શોધખોળ કરો
સામાન્ય લોકોને મોદી સરકારે આપી રાહત, જાણો કેટલા રૂપિયા સસ્તા થયા પેટ્રોલ-ડીઝલ

નવી દિલ્હીઃ તેલની વધતી કિંમતોમાં રાહત આપવા માટે કેન્દ્ર સરકાર પેટ્રોલ અને ડિઝલની કિંમતમાં 2.50 રૂપિયાના ઘટાડાની જાહેરાત કરી છે. જેટલીએ કહ્યું કે, આજે બેઠકમાં અમે નક્કી કર્યું છે કે એક્સાઇઝ ડ્યૂટી 1.5 રૂપિયાનો ઘટાડો કરવામાં આવશે. તે સિવાય ઓઇલ માર્કેટિંગ કંપનીઓ એક રૂપિયા ઘટાડશે. કેન્દ્ર સરકાર તરફથી અમે અઢી રૂપિયા પ્રતિ લીટર ગ્રાહકોને રાહત આપીશું. નાણામંત્રીએ રાજ્યોને પણ આટલો ઘટાડો કરવાની અપીલ કરી છે જેથી ગ્રાહકોને પાંચ રૂપિયાની રાહત મળે.
જેટલીએ કહ્યું કે, અમેરિકાએ ઇન્ટ્રેસ્ટ રેડ વધાર્યો છે જેને કારણે બજાર પર અસર પડી છે. બજાર અને કરન્સી બજારમાં ઉતાર-ચઢાવ છે. અનેક પગલાઓ અગાઉથી ઉઠાવવામાં આવ્યા છે. અમે આઇએલએન્ડએફએસનું બોર્ડ બદલી દીધું છે. અમે આયાત પર અંકુશ લગાવવાના અનેક પગલાઓ ભર્યા છે. મોંઘવારી નિયંત્રણમાં છે અને 4 ટકાથી ઓછું થઇ ગઇ છે. છેલ્લા ત્રિમાસિક ગાળામાં જીડીપી 8.2 ટકાના દરે વધી છે.
આ અગાઉ નાણામંત્રી જેટલીએ ઓઇલ સચિવ સાથે મુલાકાત કરી હતી. પેટ્રોલ અને ડિઝલની વધતી કિંમતોથી ચિંતિત સરકાર અર્થવ્યવસ્થા પર થઇ રહેલી પ્રતિકુળ અસરો રોકવા માટેના વિકલ્પો પર વિચાર કરી રહી છે. સૂત્રોના મતે આ સંબંધમાં બુધવારે સાંજે જેટલીએ પેટ્રોલિયમ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાન સાથે મુલાકાત કરી હતી.
વધુ વાંચો
Advertisement





















