની તારીખ જાહેર, 23 માર્ચથી શરૂ થશે ક્રિકેટનો મહાકુંભ
Embed widget