શું તમે કોઈ અભ્યાસક્રમમાં ઓનલાઇન અભ્યાસ કરી ડિગ્રી કરી રહ્યાં છો? તો આ સમાચાર તમારા માટે મહત્વના છે
યુજીસીએ કહ્યું કે ચીનની સરકારે કોવિડ-19ને ધ્યાનમાં રાખીને મુસાફરી પર કડક પ્રતિબંધો લગાવ્યા છે અને નવેમ્બર 2020થી તમામ વિઝા સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે.
ચીનમાં સતત વધી રહેલા કોરોના કેસ વચ્ચે યુનિવર્સિટી ગ્રાન્ટ કમિશન (UGC) એ વિદ્યાર્થીઓને એલર્ટ કર્યા છે. કમિશને કહ્યું છે કે ચીનમાં કોવિડ 19 પ્રતિબંધોમાં કોઈ છૂટ આપવામાં આવી નથી અને અભ્યાસક્રમોનું શિક્ષણ અત્યારે ઓનલાઈન મોડમાં ચાલુ છે. યુજીસીએ કહ્યું છે કે યુજીસી અને ઓલ ઈન્ડિયા કાઉન્સિલ ફોર ટેકનિકલ એજ્યુકેશન (AICTE) માત્ર ઓનલાઈન અભ્યાસ કરવામાં આવતા કોઈપણ ડિગ્રી કોર્સને માન્યતા આપતા નથી. જેથી વિદ્યાર્થીઓ ત્યાં પ્રવેશ લેવાનું ટાળે.
આગામી શૈક્ષણિક સત્ર માટે વિવિધ ડિગ્રી કોર્સમાં પ્રવેશ માટે ચીનની કેટલીક યુનિવર્સિટીઓ દ્વારા તાજેતરમાં જાહેર કરાયેલી પ્રવેશ જાહેરાત વચ્ચે UGCએ ભારતીય વિદ્યાર્થીઓને આ સલાહ આપી છે. યુજીસીએ કહ્યું કે ચીનની સરકારે કોવિડ-19ને ધ્યાનમાં રાખીને મુસાફરી પર કડક પ્રતિબંધો લગાવ્યા છે અને નવેમ્બર 2020થી તમામ વિઝા સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે.
યુજીસીએ એમ પણ જણાવ્યું છે કે હાલના નિયમો મુજબ, યુજીસી અને (AICTE પૂર્વ મંજૂરી વિના માત્ર ઓનલાઈન મોડ દ્વારા આયોજિત આવા ડિગ્રી કોર્સને માન્યતા આપતા નથી. આને ધ્યાનમાં રાખીને વિદ્યાર્થીઓને સલાહ આપવામાં આવે છે કે તેઓ જ્યાંથી ઉચ્ચ શિક્ષણ મેળવવા માંગતા હોય તે સંસ્થાની સમજદારીપૂર્વક પસંદગી કરો, જેથી તેઓને નોકરી અથવા ઉચ્ચ શિક્ષણમાં વધુ મુશ્કેલીઓનો સામનો ન કરવો પડે.
ગીતા પર લઘુમતી આયોગના અધ્યક્ષનું મોટું નિવેદન
રાષ્ટ્રીય લઘુમતી આયોગના કાર્યકારી અધ્યક્ષ સૈયદ શહેઝાદીએ શુક્રવારે શ્રીમદ્દ ભગવદ્દગીતા અંગે મોટું નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે ભગવદ્ ગીતા કોઈ ધાર્મિક ગ્રંથ નથી, પણ આ તત્વજ્ઞાન પર આધારિત ગ્રંથ છે. થોડા દિવસો પહેલા ગુજરાત સરકારે ગીતાને શાળાના અભ્યાસક્રમનો ભાગ બનાવવાની જાહેરાત કરી હતી.
શાળાના અભ્યાસક્રમમાં ભગવદ્દગીતાને સામેલ કરવાના નિર્ણય પર શહેઝાદીએ કહ્યું કે મારો અંગત મત છે કે ગીતા કોઈ ધાર્મિક પુસ્તક નથી, તે તત્વજ્ઞાનનું પુસ્તક છે. તેમણે કહ્યું, “તેને તત્વજ્ઞાનના દૃષ્ટિકોણથી જોવું જોઈએ. એટલું જ નહીં વિદેશોમાં પણ તેના પર અભ્યાસ થઈ રહ્યો છે.”
Education Loan Information:
Calculate Education Loan EMI