શોધખોળ કરો
કોરોનાના કહેરની વચ્ચે મોંઘવારીનો માર, સતત 7માં દિવસે વધ્યા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો નવી કિંમત
એક્સાઈઝ ડ્યૂટી, ડીલર કમીશન અને અન્ય ટેક્સ જોડ્યા બાદ પેટ્રોલ ડીઝલની કિંમત લગભગ બે ગણી થઈ જાય છે.
![કોરોનાના કહેરની વચ્ચે મોંઘવારીનો માર, સતત 7માં દિવસે વધ્યા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો નવી કિંમત petrol diesel prices hike continue 7th time in delhi mumbai chennai kolkata કોરોનાના કહેરની વચ્ચે મોંઘવારીનો માર, સતત 7માં દિવસે વધ્યા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો નવી કિંમત](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2020/06/13163549/petrol-diesel-price.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
નવી દિલ્હીઃ દેશમાં પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં સતત વધારો જોવા મળી રહ્યો છે. પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં સતત સાતમાં દિવસે વધારો જોવા મળ્યો છે. શનિવારે દિલ્હીમાં પેટ્રોલની કિંમત 0.59 રૂપિયા વધીને 75.16 રૂપિયા પ્રતિ લિટર થઈ ગઈ છે. જ્યારે ડીઝલની કિંમત 0.58 રૂપિયા વધીને 73.39 રૂપિયા પ્રતિ લિટર થઈ ગઈ છે. છેલ્લા સાત દિવસમાં પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં ક્રમશઃ 3.9 રૂપિયા અને ચાર રૂપિયાનો વધારો થયો છે.
પેટ્રોલિયમ પ્લાનિગં એન્ડ એનાલિસિસ સેલ અનુસાર, મેમાં ક્રૂડનો કુલ વપરાશ 1.465 કરોડ ટન રહ્યો. આ વપરાશ એપ્રિલની તુલનામાં 47.4 ટકા વધારે છે, પરંતુ છેલ્લા વર્ષે મેની તુલનામાં આ માગ 23.3 ટકા ઓછી છે.
મહાનગરોમાં હવે પેટ્રોલ ડીઝલની કિંમત
ઇન્ડિયન ઓઇલની વેબસાઈટ અનુસાર, દિલ્હી, કોલકાતા, મુંબઈ અને ચેન્નઈમાં પેટ્રોલની કિંમત વધીને ક્રમશઃ 75.16 રૂપિયા, 77.05, 82.10 રૂપિયા અને 78.99 રૂપિયા પ્રતિ લિટર થઈ ગઈ છે. જ્યારે ડીઝલની કિંમત પણ ચાર મહાનગરોમાં વધીને ક્રમશઃ 73.39 રૂપિયા, 69.23 રૂપિયા, 72.03 રૂપિયા અને 71.64 રૂપિયા પ્રતિ લિટર થઈ ગઈ છે.
પેટ્રોલ અને ડીઝલની કિંમત દરરોજ સવારે છ કલાકે બદલાય છે. એટલે કે સવારે છ કલાકથી નવા દર લાગુ થઈ જાય છે. એક્સાઈઝ ડ્યૂટી, ડીલર કમીશન અને અન્ય ટેક્સ જોડ્યા બાદ પેટ્રોલ ડીઝલની કિંમત લગભગ બે ગણી થઈ જાય છે.
વિતેલા વર્ષ સુધી પેટ્રોલ અને ડીઝલની રિટેલ કિંમતમાં 50 ટકા ટેક્સ લાગતો હતો. હવે આટેક્સ 69 ટકા જેટલો થઈ ગયો છે. સૌથી વધારે ટેક્સ ભારતમાં જ લગાવવામાં આવે છે. વિશ્વના અન્ય દેશોમાં પેટ્રોલ અને ડીઝલ પર ટેક્સ જોઈએ તો ભારત બાદ ઇટલીમાં તેના પર 64 ટકા ટેક્સ લાગે છે. ફ્રાન્સ અને જર્મનીમાં ફ્યૂઅલ પર 63 ટેક્સ લાગે છે. બ્રિટેનમાં 62 ટકા, સ્પેનમાં 53 ટકા, જાપાનમાં 47 ટકા, અને કેનેડામાં 33 ટકા ટેક્સ લાગે છે. જ્યારે અમેરિકામાં તો પેટ્રોલ ડીઝલ પર માત્ર 19 ટકા જ ટેક્સ લાગે છે. આ રીતે જોવા જઈએતો વિશ્વમાં પેટ્રોલ ડીઝલ પર સૌથી વધારે ટેક્સ ભારતમાં જ વસુલવામાં આવે છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
ગુજરાત
દુનિયા
ગુજરાત
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)